શું તમે પણ કરાવી રહ્યા છો દિવાળી પર રંગ, આ વાસ્તુ ટિપ્સની મદદથી લાવો સકારાત્મકતા

દિવાળીના પવન પર્વ આવવાનો છે જેની રાહ બધા ખુબ જ ઉત્સુકતાથી જોઈ રહ્યા છે. દિવાળીના આગળના દિવસોમાં ઘરની સફાઈ કરવામાં આવે છે અને પછી ઘરને સજાવવામાં આવે છે. જેથી ઘરમાં સકારાત્મકતા આવે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય. એવામાં ઘણા લોકો ઘરને સુંદર બનાવવા માટે ઘરમાં રંગ કરાવે છે. પરંતુ શું તમે જાણો છો વાસ્તુમાં ઘરને રંગ કરાવવાના કેટલાક નિયમ છે જેનું પાલન કરવામાં આવે તો ઘરમાં શુભતાનો વાસ થાય છે. તો ચાલો જાણીએ આ વાસ્તુ ના નિયમો વિશે.

કયો રંગ છે શુભ:
વાસ્તુ અનુસાર ઘરમાં પીળો અથવા સફેદ રંગ કરાવવો જોઈએ. આ રંગ આરામ , સકારાત્મક ઉર્જા સાથે સાથે રોશની આપે છે. તમારા ડ્રોઈંગ રૂમ, બેડરૂમ અને તમારી ઓફિસમાં પણ આ રંગ કરાવી શકો છે. કોશિશ કરો કે ઘરમાં હલકા રંગનો જ ઉપયોગ થાય.

આર્થિક સ્થિતિમાં આવશે સુધાર:

જો તમારી આર્થિક સ્થિતિ સારી નથી ચાલી રહી તો તમે તમારા બેડરૂમની ઉત્તર બાજુવાળી દીવાલ પર લીલો રંગ કરવો જોઈએ. વાસ્તુ આનુસાર લીલો રંગ પૈસાની તંગીને દૂર કરે છે.

પતિ-પત્નીનો પ્રેમ વધારવા:
વાસ્તુ અનુસાર કપલ્સે પોતાના બેડરૂમમાં લાલ રંગ કરવો જોઈએ. તેનાથી રાશિમાં આવતી સમસ્યા દૂર થાય છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.

બારી-બારણાં કેવા હોવા જોઈએ:

વાસ્તુ અનુસાર ઘરમાં બારી-બારણામાં ઘાટો રંગ કરવો જોઈએ. જો તમે ઈચ્છો તો ડાર્ક બ્રાઉન રંગ પસંદ કરી શકો છે. તેનાથી ઘરમાં સકારાત્મકતા બની રહે છે.

રસોડાની દીવાલ:
રસોડાની દીવાલ લાલ, કેસરી અથવા લાઈટ રંગ કરાવવાથી ઘરમાં બરકત આવે છે પરંતુ રસોડામાં ક્યારેય સફેદ રંગ ના કરવો જોઈએ. વાસ્તુ અનુસાર રસોડામાં સફેદ રંગ કરાવવો શુભ માનવામાં નથી આવતો.

હોલ અને બાથરૂમ:

ઘરના હોલ રૂમ બાથરૂમમાં પણ હલકા રંગ જ કરાવવા જોઈએ. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે.

ભૂલથી પણ ન કરવો આ રંગ:
વાસ્તુ અનુસાર ઘરની દીવાલો પર ક્યારેય ઘાટા રંગ, ખાસ કરીને કાળો રંગ ના કરવો જોઈએ. એ રંગ અગ્નિ ગ્રહો જેવા કે રાહુ, શનિ, મંગલ અને સૂર્યનું પ્રતિનિધિત્વ કરે છે, જેનાથી ઘરની સુખ-શાંતિ બગડે છે.

Team Dharmik