આ મહિલાના શરીરમાંથી નીકળી આત્મા? વીડિયો જોઇ કંપી ઉઠશો, જેવા તેવા માણસો આ વીડિયો જોવાની હિમ્મત નહિ કરે, જુઓ સ્ક્રિપ્ટેડ વીડિયો

શું તમે શરીરમાંથી આત્મા નીકળતી જોઇ છે ?. શું તમને લાગે છે કે, આત્માને દેહ છોડતા જોઈ શકાય ? એકંદરે આ બિલકુલ શક્ય નથી, પણ મોબાઈલ અને સોશિયલ મીડિયાના જમાનામાં તો આત્માના દર્શન પણ થઈ જાય. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વિડિયો જે અમે બતાવવા જઈ રહ્યા છીએ તે જોઇ તમે ડરી જશો અને જેમ જેમ તમે તેને આખો જોશો અને સમજશો, તો તમને વીડિયો વિશે ખ્યાલ આવશે. પછી તમને આ અદ્ભુત અને વિલક્ષણ વિડિયો રમુજી લાગશે. વીડિયોમાં જોઇ શકાય છે કે, એક મહિલા જમીન પર પડેલી છે. તેની આંખો પહોળી છે.

સ્ત્રીના શરીરમાંથી ધીમે ધીમે બીજું શરીર બહાર આવી રહ્યું છે. લોકો દાવો કરે છે કે તે સ્ત્રીની આત્મા છે જે તેનું શરીર છોડી રહી છે. વીડિયોના બેકગ્રાઉન્ડમાં હોરર મ્યુઝિક પણ વાગી રહ્યું છે. આ મહિલા ઉભી થાય છે અને તે પછી તે તેની મોટી આંખો સાથે હસવા લાગે છે. આ પછી વીડિયો પૂરો થઇ જાય છે. આ સાથે લોકોને સમજાય છે કે આ વીડિયો દ્વારા તેમને કેવી રીતે મૂર્ખ બનાવવામાં આવ્યા છે. વાસ્તવમાં આ વિડિયોનું ખરાબ એડિટિંગ તેની આખી પોલ ખુલ્લી પાડે છે.

વીડિયો જોયા પછી, યુઝર્સ એડિટિંગ ટીમ અને તેને પોસ્ટ કરનાર એડમિન પર આકરા પ્રહારો કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો ઘંટા નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોને અત્યાર સુધીમાં 15 લાખ લોકો જોઈ ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને 88 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ વીડિયોમાં મહિલા લાલ સાડી પહેરેલી જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by memes | comedy (@ghantaa)

તેના પરથી અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ વીડિયો ભારતના જ કોઈ રાજ્યનો છે. જો કે, આ વિડિયોની શરૂઆત જોઈને એક વખત લોકો ડરી જાય છે, પરંતુ ત્યારપછી એડિટિંગ અને ઓવર એક્ટિંગ વીડિયોની હકિકતને ઉજાગર કરે છે. જો કે, તમને આ વિડિયો ડરામણો લાગે કે ન લાગે, પરંતુ તેમાં યુઝરની કોમેન્ટ્સ તમને ચોક્કસ હસાવી દેશે.

Team Dharmik