કિસ્મત ચમકાવી દેશે આ 3 માંથી 1 ઉપાય, 7 જ દિવસમાં મળશે ધારેલું પરિણામ

નસીબ ચમકાવવા છે? તો કરો આ 3 માંથી કોઈ પણ એક ઉપાય, જાદુઈ પરિણામ મળશે

ઘણા લોકો તનતોડ મહેનત કરતા હોય છે તે છતાં પણ તેમને ધારી સફળતા નથી મળતી, ઘણી જગ્યા જેટલી મહેનતથી કામ કરતા હોય છે પરંતુ તેનું વળતર તેમને નથી મળતું, ત્યારે લોકો કિસ્મતને દોષ આપતા હોય છે. પરંતુ જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો સૂચવવામાં આવ્યા છે જે તમારા જીવનમાં ધાર્યા પરિણામ લાવી શકે છે. આજે અમે તમને એવા જ 3 ઉપાયો જણાવીશું જેમાંથી કોઈપણ એક ઉપાય કરવાનો તમે શરૂ કરશો તો તમને ધારી સફળતા પ્રાપ્ત થશે.

1. તિજોરીમાં આ વસ્તુ સાથે ના રાખો:
મોટાભાગે આપણે તિજોરીની અંદર ધનની સાથે સાથે જરૂરી કાગળિયા પણ રાખતા હોઈએ છીએ, પરંતુ કોર્ટ કચેરી અને જમીન જાયદાત સાથે જોડાયેલા કાગળિયાને ધનની સાથે ક્યારેય ના રાખવા. તેનાથી ધનની હાનિ થાય છે. બંનેને અલગ અલગ રાખવા. તો દાગીનાં અને ઘરેણાંને લાલ વસ્ત્રમાં બાંધીને મુકવા.

2. પીપળાના પાનનો ઉપાય:
તમારી તિજોરીમાં પણ ધન ભરેલું રહે તેના માટે તમારે શનિવાર દિવસે એક પીપળાનું પાન લાવી તેને બરાબર ધોઈ લેવું. ત્યારબાદ સ્વચ્છ કપડાથી સાફ કરીને તેના ઉપર ઘી અને લાલ સિંદૂરથી ૐ લખવો. ત્યારબાદ તેને તિજોરીમાં મૂકી દેવું. આવું સતત પાંચ શનિવાર કરવાથી તિજોરીમાં ધનની વૃદ્ધિ થાય છે.

3. ભોજપત્રનો ઉપાય:
ખંડિત ના હોય તેવું એક ભોજપત્ર લઈને તેના ઉપર મોરપીંછ અને ચંદનની મદદથી શ્રી લખવું, આ ભોજપત્રને પછી તિજોરીની અંદર સ્થાપિત કરી દેવું, થોડા જ દિવસમાં તમને ધન પ્રાપ્ત થશે, આ ઉપરાંત ગણેશજીની પૂજામાં વપરાતી સોપારીને પણ એક સિક્કાની ઉપર રાખી તિજોરીમાં મુકવાથી ધન લાભ થાય છે.

Dharmik Duniya Team