શરીરના આ 5 અંગોને ક્યારેય સ્પર્શવા ન જોઈએ, કારણ જાણીને ચોંકી જશો

ઘણા લોકોને નવરા બેઠા બેઠા શરીરના અમુક અંગોને સ્પર્શ કરવાની આદત હોય છે, પણ શરીરમાં અમુક એવા અંગો છે જેને વારંવાર ક્યારેય પણ સ્પર્શવા જોઈએ નહિ.આ અંગોને કારણ વગર જ વારંવાર સ્પર્શવાની આદત તમને બીમાર બનાવી શકે છે અને ઘાતક પણ સાબિત થઇ શકે છે. આવો તો જાણીએ શરીરના આ અંગો વિશે.

1. નિતંબને સ્પર્શવા: રિસર્ચકર્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે ટોઇલેટ કે બાથરૂમ કર્યા પછી પોતાના નિતંબને ક્યારેય સ્પર્શવા જોઈએ નહિ. કેમ કે આ જગ્યા પર બેક્ટેરિયા હોય છે અને જો કોઈ કારણે સ્પર્શ કરવા પડે તો તરત જ હાથ ધોઈ લેવા જોઈએ. 2. ચેહરો: ચેહરાને ધોવાના સિવાય વારંવાર કારણ વગર સ્પર્શ કરવો જોઈએ નહિ.કેમ કે હાથની આંગળીઓ ખુબજ તૈલી હોય છે જેને લીધે ચેહરા પર હાથ લગાવવાથી ચેહરો પણ તૈલી બની શકે છે. આ સિવાય હાથના બેક્ટેરિયા પણ ચેહરા પર લાગી જાય છે અને ખીલ થવાની પણ સમસ્યા રહે છે.

3. કાનમાં આંગળી નાખવી: મોટાભાગે લોકો નવરા બેઠા કાન સાફ કરતા રહેતા હોય છે, કાનમાં ખંજવાળ આવવા પર લોકો આંગળી નાખીને સાફ કરતા રહે છે. પણ તે ખુબ જ ખતરનાક છે કેમ કે કાનમા આંગળી નાખવાથી તેની કેનાલ પર અસર પડે છે અને બેક્ટેરિયા પણ લાગી જાય છે.

4. આંખોને મસળવી: લોકો પોતાની આંખોને મસળતા રહે છે, જણાવી દઈએ કે આંખો સૌથી વધારે સેન્સિટિવ હોય છે અને ખુબ જ જલ્દી ઇન્ફેક્શન પકડી લે છે. હાથ અને નખન કીટાણુઓ આંખોમાં સરળતાથી ચાલ્યા જાય છે જે આંખ માટે ખુબ નુકસાન દાયક છે. 5. નાકમાં આંગળી નાખવી: કાનની જેમ લોકો નાક પણ સાફ કરતા રહેતા હોય છે, પણ એવું નથી વિચારતા કે જેનાથી તે ગંદકી સાફ કરી રહ્યા છે તે વધારે ગંદકીને ફેલાવી રહ્યા છે. હાથના કીટાણું નાકમાં જવાથી ફન્ગલ ઇન્ફેક્શન થઇ શકે છે.

Team Dharmik