આ 11 ટીવી અભિનેત્રીઓના લુક એવા બદલાયા કે ચાહકો પણ જોઇને રહી ગયા આશ્ચર્યચકિત

ટીવીની આ 11 સ્વરૂપવાન અભિનેત્રીઓ પહેલા આવી દેખાતી, હવે દેખાવડી થઇ ગઈ જુઓ

હિના ખાનથી લઇને મૌની રોય અને સુરભિ ચંદનાથી લઇને રૂપાલી ગાંગુલી સુધી આજે ટીવીની દુનિયા પર રાજ કરી રહી છે. આ અભિનેત્રીઓએ સમય સાથે પોતાની પર્સનાલિટીને ઘણી બદલી છે તેમની જૂની તસવીરો જોઇને તેમને ઓળખવા પણ મુશ્કેલ થઇ જાય.

ટીવી અભિનેત્રીઓએ તેમની પર્સનાલિટીથી લઇને અભિનય સુધીમાં ઘણો બદલાવ આવ્યો છે. જિમથી લઇને કોસ્મેટિક સુધી, છેલ્લા 10-15 વર્ષમાં દુનિયા જેટલી બદલાઇ છે, ટીવીની આ 11 અભિનેત્રીઓના રંગ-રૂપમાં પણ જબરદસ્ત બદલાવ જોવા મળ્યો છે.

1.હિના ખાન : હિના ખાન વર્ષ 2008માં પહેલીવાર ટીવી પર જોવા મળી હતી. ત્યારે તે ‘ઇંડિયન આઇડલ’માં કંટેસ્ટેંટ તરીકે જોવા મળી હતી. પરંતુ વર્ષ 2009માં તેણે ટીવી પર અક્ષરા બનીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવી લીધી છે. ત્યારથી લઇને અત્યારના 12 વર્ષમાં હિના ખાનનો લુક ઘણો જ બદલાઇ ગયો છે.

2.મૌની રોય : વર્ષ 2006માં ‘કયોંકિ સાસ ભી કભી બહૂ થી’માં કૃષ્ણા તુલસી વીરાની બનીને મૌની રોયે ડેબ્યુ કર્યુ હતુ. સમય સાથે તે નાના પડદાની ‘નાગિન’ બની ગઇ. હવે મૌની ટીવીથી વધુ ફિલ્મો પર ધ્યાન આપી રહી છે. મૌનીના લુકમાં સમય સાથે ઘણો બદલાવ આવ્યો છે. તેનો અંદાજ તેની તસવીર જોઇને તમે લગાવી શકો છો.

3.રૂપાલી ગાંગુલી : ટીવીની દુનિયામાં આ દિવસોમાં રૂપાલી ગાંગુલીનો સિક્કો ચાલે છે. ‘અનુપમા’ની પોપ્યુલારિટી સાતમા આસમાન પર છે. કયારેક ‘સારાભાઇ વર્સિસ સારાભાઇ’માં જોવા મળેલી રૂપાલીમાં સમય સાથે ઘણો બદલાવ આવ્યો છે.

4.સંજીદા શેખ : ‘કયા હોગા નિમ્મો કા ?’ વર્ષ 2006માં સંજીદા શેખે આ શોથી તેના ટીવી કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તે કેટલીક ફિલ્મોમાં જોવા મળી. સંજીદા આજે ટીવીની દુનિયાની હસીન અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. તેનુ કારણ છે તેનું ગજબનું ટ્રાંસફોર્મેશન.

5.સારા ખાન : અભિનેત્રી સારા ખાન સૌથી પહેલા ‘સપના બાબુલ કા બિદાઇ’માં લીડ અભિનેત્રી તરીકે ખૂબ ચર્ચામાં રહી હતી. સારાનું ગજબનું ટ્રાંસફોર્મેશન પણ ચોંકાવનારુ છે.

6.માહિરા શર્મા : ‘બિગબોસ 13’માં જોવા મળેલી માહિરાને ઘર ઘરમાં ઓળખ મળી છે. તેણે ‘યારો કા ટશન’થી કરિયરની શરૂઆત કરી હતી. પછી તે ‘કુંડલી ભાગ્ય’ અને ‘નાગિન 3’ જેવા શોમાં જોવા મળી હતી. સમય સાથે તેની પર્સનાલિટી અને કરિયરનો ગ્રાફ પણ બદલતો ગયો.

7.અવિકા ગૌર : અવિકા ગૌરે ટીવી પર ‘બાલિકા વધુ’ ધારાવાહિકથી તેણે પગ મૂક્યો હતો. તે બાદ અવિકાએ દીપિકા કક્કડ સાથે ‘સસુરાલ સિમર કા’માં જોવા મળી હતી અને ‘બાલિકા વધુ’ બાદ તેને જોઇ બધા દંગ રહી ગયા હતા. ખાસ કરીને તો હાલમાં અવિકાએ ગજબનું ટ્રાંસફોર્મેશન કર્યુ છે.

8.સુરભિ ચંદના : સુરભિ ચંદના ‘નાગિન 5’થી ઘણી ચર્ચામાં રહી હતી. કયારેક ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કેમિયો રોલમાં જોવા મળેલી સુરભિની આજે જબરદસ્ત ફેન ફોલોઇંગ છે. તેણે તેના અભિનયની સાથે સાથે પર્સનાલિટી પર ખૂબ કામ કર્યુ છે અને તે આજે ટીવીની મશહૂર અભિનેત્રીઓમાં સામેલ છે.

9.ક્રિસ્ટલ ડિસૂઝા : ક્રિસ્ટલ ડિસૂઝાએ તેના કરિયરની શરૂઆત ‘કહે ના કહે’થી કરી હતી. પરંતુ ‘એક હજારો મેં મેરી બહેના હે’થી ક્રિસ્ટલને પોપ્યુલારિટી મળી. 10 વર્ષ બાદથી વધુ લાંબાં કરિયરમાં ક્રિસ્ટલે પોતાને ઘણુ ટ્રાંસફોર્મ કર્યુ છે. તે તેની તસવીરોમાં જોઇ શકાય છે.

10.મંદિરા બેદી : મંદિરા બેદીએ દૂરદર્શન પર ‘શાંતિ’ ધારાવાહિકથી ટીવીની દુનિયામાં નવી મિસાલ કાયમ કરી. સમય સાથે મંદિરા ફિલ્મોમાં જોવા મળી અને ક્રિકેટના ગ્રાઉંડ પર કમેંટ્રી કરતી જોવા મળી. પરંતુ ફિટનેસના દીવાના માટે મંદિરા હવે એક રોલ મોડલ બની ગઇ છે. મંદિરા બેદીએ ગજબનું ટ્રાંસફોર્મેશન કર્યુ છે.

11.શમા સિકંદર : ટીવી પર કોલેજ રોમાંસ સ્ટોરી ‘યે મેરી લાઇફ હે’માં જે સીધી અને સાદી પૂજાને આપણે જોઇ હતી તે હવે દેખતા દેખતા ઘણી બદલાઇ ગઇ છે. તેને ઓળખવી પણ હવે મુશ્કેલ છે. કેટલાક લોકોનું કહેવુ છે કેે, શમા સર્જરી કરાવી છે. જો કે, તે આ બાબતોને નકારતી આવી છે.

Team Dharmik