આ વર્ષનો અધિક માસ આ કારણના લીધે છે ખુબ જ ખાસ, 160 વર્ષ પછી આવ્યો છે આ યોગ

આપણા હિન્દૂ ધર્મની અંદર અધિકમાસ એટલે કે પુરુષોત્તમ માસને ખુબ જ પવિત્ર માનવામાં આવે છે. આ માસમાં આપણે દાન, ધર્મ અને પુણ્યના કર્યો કરીએ છીએ. અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જિમ લીપયર આવતું હોય છે તેમ આપણા હિન્દૂ સંસ્કૃતિ પ્રમાણે અધિકમાસ ઉજવવામાં આવે છે. તેની પાછળ કારણ એ છે કે સૂર્ય અને ચંદ્ર ને સરખું લાવવા માટે આ મહિનો રાખવામાં આવ્યો છે. આ વર્ષનો અધિકમાસ ખુબ જ ખાસ છે. કારણ કે આવો યોગ 160 વર્ષ પછી બની રહ્યો છે.

અધિકમાસની અંદર સારા કામો જેવા કે, લગ્ન, વિવાહ, યજ્ઞો, ધાર્મિક ઉત્સવો ઉજવવામાં નથી આવતા, આ સમગ્ર મહિનામાં ભગવાન પુરુષોત્તમની ભક્તિ કરવામાં આવે છે. ઘણા લોકો આ આખો મહિનો ઉપવાસ પણ રાખતા હોય છે. ભક્તિ માટે આ મહિનાએ ખુબ જ પવિત્ર માનવામાં આવે છે.

160 વર્ષ બાદ કયો યોગ આવ્યો છે?:
આ વર્ષના અધિક માસમાં સંયોગ છે કે 2020માં લીપ યર અને અધિક આસો માસ બંને સાથે આવ્યા છે. અધિક આસો માસ આ અગાઉ 2001માં આવ્યો હતો પણ લીપ યર સાથે અધિક આસો માસ 160 વર્ષ પૂર્વે 1860ની 2 સપ્ટેમ્બરે આવ્યો હતો.

 કેવી રીતે આવે છે અધિકમાસ:
અધિકમાસ કેવી રીતે આવે છે તે જોઈએ તો સૌર વર્ષ સૂર્યની ગતિ પર આધારિત છે જ્યારે ચંદ્ર વર્ષ ચંદ્રની ગતિ પર. સૂર્ય એક રાશિને પાર કરવામાં 30.44 દિવસનો સમય લે છે. આ રીતે 12 રાશિ પાર કરતા એટલે કે સૌર વર્ષ પૂરું કરતા સૂર્યને 365.25 દિવસ લાગે છે. લગભગ દર 3 વર્ષ (32 મહિના, 14 દિવસ, 4 કલાક) બાદ ચંદ્રના આ દિવસ લગભગ 1 મહિના જેટલા થઇ જાય છે. તેથી જ્યોતિષીય ગણતરીને યોગ્ય રાખવા માટે દર 3 વર્ષે ચંદ્ર માસમાં વધુ એક મહિનો જોડી દેવાય છે, જેને આપણે અધિક માસ કહીએ છીએ.

 

બની રહ્યા છે આ 15 શુભ યોગ:
આ વર્ષે અધિક માસની અંદર 15 શુભ યોગ બની રહ્યા છે. શુક્રવાર, ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર અને શુક્લ યોગમાં શરૂ થઇ રહેલાં અધિક માસના છેલ્લાં દિવસે 17 ઓક્ટોબર સુધી ખાસ મુહૂર્ત અને યોગ રહેશે. અધિક માસ દરમિયાન સર્વાર્થ સિદ્ધિ યોગ 9 દિવસ, દ્વિ પુષ્કર યોગ 2 દિવસ, અમૃત સિદ્ધિ યોગ 1 દિવસ અને પુષ્પ નક્ષત્ર 2 દિવસ સુધી રહેશે. તેમજ રવિ અને સોમ પુષ્પ નક્ષત્ર પણ રહેશે.

Dharmik Duniya Team