ઇન્ટરનેટ ઉપર વાયરલ થઇ રહી છે લસણ ફોલવાની આ ધાંસુ ટ્રીક, તમે પણ વિડીયો જોઈને અજમાવી જુઓ

સ્વાદિષ્ટ ખાવાનું દરેકને પસંદ હોય છે. અને એમાં પણ ટેસ્ટ લાવવા માટે ઘરમાં મરી મસાલાનો ઉપયોગ થતો હોય છે. મોટાભાગના લોકો જમવામાં લસણ ખાવાનું પસંદ કરે છે, કારણ કે લસણ ખાવાના ઘણા ફાયદાઓ પણ છે.

પરંતુ લસણ ખાવાની જેટલી વધારે મઝા આવે છે એટલું જ તેને ફોલવાનો કંટાળો પણ આવતો હોય છે. ઘણા લોકો ઓનલાઇન યુટ્યુબના માધ્યમ દ્વારા સરળ રીતે લસણ ફોલવાની રીત પણ શોધતા હોય છે, પરંતુ વીડિયોમાં બતાવવામાં આવેલી રીત જ્યારે અસલમાં આપણે ઉપયોગમાં લઈએ ત્યારે કોઈ કામમાં આવતી નથી.

હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ લસણને ખુબ જ સરળતાથી ફોલતાં બતાવવામાં આવ્યું છે. આ ટ્રીક ઘણા લોકોને પસંદ પણ આવી છે, અને ઘણાએ આ રીત અપનાવી પણ જોઈ છે. આ મજેદાર વીડિયોને એક ટ્વીટર યુઝર્સે શેર કર્યો છે. જેની સાથે તેને કેપશનમાં લખ્યું છે. “Wot”, આ વીડિયોને અત્યાર સુધી હજારો લોકોએ જોઈ લીધો છે અને કેટલાય લોકોએ લાઈક પણ કર્યો છે.

વાયરલ વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ લસણનો ગાંગડો લઈને એક મોટા ચાકુની મદદથી તેના બે ભાગ કરી નાખે છે અને પછી તે ચાકુનો લસણના કપાયેલા ગાંગડા ઉપર મૂકે છે અને કોઈ જાદુની જેમ લસણની કળીઓ છુટ્ટી પડેલી જોઈ શકાય છે. તમે પણ આ વિડીયો જુઓ અને આ તકનીક આપનાવી જુઓ. રિઝલ્ટ શું આવે છે? કોમેન્ટ કરીને જણાવજો.

Dharmik Duniya Team