કરોડો રૂપિયાની મૂર્તિઓ ચોરી કર્યા બાદ ચોરોની થઇ આવી હાલત, એવો પરચો બતાવ્યો કે ચોરી કરેલી અષ્ટધાતુની 14 મૂર્તિઓ પાછી આપી ગયા

‘અમે સૂઇ શકતા નથી…ડરામણા સપના આવે છે’ આવું લખી ચોરોએ મંદિરમાંથી ચોરી કરેલી ભગવાનની મૂર્તિ પરત કરી છે.આ ઘટના છે ઉત્તરપ્રદેશના ચિત્રકુટ જિલ્લાના તરુહા ગામની..ત્યાં સ્થિત 300 વર્ષ જૂના બાલાજી મંદિરના એક પૂજારી અનુસાર 9 મેના રોજ મંદિરમાંથી 14 મૂર્તિઓની ચોરી થઈ હતી. તેમની કિંમત કરોડોમાં જણાવવામાં આવી રહી છે. માહિતી આપતા પોલીસે જણાવ્યું કે, 16 મે, એટલે કે 7 દિવસ પછી સોમવારે ચોરોએ 12 મૂર્તિઓ પરત કરી. આ સાથે એક પત્ર પણ મળ્યો. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ ચોરોએ પત્રમાં પોતાની ભૂલ કબૂલ કરી અને માફી માંગી.

પોલીસના જણાવ્યા અનુસાર, ચોરોએ પત્રમાં લખ્યું- ‘જ્યારથી અમે ચોરી કરી છે ત્યારથી અમને ખરાબ સપના આવી રહ્યા છે. શાંતિથી સૂઈ શકતા નથી. ખાઈ શકતા નથી જીવી શકતા નથી, અમે ડરામણા સપનાઓથી કંટાળી ગયા છીએ અને તમારી અમાનત પરત કરી રહ્યા છીએ.’ સરદાર કોતવાલી કારવીના સ્ટેશન હાઉસ ઓફિસરે પીટીઆઈને કહ્યું- ‘મહંત રામબાલાકે અજાણ્યા ચોરો વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી.

જે બાદ ચોરાયેલી 16 મૂર્તિઓમાંથી 14 મૂર્તિઓ મહંત રામબાલકના ઘર પાસે એક બોરીની અંદર ટોપલીમાંથી મળી આવી હતી. તાળા તોડીને ચોરોએ અષ્ટધાતુની 5 કિલોની મૂર્તિ, 10 કિલોની 3 તાંબાની મૂર્તિની ચોરી કરી હતી. પિત્તળથી બનેલી 15 કિલોની ચાર મૂર્તિઓ અને ચાંદીના આભૂષણો ચોરી ગયા હતા. જેને લઇને આઈપીસીની કલમ 380 હેઠળ અજાણ્યા ચોરો વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવી હતી. અહેવાલ છે કે મહંતે તમામ મૂર્તિઓ કોતવાલીમાં જમા કરાવી દીધી છે.

એક અઠવાડિયા પછી, માણિકપુર શહેરના મહાવીર નગર વોર્ડમાં સ્થિત મહંત રામ બાલક દાસના ઘરની બહારથી ચોરાયેલી મૂર્તિઓ સાથે એક પત્ર મળી આવ્યો હતો. આ પછી મહંતે મૂર્તિઓ પોલીસને સોંપી દીધી. હાલમાં અષ્ટધાતુની કિંમતી મૂર્તિઓ હજુ પણ પહોંચની બહાર છે. મહંત રામ બાલક દાસે જણાવ્યું કે સવારે જ્યારે તેઓ ગાયોને ચારો અને પાણી આપવા નીકળ્યા તો તેમને ત્યાં એક પત્ર પડેલો જોવા મળ્યો. તેમાં મૂર્તિઓનો પણ ઉલ્લેખ હતો.

પત્રમાં લખવામાં આવ્યું હતું કે, ‘મૂર્તિ ચોર્યા બાદ તે ઉંઘી શકતા નથી અને તેમને ડરામણા સપના આવે છે. એટલા માટે મૂર્તિઓ પરત કરવામાં આવી રહી છે અને તમારે ફરીથી મંદિરમાં મૂર્તિઓ સ્થાપિત કરવી જોઈએ. પત્ર વાંચીને મહંતે મૂર્તિઓની શોધ કરી અને ઘરની બહાર ટોપલીની નીચે રાખેલી કોથળીમાંથી મૂર્તિઓ મળી. તેઓને પિત્તળ અને તાંબાની 12 મૂર્તિઓ મળી. પરંતુ અષ્ટ ધાતુની બે મૂર્તિઓ મળી ન હતી. મતેણે કોતવાલી પોલીસને જાણ કરી અને પોલીસ હેડક્વાર્ટર પહોંચ્યા પછી મૂર્તિઓ પાછી પોલીસને સોંપી.

Team Dharmik