સપ્તાહનો એક-એક દિવસ કોઇ દેવી દેવતાઓને સમર્પિત છે. એવી જ રીતે મંગળવાર હનુમાનજીનો દિવસ માનવામાં આવે છે. મંગળવારે હનુમાનજીની પૂજા અને ભક્તિનો વિશિષ્ટ દિવસ માનવામાં આવે છે. હનુમાનજીની ભક્તિ કરવાવાળાને બળ, બુદ્ધિ અને વિદ્યા પ્રાપ્ત થાય છે. ભૂત-આત્મા કોઇ ભક્તની નજીક આવી શકતુ નથી. હનુમાનજી જીવનના બધા જ ક્લેશ દૂર કરે છે અને ધનવાન બનાવે છે. શાસ્ત્રો અનુસાર આ અષ્ટ ચિરંજીવી છે.

આજ-કાલ જીવનમાં સૌ કોઇને આરામ વાળું જીવન જીવવું હોય છે. પરંતુ આરામદાયક જીવન જીવવા માટે ધનની આવશ્યકતા અનિવાર્ય છે. જેના માટે લોકો ઘણી મહેનત કરે છે. જો તમે ઇચ્છો તો કરોડોના માલિક બની શકો છો. સવારે ઉઠીને આ કામ કરવાથી તમારા જીવનમાં થોડા જ દિવસોમાં બદલાવ આવશે અને તમે આરામદાયક જીવન જીવશો.

તમને જણાવી દઇએ કે, સવારે ઉઠતા જ રામ ભક્ત હનુમાનનું નામ લો. પરંતુ નામ લેતા પહેલા તમારા મનને એકદમ પવિત્ર કરો. ત્યાર બાદ બજરંગબલીના 12 નામોનું બેઠા બેઠા સ્મરણ કરો. આનાથી તમારા જીવનમાં ચાલતા બધા જ સંકટ બધી જ મુશ્કેલીઓ ઓછી થશે.

બીજો ઉપાય જોઇએ તો, સવારે ઉઠીને સ્નાન કરીને પીપળના 11 પત્તા તોડવા અને ધ્યાન રાખવું કે આ પત્તા ખંડિત ન હોય. આ બધા જ પત્તા પર કંકુથી ભગવાન શ્રી રામનું નામ લખો. નામ લખતા સમય હનુમાન ચાલીસાનો પાઠ કરવો. ત્યાર બાદ આ પત્તાની એક માળા બનાવી હનુમાનજીના મંદિરે જઇ તેમને અર્પણ કરવી. મંગળવાર અને શનિવારે જો તમે ઉપાય કરો છો તો તમારા જીવનની બધી જ સમસ્યાઓ સમાપ્ત થઇ જશે.