ત્રણ ગ્રહોના સંયોગથી બન્યો ત્રિગ્રહી યોગ, જાણો દરેક રાશિઓ પર તેની શુભ-અશુભ અસર

જ્યોતિષ શાસ્ત્રના અનુસાર ગ્રહોના લગાતાર થનારા બદલાવને લીધે શુભ કે અશુભ યોગનું નિર્માણ થાય છે, જેની અસર દરેક રાશિઓ પર પડે છે. એવામાં ચંદ્રમાનો સૂર્ય અને બુધ સાથે સંયોગ બની રહ્યો છે. આ ત્રણે ગ્રહ મળીને ત્રિગ્રહી યોગ બની રહ્યો છે. આવો તો જાણીએ કે આ યોગની અસર રાશિઓ પર કેવી થવાની છે.

1. મેષ: મેષ રાશિના લોકોને પોતાના કામકાજમાં ખુબ કઠિનાઈઓનો સામનો કરવો પડી શકે છે, જેને લીધે તમે ખુબ ચિંતિત રહેશો. તમારી આર્થિક સ્થિતિ કમજોર રહેશે. કોઈપણ પ્રકારનું નિવેશ કરવાથી બચો.

2. વૃષભ: વૃષભ રાશિના લોકોને લાભના ઘણા અવસરો મળશે. પારિવારિક વાતાવરણ ઉત્સવ જેવું શાનદાર રહેશે. રાજનીતિના ક્ષેત્રમાં જોડાયેલા લોકોને સફળતા મળી શકે તેમ છે. વિદ્યાર્થીઓનું અભ્યાસમાં મન લાગશે. તમારી યોજનાઓ યોગ્ય દિશામાં આગળ વધશે.

3. મિથુન રાશિ: મિથુન રાશિના લોકોને બિઝનેસમાં સારો ફાયદો મળશે. પરિવારના દરેક લોકો એક-બીજાનો પૂરો સહિયોગ કરશે. તમારું સ્વાસ્થ્ય પહેલા કરતા સુધરશે. વિદ્યાર્થીઓને શિક્ષકોનો આશીર્વાદ મળશે.

4. કર્ક: કર્ક રાશિના લોકોને અચાનક મહત્વપૂર્ણ સમાચાર મળવાના યોગ બની રહ્યા છે. કોર્ટ-કચેરીની બાબતમાં જીત તમારી થશે. સમાજમાં માન-સન્માન જળવાઈ રહેશે. કારોબારમાં તરક્કી થશે.આર્થીક સ્થિતિમાં સુધારો આવશે.બાળકોના તરફથી કોઈ સારા સમાચાર મળી શકે તેમ છે.

5. સિંહ: સિંહ રાશિના લોકોનો સમય મધ્યમ ફળ આપનારો રહેશે. કોઈ જગ્યાએ નિવેશ કરતા પહેલા અનુભવી લોકોની સલાહ ચોક્કસ લો. વિદ્યાર્થીઓને વધારે મહેનત કરવી પડશે.અચાનક ખર્ચામાં વધારો થશે.

6. કન્યા: કન્યા રાશિના લોકોનો સમય ખુબ સારો રહેશે. તમારી ઇચ્છાનુસાર દરેક કાર્યો પૂર્ણ થશે. પરિવારનું વાતાવરણ ખુશનુમા રહેશે. ઋતુ પરિવર્તનને લીધે તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. મોટા વડીલોનો આશીર્વાદ પ્રાપ્ત થશે.

7. તુલા: તુલા રાશિના લોકોને અટકેલા પહેલાના પૈસા પાછા મળી શકે છે. આર્થિક યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. બહારની ખાણી-પીણીથી તમારું સ્વાસ્થ્ય ખરાબ થઇ શકે છે. જીવનસાથી સાથે રોમાંચક સમય વિતાવી શકશો.

8. વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના લોકોનો સમય થોડો કઠિન રહેવાનો છે. કાર્યક્ષેત્રમાં સમસ્યાઓ આવી શકે છે.બિઝનેસ કરતા લોકોએ સંભાળીને રહેવાની જરૂર છે. કોર્ટ-કચેરીની બાબતોથી દૂર રહો. કોઈ મોટો નિણર્ય લેતા પહેલા તેના પર વિચારણા ચોક્કસ કરી લો.

9. ધનુ: ઘનું રાશિના લોકોએ પોતાના જીવનમાં આગળ વધવાના ઘણા મૌકાઓ મળી શકે તેમ છે. પ્રભાવશાળી લોકોની મદદ મળશે. પૈતૃક સંપત્તિ મળવાના પણ યોગ બની રહ્યા છે. ભાઈ-બહેનો સાથે સારા સંબંધો રહેશે.

10. મકર: મકર રાશિના લોકોને માનસિક સમસ્યાઓથી પસાર થવું પડશે. વિદ્યાર્થીઓની મહેનત સફળ રહેશે.માતા-પિતા સાથે વધુમાં વધુ સમય વીતાવી શકશો. ઈશ્વરની ભક્તિથી તમારી સમસ્યાઓ દૂર થશે અને મનને શાંતિ મળશે.

11. કુંભ: કુંભ રાશિના લોકોને પોતાની કારકિર્દીમાં ભારે સફળતા મળવાના યોગ બની રહ્યા છે. વિદેશ જવા માંગતા લોકોને વિદેશ જવાના અવસરો પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓનો સમય ખુબ સારો રહેશે. કોર્ટ-કચેરીની બાબતમાં જીત તમારી થશે.

12. મીન: મીન રાશિના લોકોએ નિવેશ કરવાની બાબતમાં સાવધાન રહેવાની જરૂર છે. બિનજરૂરી ખર્ચાઓ પર કાબુ રાખો. નોકરીની બાબતમાં તમારે ખુબ ભાગદૌડ કરવી પડી શકે છે. તમારું સ્વાસ્થ્ય કમજોર રહેશે.

Team Dharmik