ઘરમાં ન લગાવો આ છોડવા, નહિતર રૂઠી જશે માતા લક્ષ્મી, ઘરમાં આવશે દરિદ્રતા

ઘણા લોકો પોતાના ઘરને સજાવવા માટે અવનવા છોડવાઓ અને વૃક્ષો લગાવતા હોય છે. ઘરમાં છોડવા અને વૃક્ષો લગાવવાથી ઘર સુંદર તો દેખાય છે પણ તેની સાથે ઘરનું વાતાવરણ પણ શુદ્ધ રહે છે. વાસ્તુશાસ્ત્રમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઘરમાં જો તમે સારા છોડ-વૃક્ષો લગાવો તો ઘરમાં શુખ-શાંતિ આવે છે, અને જો અમુક એવા છોડ અથવા વૃક્ષ લગાવે તો ઘરમાં ઝઘડાઓ થાય છે અને પૈસા ટકતા નથી

વાસ્તુશાસ્ત્રમાં એવા છોડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેને તમારા ઘરે રાખવું બિલકુલ પણ શુભ માનવામાં નથી આવતું. તેથી તમે નીચે જણાવેલ વૃક્ષો અને છોડવાઓ તમારા ઘરમાં ન લગાવો અને જે લોકોના ઘરમાં આ છોડવાઓ અને વૃક્ષો ઘરમાં છે તો તેને તરત જ બહાર મૂકી દો

વાંસનું ઝાડ:

ઘરમાં ભૂલથી પણ વાંસનું ઝાડ ના રાખો. વાસ્તુશાસ્ર અનુસાર વાંસનું ઝાડ ઘરમાં રાખવાથી જીવનમાં તકલીફો આવે છે. હિન્દૂ ધર્મમાં વાંસના ઝાડને શુભ માનવામાં નથી આવતું અને તેને મૃત્યુના સમયે ઉપયોગ કરવામાં આવે છે. આ ઉપરાંત વાંસની લાકડીને સળગાવી પણ અશુભ માનવામાં આવ છે.

બોરનું ઝાડ:

બોરના ઝાડમાં કાંટા આવે છે અને વાસ્તુશાસ્ર અનુસાર ઘરમાં કોઈ પણ કાંટાવાળું ઝાડ કે છોડ લગાવવું ન જોઈએ. ઘરમાં બોરનું ઝાડ હોવાથી તેમને ઘન સંબંધિત નુકશાન થઇ શકે છે. તેથી તેમારા ઘરમાં બોરનું ઝાડ રાખવું ન જોઈએ.

ખજૂરનું ઝાડ:

ખજૂરનું ઝાડ પણ શુભ માનવામાં નથી આવતું. તેથી તેને તમારા ઘરે ન રાખો. વાસ્તુશાસ્ર અનુસાર જે ઘરમાં ખજૂરનું ઝાડ હોય છે ત્યાં લક્ષ્મી જી વાસ નથી કરતા. જે ઘર અથવા ઘરની આસપાસ આ ઝાડ હોય છે ત્યાં દરિદ્રતા આવે છે. આ ઉપરાંતઘરના સભ્યોની તબિયત પણ બગડે છે. આ ઝાડને ઘરમાં રાખવાની ભૂલ કયારે પણ ના કરવી જોઈએ.

કેક્ટસનો છોડ:

ઘરમાં કેક્ટસનો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે અને ઘરમાં આ છોડ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર જે ઘરમાં કેક્ટસનો છોડ હોય છે ત્યાં પૈસાનો દૂર ઉપયોગ થાય છે. જે લોકોના ઘર આ છોડ છે તે તરત જ તેને બહાર મૂકી દો.

આમલીનું ઝાડ:

જે લોકોના ઘર આમલીનું ઝાડ હોય છે તેમને ઘરે ક્યારેય બરકત નથી આવતી અને પરિવારના સભ્યોના જીવનમાં કાયમ તકલીફો આવે છે. એટલું જ નહીં તમારા સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આમલીના ઝાડને નેગેટિવ માનવામાં આવ છે. આ ઝાડને ભૂલથી પણ ઘરમાં ન રાખો.

પીપળાનું ઝાડ:

પીપળાના ઝાડની પૂજા કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે પણ તેને કયારેય ઘરમાં કે ઘરની આસપાસ ન વાવવો જોઈએ તે અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં ક્યારેય પીપળાની છાયા ન પાડવી જોઈએ. જો તમારા ઘરમાં આ ઝાડ છે તો તેને તરત જ નીકળી ને કોઈ સાફ જગ્યાએ અથવા મંદિરની આસપાસ કાયક વાવવો જોઈએ.

મરચાનો છોડ:

ઘરમાં મરચાનો છોડ ના રોપવો જોઈએ. ઘરમાં મરચાનો છોડ હોવાથી પરિવારના સદસ્યો વચ્ચે મતભેદ થયા છે અને ઘરમાં કાયમ  અશાંતિ રહે છે.  ઘર ઉપરાંત આંગળામાં પણ મરચાનો છોડ ન લગાવવો જોઈએ.

Team Dharmik