શરીરનું કયું અંગ નક્કી કરે છે કે મહિલા આકર્ષક છે કે નહીં ? આ ત્રણ અંગો ખોલે છે મહિલાના રહસ્યો, જાણો ક્યાં ક્યાં છે તે અંગ

આ ત્રણ અંગો ખોલે છે મહિલાના રહસ્યો, જાણો ક્યાં ક્યાં છે તે અંગ

આપણા શાસ્ત્રો અને વેદોમાં સ્ત્રીઓને એક શક્તિ માનવામાં આવી છે. તે છતાં પણ લોકોનો સ્ત્રીઓને જોવાનો નજરીયો સાવ જુદો જ છે. આપણે ત્યાં એક કહેવત પણ છે કે સ્ત્રીને ખુદ ભગવાન પણ નથી સમજી શકતા. પરંતુ મહિલાઓના કેટલાક અંગો દ્વારા તેમને સમજવી ખુબ જ સરળ બને છે. આજે અમે તમને એવા જ ત્રણ અંગો વિશે જણાવીશું જે મહિલાઓના રહસ્યોને ઉજાગર કરે છે.

1. હોઠ: મહિલાઓના ચહેરામાં સૌથી આકર્ષક અંગ હોઠને માનવામાં આવે છે, કોઈપણ મહિલા તેના હોઠ દ્વારા તેની સુંદરતાની ઓળખ આપે છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હોઠ દ્વારા તેના સ્વભાવ અને વ્યક્તિત્વ વિશે પણ જાણી શકાય છે. લાલ, પાતળા, ચીકણા અને સારા ઘાટ વાળા હોઠ વાળી મહિલાઓ કામુક અને પોતાના પતિનો પ્રેમ મેળવનારી મહિલાઓ હોય છે. આવી મહિલાઓનું લગ્ન જીવન પણ ખુબ જ સારું હોય છે. તો જે મહિલાઓના નીચલા હોઠ મોટા અને કાળા હોય છે તે જલ્દી જ પોતાના પતિને ખોઈ બેસે છે.

2. દાઢી ઉપર ડિમ્પલ: જે મહિલાઓની દાઢી ઉપર ડિમ્પલ એટલે કે ખાડો પડે છે તે મહિલાઓનું નેચર ખુબ જ ખુશમિજાજ હોય છે અને તેમને વફાદાર માનવામાં આવે છે. આવી મહિલાઓનો સ્વભાવ પણ ખુબ જ દયાળુ હોય છે.જે મહિલાઓની દાઢી ગોળ હોય છે તેમને પણ ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે. લાંબી દાઢી વાળી મહિલાઓ શારીરિક સુખો તરફ જલ્દી આકર્ષિત થાય છે. જેના કારણે તેમની ગણતરી ચારિત્ર્યહીન મહિલાઓમાં થાય છે.

3. ભ્રમર: વ્યવસ્થિત ધનુષ આકાર વાળી ભ્રમરજે મહિલાઓની હોય છે તેમની ગણતરી સુંદર અને ચારિત્ર્યવાન સ્ત્રીઓમાં કરવામાં આવે છે. જયારે તેની વિપરીત સીધી લાંબી અને મોટી તૂટેલી ભ્રમર વળી સ્ત્રીઓને સારી નથી માનવામાં આવતી. જે મહિલાઓના નાકની ઉપર બંને તરફની ભ્રમર મળે છે તેવી મહિલાઓને પતિનું સુખ વધુ સમય સુધી નથી મળતું. આ વિધવાપણાંનો સંકેત છે.

Dharmik Duniya Team