છેલ્લા 12 વર્ષથી તપસ્યામાં લિન છે આ દીકરી, લોકો માને છે મા ભગવતીનો અવતાર, 5માં ધોરણમાં ભણતી વખતે જ જન્મ્યું હતું વૈરાગ્ય

આપણો દેશ ધાર્મિક દેશ છે અને ઘણા લોકો ધર્મના રસ્તે ચાલે છે. આપણા દેશની સંસ્કૃતિ જગ વિખ્યાત છે, આપણા દેશમાં ઘણા એવા લોકો પણ છે જેમને સંસારમાંથી મન ઉડી જતા તેઓ વૈરાગ્ય તરફ વળતા હોય છે અને સન્યાસ ધારણ કરી લેતા હોય છે. ત્યારે આજે અમે તમને એવી એક દીકરીની કહાની જણાવીશું જે છેલ્લા 12 વર્ષથી તપસ્યામાં લિન છે.

અમે વાત કરી રહ્યા છે દેવી ભગવતીનો અવતાર માનવામાં આવતી દીકરીની. જેને પાંચમા ધોરણમાં ભણતી વખતે જ વૈરાગ્ય જાગ્યું અને સાધનામાં લિન થઇ ગઈ. આ દીકરી છેલ્લા 12 વર્ષથી એકધારી તપસ્યા કરી રહી છે અને તેને તપસ્યામાં લિન જોઈને લોકો પણ હવે તેને સાક્ષાત દેવી સ્વરૂપ માનવા લાગ્યા છે.

આ દીકરીના દર્શન કરવા માટે લોકો પણ દૂર દૂરથી આવે છે. તેના આશીર્વાદ પણ પ્રાપ્ત કરે છે. આ બાબતે મળી રહેલી માહિતી અનુસાર ભગવતી દેવી જયારે પાંચમા ધોરણમાં ભણતા હતાત્યારે તેઓ ગામની પાસે આવેલા મંદિરમાં રાત્રે ગયા અને ત્યારે જ તેઓ ત્યાં તપસ્યામાં લિન થઇ ગયા હતા.આજે આ વાતને 12 વર્ષનો સમય વીતી ગયો છે અને ત્યારથી તે તપસ્યામાં લિન છે..

એમની આ તપ સાધના જોઈને લોકો પણ તેમાંથી ખુબ જ પ્રભાવિત થયા અને તેમને દેવી સ્વરૂપે પૂજવા લાગ્યા. અપને જોયું છે કે તપસ્યા કરવી કોઈ નાની સુણી વાત નથી હોતી, છતાં પણ ભગવતી દેવીએ નાની ઉંમરમાં જ તપસ્યા કરવાનું નક્કી કર્યું અને આજે તે 12 વર્ષથી તપસ્યા કરી રહ્યા છે.

Dharmik Duniya Team