ઘરે રહેલી આ વસ્તુઓ બની શકે છે તમારી સફતાનું કારણ

દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને જીવનમાં અને પરિવારમાં ક્યારેય કોઈ તકલીફ ના આવે અને ઘરમાં કાયમ સુખ અને સમૃદ્ધિ આવે. તેથી દરેક વ્યક્તિ ખુબ જ કડી મહેનત કરે છે અને તેમને જીવનમાં સફળતા નથી મળતી અને તેમને જીવનમાં ખુબ જ તકલીફોનો સામનો કરવો પડે છે. એવામાં તમને મદદ રૂપ બની શકે છે ઘરમાં રાખેલી આ વસ્તુઓ. આ વસ્તુઓ ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરવામાં મદદ કરે છે. તો અમે તમને જણાવીએ કે એવી કઈ વસ્તુઓ છે કે જે ઘરે રાખવાથી તમારા જીવનમાં સફળતા આવ છે. તો ચલો જોઈએ આ વસ્તુઓને.

લાફિંગ બુદ્ધા:

ચીની ફેંગશુઈ વાસ્તુ અનુસાર ઘર, દુકાન અથવા ઓફિસમાં લાફિંગ બુદ્ધા રાખવું ખુબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી જીવનની બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને ઘર પરિવારમાં સુખ શાંતિ આવે છે. નોકરી અને કારોબારમાં બઢતી થાય છે. એવી માન્યતા છે કે હાથમાં પોટલી પકડેલ લાફિંગ બુદ્ધાની મૂર્તિ રાખવાથી ઘરમાંથી ક્યારેય ઘનનો અભાવ નથી થતો. કારોબારમાં આવતી તકલીફો દૂરે કરવા માટે હાથ ઉપર કરતા લાફિંગ બુદ્ધાનું મૂર્તિ ખુબ જ શુભ માનવામાં આવે છે.

એકની ઉપર એક ત્રણ કાચબા:

જે લોકો સંતાન મેળવવા માંગતા હોય તેમને પોતાના ઘરે એકની ઉપર એક એવા ત્રણ કાચબાની મૂર્તિ અથવા તસ્વીર રાખવી જોઈએ. તેનાથી ઘરમાં સભ્યોની સંખ્યા વધે છે. જીવનમાં સફળતા મળવાની સાથે સાથે આર્થિક સમસ્યાથી પણ છુટકારો મળી જાય છે. ફેંગશુઈ વાસ્તુ અનુસાર તેનાથી પૈસા વધારવામાં ખુબ જ શુભ માનવામાં આવે છે.

પતગીયું:

જે ઘરમાં લોકોને પૈસાને લગતી સમસ્યાનો સામનો કરવો પડતો હોય તેમને પોતના ઘરમાં અંદર આવતા પતંગિયાની તસ્વીર લગાવવી જોઈએ. પતગિયાને ધનના આગમન માટે શુભ પ્રતીક  માનવામાં આવે છે. આ તસ્વીર દીવાલ પર લગાવવાથી ઘનના આગમનની સાથે સાથે કામમાં સફળતા પણ મળે છે. આ ઉપરાંત નોકરી અથવા ધંધાથી જોડાયેલી સમસ્યાઓ પણ દુર થાય છે અને તમને નવી તક મળે છે.

હંસ:

તમે બધા જાણતા જ હશો કે હંસને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એવામાં ઘરે હંસોના જોડા રાખવાથી સુખ-શાંતિ આવવાની સાથે સાથે ધન આવવાનો યોગ પણ બને છે. શુભતાનું પ્રતીક માનવામાં આવતા હંસ જીવનમાં આવતી બધી તકલીફોને દૂર કરી સુખનું આગમન કરે છે. ઘરમાં ધનની સાથે સાથે સકારાત્મકઉર્જાનો વાસ પણ થાય છે. ઘરમાં બધા સભ્યો વચ્ચે એકતા વધે છે અને સાથે સાથે શાંતિ મળે છે. વસ્તુ અનુસાર હંસ ધનનું પ્રતીક માનવામાં આવે છે. અને તેને કારણે જે ઘરમાં રાખવામાં આવે ત્યાં આર્થિક લાભ થયા છે.

કબૂતર:

કાયમ લોકો ઘરને સજાવવા માટે કબુતરના જોડાની મૂર્તિ અથવા તસ્વીર લગાવે છે. પરંતુ તે ઘર સજાવવાની સાથે ઘરમાં શુભફળ પણ આપે છે. એવું કહેવામાં આવે છે કે ચાંચ જોડેલી જોડકાની મૂર્તિ બેડરૂમમાં રાખવાથી વિવાહિત લોકોના જીવનમાં મીઠાસ આવે છે. સંબંધોમાં મજબૂતી આવવાની સાથે ઘરમાં ચાલી રહેલા લડાઈ ઝઘડાથી છુટકારો મળે છે. આ ઉપરાંત ઉડતા કબુતરની તસ્વીર અથવા મૂર્તિ રાખવાથી ઘરના સભ્યો વચ્ચે એકતા વધે છે અને તેમની તરક્કીના નવા રસ્તા ખુલે છે. આ સાથે કબૂતર ઘનનો યોગ બનાવે છે.

Team Dharmik