મની પ્લાન્ટને લઈને ભૂલથી પણ ના કરો આ ભૂલ, થઇ શકે છે નુકસાન

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક છોડનું વિશેષ મહત્વ હોય છે. તેને ઘરમાં રાખવાથી સુખ-સમૃદ્ધિ આવે છે અને તેમાંથી એક છે મની પ્લાન્ટ. વધારે પડતા લોકો પોતાના ઘરે કે ઓફિસમાં મની પ્લાન્ટ લગાવતા હોય છે. તે ઘરની શોભા વધારવાની સાથે આરામથી લાગી પણ જાય છે. આ ઝાડને વધારે દેખ રેખ રાખવાની જરૂર નથી હોતી.

આ કોઈ પણ બોટલ કે કુંડામાં લાગી જાય છે. વાસ્તુ અનુસાર ઘરમાં ઝાડ કે છોડ લગાવવાથી સુખ સમૃદ્ધિ બની રહેતી હોય છે. ઘણા લોકો આર્થિક તંગીને દૂર કરવા માટે મની પ્લાન્ટ લગાવતા હોય છે. માનવામાં આવે છે કે આ છોડને ઘરે લગાવવાથી બરકત બની રહે છે. વાસ્તુ અનુસાર જાણો મની પ્લાન્ટ લગાવતા સમયે કઈ વાતોનો ધ્યાન રાખવું જોઈએ.

જો મની પ્લાન્ટથી શુભ ફળ મેળવવું છે તો તેના માટે જરૂરી છે કે તમે તેને સાચી દિશામાં રાખો. ઘણી વખત આપણે મની પ્લાન્ટને કોઈ પણ દિશામાં રાખી દેતા હોઈએ છીએ. વાસ્તુ શાસ્ત્રનું માનીએ તો મની પ્લાન્ટ લગાવવા માટે સૌથી સારી દિશા દક્ષિણ પૂર્વ છે. તેને આગયેયે કોણ પણ કહેવાય છે. આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘણો ફાયદો થાય છે.

મની પ્લાન્ટ લગાવતા સમયે એ વાતનું ખાસ ધ્યાન રાખો કે તેના પાંદળા ક્યારેય જમીન પર અડે નહિ. તેના માટે તમે મની પ્લાન્ટને વેલની કોઈ પણ દોરીથી ઉપરની તરફ લગાવી શકો છો. એવું માનવામાં આવે છે કે જો મની પ્લાન્ટના પત્તા જમીનને અડે છે તો ઘરમાં નેગીટીવ એનર્જી આવે છે.

મની પ્લાન્ટને ઘરની બહાર રાખ્યા કરતા ઘરની અંદર રાખવું જોઈએ આવું કરવાથી ઘરમાં પોઝિટિવ એનર્જી આવે છે. છોડને ઘરની અંદર એવી જગ્યાએ રાખો કે જ્યાં કોઈની સીધી નજર ના પડે. જો આ છોડને ઘરની બહાર લગાવવામાં આવે તો તેની પોઝિટિવ અસર જતી રહે છે અને તે સારું ફળ દેવાના બદલે નુકસાન કરવા લાગે છે.

ક્યારેય પણ ઘરમાં સુકાયેલો મની પ્લાન્ટ રાખવાની ભૂલ ના કરો. એવું કરવું ઘરમાં ગરીબીને બોલાવો આપવા જેવું છે. મની પ્લાન્ટથી તમને પુરે પૂરો ફાયદો મળે તેના માટે સુનિશ્ચિત કરી લો કે આ છોડની વેલ હંમેશા ઉપરની બાજુ હોવી જોઈએ. વેલની નીચેની તરફ લટકીને વધવું અશુભ હોય છે.

તમારા ઘરમાં લાગેલ મની પ્લાન્ટને ક્યારેય પણ બીજાને ગિફ્ટ આપવી જોઈએ નહિ. કેમકે એવું કરવાથી તમારા ઘરની લક્ષ્મી બીજાની જોડે જતી રહે છે જેના કારણે તમને શુભ ફળ નથી મળતું.

Team Dharmik