કરોડપતિ બનવા માટે આજે રાશિ અનુસાર કરો આ ઉપાય

આજના દિવસે તમે શનિદેવને પ્રસન્ન કરીને તેની કૃપા મળેવી શકો છો. શનિદેવના પ્રસન્ન થવાથી તમને તેના આશિર્વાદ પ્રાપ્ત થશે અને જીવનના તમામ દુઃખનો અંત આવશે. અલગ અલગ રાશિના આધારે અલગ અલગ ઉપાયો જણાવવામાં આવેલા છે જેના દ્વારા શનિદેવીની કૃપા  મેળવી શકાય છે આવો તો જાણીએ આ ઉપાયો વિશે.

1. મેષ:
પરિવારની ખુશીઓ માટે તમે 250 ગ્રામ ખજૂર ખરીદીને બે ખજરુ પોતે જ ખાઈ લો અને બાકી રહેલો ખજૂર લુહાર કે સુથારને ખવડાવવાથી શનિદેવ તમારા પર પ્રસન્ન થાય છે .

2. વૃષભ:
વૃષભ રાશિના લોકોએ આજના દિવસે શનિ મંદરીમાં જઈને ગોળનું દાન કરવું જોઈએ. જેનાથી તમારા પર શનિદેવની કૃપા વરસશે.

3. મિથુન:
જીવનની સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે મિથુન રાશિના લોકોએ આજના દિવસે કાળા રંગના કૂતરાને રોટલી ખવડાવવી જોઈએ.

4. કર્ક:
કર્ક રાશિના લોકોએ કારોબારમાં તરક્કી મેળવવા માટે આજના દિવસે કાળા રંગનું કપડું ખરીદીને તમારા પિતાના ભાઈને ભેટ સ્વરૂપે આપો અને તેનો આશીર્વાદ પણ લો.

5. સિંહ:
ભય અને કષ્ટથી છુટકારો મેળવવા માટે સિંહ રાશિના લોકોએ આજના દિવસે સવારે સ્નાન કરીને શ્રી ભૈરવ દેવને જલેબીનો ભોગ ચઢાવવો જોઈએ. અને જો નજીકમાં ભૈરવદેવનું મંદિર ન હોય તો તમારા ઘરના પૂજા સ્થાન પર બેસીને ભૈરવદેવનું ધ્યાન કરો અને જલેબીનો ભોગ ચઢાવો.

6. કન્યા:
કોર્ટ કચેરીની બાબતોથી છુટકારો મેળવવા માટે આજના દિવસે શનિદેવના મૂલમંત્રનો જાપ કરો. મંત્ર- ॐ प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम:।

7. તુલા:
જીવનસાથી સાથેનો સંબંધ મજબૂત બનાવવા માટે આ રાશિના લોકોએ આજના દિવસે ચામડાની બનેલી કોઈપણ વસ્તુ ખરીદીને તેના પર જીવનસાથીના હાથથી સ્પર્શ કરાવીને આ વસ્તુ કોઈપણ મોચીને દાનમાં આપી દો.

8. વૃશ્ચિક:
વ્યાપાર ક્ષેત્રમાં તરક્કી કરવા માટે કે વ્યાપારમાં લાગેલી ખરાબ નજરને દૂર કરવા માટે આ રાશિએ આજના દિવસે એક મુઠ્ઠી અડદની દાળ લઈને પોતાના ઉપર સાત વાર ફેરવો અને પછી દાળને લીમડાના ઝાડની પાસે જમીનમાં દાંટી દો.

9. ધનુ:
ઘરમાં સુખ સમૃદ્ધિ મેળવવા માટે આ રાશિના લોકોએ શનિદેવના મંત્રનો જાપ કરવો જોઈએ.
મંત્ર- ॐ शं शनैश्चराय नम:

10. મકર:
ઘરમાં સકારાત્મક ઉર્જા બનાવી રાખવા માટે આ રાશિએ આજના દિવસે એક કિલો કાળું મીઠું લઈને શનિદેવનું ધ્યાન ધરતા તેને પાણીમાં પ્રવાહિત કરી દો.

11. કુંભ:
સરકારી લેવળ દેવળથી બહાર નીકળવા માટે એક કાળો કોલસો લઈને આજના દિવસે પાણીમાં પ્રવાહિત કરી દો. સાંજના સમયે તમારા ઘરની બહાર રાઈના તેલનો દીવો પ્રગટાવો.

12. મીન:
ભવિષ્યમાં તરક્કી કરવા માટે આ રાશિના લોકોએ આજના દિવસે લીમડાના ઝાડની સામે હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ અને પાણી પણ ચઢાવવું જોઈએ.

Team Dharmik