10 બૉલીવુડ સિતારાઓ, જેમને કર્યું પોતાનું ધર્મ પરિવર્તન, કારણો જાણીને તમે પણ ચોંકી ઉઠશો

આ મોટા મોટા મહાન સેલિબ્રિટીઓ હિન્દૂ માંથી બન્યા મુસ્લિમ, ૬ નંબર વાળી તો બટકાઈ ગઈ અને થઇ ગયા છૂટાછેડા

બોલીવુડમાં નામના મેળવવા સિતારાઓ કંઈપણ કરતા હોય છે. ઘણા સિતારાઓને આપણે તેમના અસલ નામ બદલી અને બીજા નામ રાખતા જોયા હશે, પરંતુ આજે અમે તમને એવા સિતારાઓ વિશે જણાવીશું જેમને પોતાના નામતો ઠીક પરંતુ પોતાનો ધર્મ જ બદલી લીધો હતો. ચાલો જોઈએ એવા10 સિતારાઓને.

1. શર્મિલા ટાગોર: શર્મિલા ટાગોર ભારતીય સિનેમાની ખ્યાતનામ અને પ્રતિષ્ઠિત અભિનેત્રીઓમાં એક છે. શર્મિલા 70ના દાયકામાં સૌથી વધુ વેતન મેળવનારી અભિનેત્રી હતી. તેને મંસૂર અલી ખાન સાથે લગ્ન કર્યા. 27 ડિસેમ્બર 1969ના રોજ આયોજિત નિકાહ કર્યા બાદ શર્મિલાએ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો અને પોતાનું નામ બદલીને આયશા સુલ્તાના ખાન રાખી લીધું.

2. દિવ્યા ભારતી: ખુબ જ નાની ઉંમરમાં દુનિયાને અલવિદા કહીને ચાલી જનારી અભિનેત્રી દિવ્યા ભારતીએ સાજીદ નડિયાદવાલા સાથે લગ્ન કર્યાં હતા. લગ્ન બાદ તેને પણ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો.

3. નરગીસ દત્ત: અભિનેત્રી નરગીસને પણ અભિનેતા સુનિલ દત્ત સાથે પ્રેમ થઇ ગયો. તે મુસ્લિમ હોવા છતાં પણ તેને હિન્દૂ ધર્મ અપનાવી લીધો. એટલું જ નહીં તેને પોતાનું નામ પણ નિર્મલા દત્ત કરી નાખ્યું હતું. નરગીસના લગ્ને લોકોને પણ વિચારમાં મૂકી દીધા હતા.

4.એ.આર. રહેમાન: અલ્લાહ રહેમાનને લોકો આજે એ.આર. રહેમાન સાથે ઓળખે છે. જે આજે ભારતીય સંગીતકાર, ગાયક અને સંગીત નિર્માતા છે. બહુ જ ઓછા લોકો જાણે છે કે આ મહાન સંગીતકારનો જન્મ 6 જાન્યુઆરી 1967ના રોજ હિન્દૂ પરિવારમાં એસએસ દિલીપ કુમારના રૂપમાં થયો હતો. પોતાના અલ્લાહ પ્રત્યેના પ્રેમના કારણે તેને પણ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો.

5. હેમા માલિની- ધર્મેન્દ્ર: ધર્મેન્દ્ર અને હેમા માલિનીનો પ્રેમ પ્રસંગે બોલીવુડમાં ખુબ જ ચર્ચાઓ મેળવી હતી. ધર્મેન્દ્રના પહેલા લગ્ન 1954માં પ્રકાશ કૌર સાથે થયા હતા. પરંતુ લગ્ન બાદ ધર્મેન્દ્રને હેમા માલિની સાથે પ્રેમ થઇ ગયો અને તેના કારણે તેમને ઇસ્લામ ધર્મ પણ અપનાવી લીધો હતો. અને પોતાની પહેલી પત્ની સાથે છૂટાછેડા થયા વગર હેમા માલિની સાથે લગ્ન કરી લીધા હતા.

6. અમૃતા સિંહ: અમૃતા સિંહનો જન્મ એક મુસ્લિમ માતા રુખસાના અને એક શીખ પિતા, સેના અધિકારી શિવિંદર સિંહ વિર્કના ઘરે થયો હતો. અમૃતાએ 1991માં અભિનેતા સૈફ અલી ખાન સાથે લગ્ન કર્યા. લગ્ન બાદ તેને પોતાનો શીખ ધર્મ છોડી અને ઇસ્લામ ધર્મ અપનાવ્યો હતો.

7. હેજલ કીચ: હેજલ કિચને તેના વિવાહિત નામ ગુરબસંત કૌરના નામે પણ ઓળખવામાં આવે છે. તે એક બ્રિટિશ મોડેલ અને અભિનેત્રી છે. જેને ભારતીય ફિલ્મો અને ટીવીના કાર્યક્રમોમાં જોવામાં આવી છે. ક્રિકેટર યુવરાજ સિંહ સાથે લગ્ન કરીને તેને શીખ ધર્મ અપનાવી લીધો હતો.

8. નગ્મા: નગ્માનો જન્મ જેસલમેરના એક શાહી હિન્દૂ રાજપૂત પિતા અરવિંદ પ્રતાપસિંહ મોરારજીના ઘરે થયો હતો. તેને હિન્દી ઉપરાંત અન્ય ભાષાની ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેને પણ પોતાનું ધર્મ પરિવર્તન કરીને ઈસાઈ ધર્મ અપનાવી લીધો છે.

9. મહેશ ભટ્ટ: પોતાના પ્રેમી સોની રાજદાન સાથે એકજુટ થવા માટે નિર્દેશક મહેશ ભટ્ટે પણ પોતાની પહેલી પત્નીને છૂટાછેડા આપ્યા વિના જ ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો.

10. આયશા ટાકિયા: બોલીવુડની ક્યૂટ અને ચુલબુલી અભિનેત્રી આયશા ટાકિયાએ પણ ફરહાન સાથે લગ્ન કરીને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. તેના લગ્ન એક વિશિષ્ટ નિકાહ હતા.

Team Dharmik