સોમવારે કરવામાં આવેલા આ ઉપયો આપશે મનગમતું ફળ અપાવશે, ભોલે ભંડારી થશે પ્રસન્ન 

તમે બંધ જાણતા જ હશો કે સોમવારનો દિવસ મહદેવનો દિવસ કહેવામાં આવે છે અને આ દિવસે લોકો મહાદેવને પ્રસન્ન કરવા માટે મહાદેવની આરાધના કરે છે અને શિવલિંગ પર પાણી ચડાવે છે. જેથી તેમની બધી મનોકામના પુરી થાય અને જીવનમાં ખુશીઓ આવે. તો મિત્ર આજે અમે તેમને એવા કેટલાક ઉયપયો જણાવવા જોઈએ રહ્યા છીએ કે જેના ઉપયોગથી તમે મહાદેવના પ્રસન્ન કરી શકશો એન તમને મનગમતું ફળ પણ પ્રાપ્ત થશે.

તો ચાલો જાણીએ આ ઉપતો વિષે

શિવનો અભિષેક:

જ્યોતિશાસ્ત્ર અનુસાર જો તમે કોઈ માનસિક તનાવથી પ્રસાર થઇ રહ્યા છો તો સોમવારે શિવ ભગવાનને ખાંડવાળું દૂધ વડે શિવલિંગ અભિષેક કરવું જોઈએ, એવી માન્યતા છે એવું કરવાથી માનસિક તનાવ દૂર થાય છે, અને સાથે સાથે દિમાગ પણ તેજ થાય છે અને જ્ઞાનની પ્રાપ્તિ પણ થાય છે. શિવ અભિષેક કરવાથી બે ગણી તરક્કી થાય છે.

રોગોનો નાશ:

જો કોઈ વ્યક્તિ બીમારીથી પીડાતો હોય તો તેને સોમવારે ભગવાન શિવને પંચામૃતથી અભિષેક કરાવવો જોઈએ. એવું કરવાથી ભોલેનાથની કૃપાથી બધા જ રોગોનો નાશ થાય છે. આ ઉપરાંત સોમવારના દિવસે ભગવાન શિવના ‘દરિદ્રદહન શિવ સ્તોત્ર’ના પાઠ કરવાથી તમને આર્થિક લાભ પણ થાય છે.

અકારણ ભયનો નાશ:

જો કોઈ વ્યક્તિને અકારણ જ ભય લાગે છે તો તેમને સોમવારના દિવસે ઉત્તર દિશા તરફ મોઢું કરીને ભગવાન શિવના ‘શિવ રક્ષા સ્તોત્ર’ન પાઠ કરવા જોઈએ એવું કરવાથી તમારામાં આત્મવિશ્વાસ વધે છે અને સાથે સાથે વ્યક્તિના મનમાં ઘર કરી ગયેલા દરેક પ્રકારના ભયને દૂર કરે છે.

ઘનને લગતી સમસ્યાઓ:

જો તમારું જીવન આર્થિક સમસ્યાઓમાં ઘેરાયેલું હોય તો સોમવારે તમરે વિધિ વત ભગવાન શિવજીની પૂજા કરવી. તેના પછી તમારે ભગવાન શિવના ‘શિવ તાંડવ સ્તોત્ર’ નો પાઠ કરવો એવું કરવાથી ઘનને લગતી બધી જ સમસ્યાઓ ભાગી જશે અને તમને અચાનક ધનલાભ થવાનો યોગ બનશે.

ચંદ્રને મજબૂત કરવા:

જયોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોની કુંડળીમાં ચંદ્ર નબળો હોય તેમને સોમવારે ચંદ્રદેવના  ‘ચંદ્રશેખર સ્તોત્ર’નો પાઠ કરવા જોઈએ એવું કરવાથી તમારો ચંદ્ર મજબૂત થાય છે. આ ઉપરાંત સોમવારે રામાયણનો ‘અયોધ્યાકાંડ’ના પાઠ કરવા જોઈએ. તેનાથી પણ ચંદ્ર મજબૂત થાય છે અને તમારી આવકમાં વધારો થાય છે.

Team Dharmik