શુક્રનો સિંહ રાશિમાં પ્રવેશ, જાણો કંઈ રાશિને મળશે શુભ ફળ, કંઈ રાશિઓ માટે રહેશે મુશ્કેલ સમય

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક મનુષ્યના જીવનમાં શુક્ર ગ્રહની ભૂમિકા મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જનવી દઈએ કે, 28 સપ્ટેમ્બરથી શુક્ર કર્ક રાશિની યાત્રા સમાપ્ત કરીને સિંહ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. આ રાશિમાં તે 23 ઓક્ટોબર સુધી રહેશે. શુક્રની રાશિ પરિવર્તનને કારણે બધી રાશિઓ પર શુભ-અશુભ પ્રભાવ પડશે. આખરે શુક્રના આ રાશિ પરિવર્તનથી કંઈ રાશિઓને ખુશી આવશે અનેકંઈ રાશિઓને તકલીફનો સામનો કરવી પડી શકે છે ? આવો જાણીએ.
આવો જાણીએ શુક્રનું રાશિ પરિવર્તન કંઈ રાશિના લોકોને આપશે શુભ ફળ.

1.મિથુન રાશિ 

આ રાશિમાં શુક્ર ત્રીજા ભાવમાં ગોચર કરશે જેના કારણે તમને શુભ ફળની પ્રાપ્તિ થશે. તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થઇ શકે છે. તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણય ફાયદેમંદ સાબિત થઇ શકે છે. ભાઈ બહેન સાથે ચાલી રહેલા મતભેદો દૂર થઇ શકે છે. શુક્રના રાશિ પરિવર્તનથી બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. પ્રાઇવેટ નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે. સંતાન તરફથી ખુશખબરી મળી શકે છે. જેનાથી તમારું મન પ્રફુલ્લિત થઇ શકે છે.

2. કર્ક રાશિ

આ રાશિમાં શુક્ર ગ્રહ ધન ભાવમાં ગોચર કરશે. જેના કારણે તમને આર્થિક લાભ થવાની શક્યતા છે. તમારા રોકાયેલા પૈસા પાછા આવશે. ધન પ્રાપ્તિ થતા ઘણો લાભ થઇ શકે છે. સુખ-સુવિધાઓમાં વધારો થશે. મકાન-વાહન ખરીદવાનું સપનું પૂરું થઇ શકે છે. કોઈ નવા કામનું શરૂઆત થઇ શકે છે. જેનાથી ભવિષ્યમાં ફાયદો થવાનો યોગ બની રહ્યો છે. સામાજિક ક્ષેત્રમાં માન વધશે.

3.તુલા રાશિ

આ રાશિમાં શુક્ર ગ્રહ લાભ ભાવમાં ગોચર કરશે જેના કારણે તમને ઘણી જગ્યાએ લાભ થઇ શકે છે. કોઈ જુના રોકાણથી ફાયદો થશે. તમારા દ્વારા કરવામાં આવેલી મહેનત સફળ થશે. નોકરીમાં તમારો દબદબો રહશે. મોટા અધિકારી તમારા કામથી ખુશ થશે. કોર્ટ કચેરી મામલામાં ફેંસલો તમારા પક્ષમાં આવી શકે છે. ઘર-પરિવારમાં માહોલ ખુશનુમા રહેશે.

4. વૃશ્ચિક રાશિ

આ રાશિમાં શુક્ર ગ્રહ કર્મ ભાવમાં ગોચર કરશે. જેના કારણે તમારી વારસાઈ સંપત્તિમાંથી લાભ મળી શકે છે. નોકરી ક્ષેત્રમાં તમને માન-સમ્માન પ્રાપ્ત થશે. વેપારથી જોડાયેલા લોકોને લાભ થવાની સંભાવના છે. જમીન-મિલકત સંબંધિત મામલામાં સફળતા હાંસિલ થશે.

5.ધન રાશિ 
img class=”aligncenter size-full wp-image-561″ src=”https://dharmikduniya.com/wp-content/uploads/2020/09/7.auspicious-yog-get-good-results.png” alt=”” width=”300″ height=”300″ />
આ રાશિમાં શુક્ર ગ્રહ ભાગ્ય ભાવમાં ગોચર કરશે. જેના કારણે તમે ઉન્નતિના માર્ગ હાંસિલ કરી શકો છો. ધર્મ-કર્મમાં રુચિ વધશે. વિદેશ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે.તમે તમારા કામકાજમાં પૂરું ધ્યાન આપશું. પ્રભાવશાળી લોકોંની મદદથી સારો ફાયદો મળશે. આત્મવિશ્વાસ મજબૂત થશે.

6.કુંભ રાશિ

આ રાશિમાં શુક્ર ગ્રહ સાતમાં ભાવમાં ગોચર કરશે. જેના કારણે તમને સારો ફુંફો થવાની શક્યતા છે. વેપારથી જોડાયેલા લોકોને સહયોગથી લાભ પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. પરિણીત લોકોનું જીવન ખુશ રહેશે. સાસરાપક્ષથી શુભ સમાચાર મળી શકે છે.

આવો જાણીએ કેવો રહેશે બાકીની રાશિનો સમય 

1.મેષ રાશિ 

આ રાશિમાં શુક્ર ગ્રહ પાંચમાં ભાવમાં ગોચર કરશે જેના કારણે મધ્યમ ફળ આપશે. તમારા રોકાયેલા પૈસા તમને પરત મળી શકે છે. ઘર-પરિવારના સભ્યનો સહયોગ મળશે. સંતાન તરફથી ચિંતા રહેશે. તમારે સ્વાસ્થ્ય ઉપર ધ્યાન આપવું પડશે. વિધાર્થીઓએ ભણતર પર ધ્યાન દેવાની જરૂર છે.

2. વૃષભ રાશિ

આ રાશિમાં શુક્ર ગ્રહ ચોથા ભાવમાં ગોચર કરશે.જેના કારણે તમારે સાવધાની રાખવાની જરૂર છે. તમારે તમારી જરૂરી કાર્ય પર ધ્યાન દેવાની જરૂર છે. સંપત્તિથી જોડાયેલા કામ મામલે તમે ચિંતિત રહી શકો છો. આ દરમિયાન તમારે સંયમ અને ધૈર્ય રાખવાની જરૂર છે.

3.સિંહ રાશિ

આ રાશિમાં શુક્રનું ગોચર ઉતાર-ચડાવથી ભરપૂર રહેશે. તમારું મન કોઈ વાતને લઈને અશાંત રહી શકે છે. માનસિક ચિંતા વધવાને કારણે તમારે તમારું ધ્યાન કામમન કેન્દ્રિત કરવું કઠિન થઇ શકે છે. લગ્ન જીવન સામાન્ય રહેશે. તમારે તમારા વાણીને નિયંત્રનમાં રાખવાની જરૂર છે. અન્યથા કોઈ સાથે વાદ -વિવાદ થવાની શક્યતા છે. વિધાર્થીઓએ ભણવામાં ધ્યાન રાખવું પડશે.

4.કન્યા રાશિ

આ રાશિમાં શુક્ર ગ્રહ બારમા ભાવમાં ગોચર કરશે જેના કારણે તમારું સ્વાસ્થ્ય કથળી શકે છે. લેવડ-દેવડમાં સાવધાની રાખવાની જરૂર છે. આ રાશિના જાતકોએ કોઈને ઉછીના પૈસાના આપવા અન્યથા નુકસાન થઇ શકે છે. કોર્ટ-કચેરીમાં મિશ્ર પરિણામ જોવા મળશે.

5.મકર રાશિ


આ રાશિમાં શુક્ર ગ્રહ 8માં ભાવમાં ગોચર કરશે જેના કારણે સ્વાસ્થ્ય પર અસર થઇ શકે છે. સ્વાસ્થ્યને લઈને લાપરવાહીના રાખો. આર્થિક મામલામાં તમારે સમજદારીથી કામ લેવાની જરૂર છે. આવક પ્રમાણે ખર્ચ કરશો. પૈસાની લેવડ-દેવડથી બચો.

6.મીન રાશિ 

આ રાશિમાં શુક્ર ગ્રહ છઠા શત્રુ ભાવમાં ગોચર કરશે જેના કારણે ચિંતા વધી શકે છે. વધારે દેણાથી દૂર રહો અન્યથા તમારે તકલીફનો સામનો કરવો પડી શકે છે. કોઈ લોકો તમને હાનિ પહોંચાડવાની કોશિશ કરશે. કોઈ લાંબી યાત્રા પર જવાથી બચો.

Team Dharmik