રસ્તા પર ચાલતા જઇ રહેલા યુવકને 4 હવસખોર યુવતિઓએ બંધક બનાવી આચર્યુ સામૂહિક દુષ્કર્મ, આખી રાત ઘાપઘપ કર્યું યુવતીઓએ, શરમ વગરની – જાણો અહેવાલ

અત્યાર સુધી કોઇ યુવતિ કે પછી કોઇ મહિલા પર દુષ્કર્મ અથવા તો સામૂહિક દુષ્કર્મના કિસ્સાઓ સામે આવ્યા હશે, પરંતુ આજે જે કિસ્સો સામે આવ્યો છે, તે પંજાબના જલંધરનો છે. અહીંના એક ફેક્ટરી કર્મચારીએ દાવો કર્યો છે કે રવિવારે રાત્રે ચાર છોકરીઓએ તેનું અપહરણ કર્યું હતું. આ પછી યુવકને અજાણ્યા સ્થળે લઈ જઈને સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. યુવકનો આરોપ છે કે યુવતીઓએ તેની સાથે રાતોરાત શારીરિક સંબંધો બાંધ્યા.

આ પછી તે યુવકને સવારે તે જ જગ્યાએ છોડીને ભાગી ગઈ હતી. યુવકે મીડિયા સામે પોતાની આપવીતી સંભળાવી હતી. જો કે, શરમના કારણે તેણે પોલીસમાં ફરિયાદ કરી નહોતી. તેમ છતાં પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ, રવિવારે રાત્રે જાલંધરના લેધર કોમ્પ્લેક્સ રોડ પર એક ફેક્ટરીમાં કામ કરીને ઘરે જઈ રહેલા એક યુવકનું કારમાં ચાર યુવતીઓએ અપહરણ કર્યું હતું. તેઓ તેને અજાણ્યા સ્થળે લઈ ગયા.

આરોપ છે કે યુવતીઓએ યુવક સાથે સામૂહિક રીતે શારીરિક સંબંધો બનાવ્યા હતા. પીડિતે જણાવ્યું હતું કે તે રાત્રે કારખાનામાં ફરજ પૂરી કરીને ઘર તરફ ચાલતો જઇ રહ્યો હતો. આ દરમિયાન રસ્તામાં એક વાહન તેની પાસે આવીને થંભી ગયું. કારમાં સવાર ચાર યુવતીઓ સરનામું પૂછવા લાગી. તે સરનામું કહી રહ્યો હતો કે થોડી જ વારમાં તેને કંઇક સૂંઘાડી બેભાન કરી દીધો અને કારમાં બેસાડી અન્ય જગ્યાએ લઈ ગયા.

યુવકે જણાવ્યું કે ચારેય યુવતીઓની ઉંમર 22થી23 વર્ષની વચ્ચે હતી. જ્યારે તે ભાનમાં આવ્યો ત્યારે તે કપડા વગર દોરડાથી બંધાયેલો હતો. યુવકનું કહેવું છે કે તમામ યુવતીઓ તેની સાથે કેટલાક કલાકો સુધી મનમાની કરતી રહી. યુવતીઓએ તેને 11 થી 12 કલાક સુધી હેરાન કર્યો. બાદમાં તેને તે જ રસ્તા પર છોડી દીધો. તેણે કહ્યું કે તે શરમના કારણે પોલીસ ફરિયાદ કરવા ગયો નથી.

Team Dharmik