દૂધ જેવી રૂપાળી ત્વચા થઇ જશે, તુલસી છોડમાં આ વસ્તુઓ ઉમેરી બનાવો પેસ્ટ- એક વાર કરો ટ્રાય

હિન્દૂ ધર્મમાં તુલસીના છોડને પવિત્ર માનવામાં આવે છે. તુલસી ભગવાન વિષ્ણુને પણ અતિપ્રિય છે. તેથી જ આદિકાળથી તુલસીની પૂજા કરવાની પરંપરા ચાલે છે.

પરંતુ પૌરાણિક મહત્વથી જોઈએ તો તુલસીનો છોડ પવિત્ર હોવાની સાથે-સાથે ઔષધીય ગુણથી પણ ભરપૂર છે. તેથી જ પ્રાચીન કાળથી જ ઘણા રોગોનો ઉપચાર માટે તુલસીના પાનનો ઉપયોગ કરવામાં આવે છે.

તુલસીને ‘જડી બુટીઓની રાની’ અને જીવનનું અમૃત’ કહેવામાં આવે છે. તુલસીનો ઉપયોગ ભોજનથી લઈને દવા સુધીકરવામાં આવે છે. સલાડ અને ચટણીમાં તુલસીની ખુશ્બુ અને તેનો સ્વાદ દાઢે વળગી જાય છે.

કહેવામાં આવે છે કે, તુલસીના છોડની નજીક જાવવાથી કે ઘણા રોગો મટી જાય છે. તુલસી ઘણા રોગોનો રામબાણ ઈલાજ છે. જેવા કે, શ્વાસની બીમારી, મોઢાના રોગો, તાવ, ફેફસાની બીમારી. તુલસીના પાનથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થાય છે.

તો તુલસી ત્વચા માટે પણફાયદાકારક છે. આવો જાણીએ તુલસીના ઈલાજ વિષે 

તુલસીના પાનમાં એન્ટી-ઓક્સીડેંટ્સ હોય જે ત્વચાની અંદર રહેલા ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદરૂ થાય છે. તુલસીની પેસ્ટ મોઢા પર લગાવવાથી લોહીમાં રહેલી ગંદકી સાફ થાય છે. ચહેરામાં ચમક આવે છે.
જે લોકોના મોઢા પર ખીલ અથવા ડેગ ધબ્બા હોય તેના માટે તુલસી અકસીર ઈલાજ છે. તુલસીની પેસ્ટ દરરોજ લગાવવાથી ફાયદો થાય છે. તુલસીની પેસ્ટ બનાવવા માટે તુલસીના પાન પીસીને તેરમા લીંબુનો રસ ઉમેરી તે મિશ્રણને ચહેરા પર લગાવો. આ મિશ્રણ દિવસમાં ઓછામાં ઓછું 2 વાર લગાવવવાથી ચહેરા પર ચમક આવી જશે.

તુલસી આપણા મોઢા પર રહેલી ડ્રાયનેસને પણ દૂર કરી ત્વચાના ભેજને યથાવત રાખે છે. તુલસીના પાનને પીસીને તમે કાકડીના ટુકડાની પેસ્ટ બનાવ્યાબાદ મસાજ કરો. 10 થી 15 મિનિટ મસાજ કર્યા બાદ ચોખ્ખા પાણીથી મોઢું ધોઈ લો.

જે લોકોની ત્વચાનો રંગ શ્યામ છે તે લોકો દરરોજ તુલસીનો પ્રયોગ કરવાથી ફાયદાકારક રહે છે. સૌ પ્રથમ તુલસીના પાનને પીસી તેમાં એલ ચમચી ચોખાનો લોટ, એક ચમચી દહીં અને એક ચમચી લીંબુનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટને ત્વચા પર લગાવી દો. અડધા કલાક સુધી આ પેસ્ટને ત્વચા પર રાખ્યા બાદ ઠંડા પાણીથી ધોઈ લો.

જે લોકોને વારંવાર ત્વચા પર બળતરા થતી હોય કે ખંજવાળ આવતી હોય તો તુલસી તેના માટે રામબાણ ઈલાજ છે.

Duniya Dharmik