રાત્રે સુતા પહેલા ઘરમાં જ કરી લો આ ઉપાય, જીવનમાં ક્યારેય નહિ સર્જાય પૈસાની તંગી, આજથી જ કરી દો ચાલુ

રાત્રે સુતા પહેલા કરી લો ફક્ત આટલું કામ, લક્ષ્મી માતા થઇ જશે પ્રસન્ન, ઘરમાં આવશે અપાર સંપત્તિ

મોટાભગના લોકોના જીવનમાં એક સમસ્યા કાયમ રહેતી હોય છે અને એ છે પૈસાની તંગી. આર્થિક સંકળામણમાં મોટાભાગના લોકો જીવે છે, આજાન સમયમાં તમે ગમે તેટલું કમાઓ ઓછું જ લાગતું હોય છે ત્યારે આ તંગીને દૂર કરવા માટે શું કરવું કઈ સમજાતું નથી. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પાસે ઘણા બધા એવા ઉપાયો છે જેના દ્વારા તમે જીવનમાં આવી પડેલી પૈસાની તંગીને દૂર કરી શકો છો. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, વ્યક્તિએ રાત્રે સૂતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. જો આ નિયમોનું પાલન કરવામાં ન આવે તો પૈસાની સમસ્યા શરૂ થાય છે.

1. પગને સારી રીતે ધોવા:
રાત્રે સૂતા પહેલા તમારા પગને સારી રીતે ધોઈ લો, પછી તેને સ્વચ્છ કપડાથી લૂછીને સૂઈ જાઓ. ગંદા પગ અને ભીના પગ સાથે પથારીમાં જવાથી આર્થિક સંકટ જેવી સમસ્યાઓ થઈ શકે છે.

2. કપડાં બદલીને સૂવું:
રાત્રે સૂતી વખતે અન્ય કપડાં પહેરો. એટલે કે, તમે દિવસ દરમિયાન જે કપડાં પહેરો છો તે સૂતી વખતે ન પહેરવા જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે કપડા વગર અથવા નગ્ન થઈને પણ ન સૂવું. આવું કરવાથી માતા લક્ષ્મીનો વાસ નથી થતો.

3. લાઈટ બંધ કરીને ના સૂવું:
લોકો ઘણીવાર રાત્રે સૂતા પહેલા લાઇટ બંધ કરી દે છે. જો રાત્રે ઘરમાં સંપૂર્ણ અંધકાર હોય તો માતા લક્ષ્મી ઘરની બહાર નીકળી જાય છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા ક્યારેય પણ તમામ લાઇટ બંધ ન કરો. જો શક્ય હોય તો કોઈ જગ્યાની લાઈટ ચાલુ રાખો.

4. રાત્રે હિસાબ-કિતાબ ના કરવો:
રાત્રે સૂતા પહેલા ક્યારેય પૈસાનો હિસાબ કિતાબ ના કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે રાત્રે પૈસાની ગણતરી કરવાથી ધનની હાનિ થાય છે. માતા લક્ષ્મી પણ ગુસ્સે થઈને ઘરની બહાર નીકળી જાય છે.

5. દૂધનું વાસણ ખુલ્લુ ના રાખવું:
શાસ્ત્રોમાં દૂધને સમૃદ્ધિની નિશાની માનવામાં આવે છે. આવી સ્થિતિમાં રાત્રે સૂતા પહેલા ધ્યાન રાખો કે દૂધના વાસણને ક્યારેય ખુલ્લું ન રાખો. દૂધના વાસણને હંમેશા ઢાંકીને રાખવું જોઈએ. આમ કરવામાં નિષ્ફળતા ધનની ખોટ તરફ દોરી જાય છે.

Dharmik Duniya Team