ઘરમાં નથી ટકી શક્તા પૈસા તો આજે જ કરો આ ઉપાય, વરસશે માતા લક્ષ્મીની કૃપા

આયુર્વેદ શાસ્ત્રમાં જે રીતે દરેક બીમારીઓનું નિવારણ જણાવવામાં આવેલું છે તેવી જ રીતે તંત્રશાસ્ત્રમાં પણ ધનને લગતા ઘણા ઉકેલ જણાવવામાં આવ્યા છે. જો તમારા ઘરમાં પણ પૈસા ટકતા નથી તો શાસ્ત્રના આધારે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં પણ સુખ સમૃદ્ધિનું આગમન થશે.

1. આ ઉપાયથી આવશે સુખ-સમૃદ્ધિ:
જો તમે પણ સુખ સમૃદ્ધિ મેળવવા માંગો છો તો આંકાડાનું મૂળ તાવીજમાં બાંધીને ગળામાં પહેરી લો. ધ્યાન રાખો કે તાવીજ આર્દ્રા નક્ષત્રમાં જ ધારણ કરવાની રહેશે. આ સિવાય પુષ્પ નક્ષત્રમાં શંખપુષ્પી લાવીને તેને એક ચાંદીની ડબ્બીમાં રાખીને તિજોરીમાં મૂકી દો. એવું કરવાથી તમારી આવકમાં ખુબ વધારો થશે અને ઘરમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે. તમારા ઘરમાં પણ અન્નનો ભંડાર હંમેશા ભર્યો રહે તેના માટે વડલાના ઝાડનું પાન લઇને તમારા અન્નના ભંડારમાં રાખી દો, તેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ અન્નની ખામી નહીં આવે.

2. આ ઉપાયથી સાંપના ડરથી મળશે છુટકારો:
જો તમને પણ સાંપનો ડર વારંવાર હેરાન કરતો હોય તો અશ્લેષા નક્ષત્રમાં ધતુરાનું મૂળ લાવીને રાખી દો, તેનાથી ઘરમાં ક્યારેય સાંપ નહીં આવે અને તમારો ડર પણ દૂર થઇ જશે.

3. બાળકોને ખરાબ નજરથી દૂર રાખવા:
જો બાળકને ખરાબ નજર લાગી ગઈ હોય તો તેના માટે પૂર્વા નક્ષત્રમાં હંસપાન લઈને ઘરમાં રાખી દો. આ સિવાય ચંપાના ઝાડનું મૂળ લઈને પણ બાળકને ગળામાં બાંધી શકાય છે. આ ઉપાય તમારે હસ્ત નક્ષત્ર માં જ કરવાનો રહેશે. આવું કરવાથી તમારા બાળકને રાહત મળશે.

4. આ ઉપાયથી શત્રુ બની જશે મિત્ર:
જો તમારા શત્રુઓનું લિસ્ટ વધતું જઈ રહ્યું છે તો અનુરાધા નક્ષત્રમાં ચમેલીના મૂળ ગળામાં બાંધી લો. માનવામાં આવે છે કે તેનાથી શત્રુઓ પણ તમારા તરફ આકર્ષિત થઇ જશે અને મિત્ર બની જશે.

Team Dharmik