બોલીવુડની આ 5 એક્ટ્રેસ છે શુદ્ધ શાકાહારી, માંસ જોવું પણ પસંદ નથી

આજે બૉલીવુડ સિતારાઓ નોનવેજ છોડીને વેજિટેરિયન તરફ વળી ગયા છે. આખરે એવું તે શું કારણ છે કે બૉલીવુડ સિતારાઓ શાકાહારી બની ગયા છે. કેટલાક લોકોએ આરોગ્ય અને તંદુરસ્તીને લીધે શાકાહારી બનવાનું નક્કી કર્યું છે.કેટલાકએ પ્રાણીઓના પ્રેમને લીધે નોન વેજ છોડી દીધું છે.

1.જેકલીન ફર્નાડીઝ

એક્ટ્રેસ જેક્લીન પણ પ્રાણીઓ પરની હિંસાની વિરુદ્ધ છે, તેથી તેણે માત્ર નોન-વેજ જ નહીં, પણ ડેરી ઉત્પાદનો અને ઇંડા ખાવાનું બંધ કરી દીધું હતું. જેકલીને તેનુંફિટનેસનું રાજ શાકાહારીને જણાવે છે. 2014 માં પેટા દ્વારા તેણીને વુમન ઓફ ધ યરનો એવોર્ડ પણ મળ્યો હતો.ફિટ અને હેલ્થી રહેવા માટે જેકલીન યોગા પણ કરે છે.

2.કરીના કપૂર ખાન

બોલિવૂડની સૌથી ગ્લેમરસ એક્ટ્રેસ કરીના કપૂર પણ શાકાહારી છે. કરીના પંજાબી કુટુંબની છે અને કપૂર પરિવારને કારણે છે. પરંતુ તે પ્રાણી સુરક્ષામાં વિશ્વાસ કરે છે, તેથી તે શાકાહારી બની ગઈ. એક મુલાકાતમાં કરિનાએ કહ્યું હતું કે તેણે વર્ષો પહેલા નોન-વેજ ફૂડ છોડી દીધું હતું, કારણ કે તેણી માને છે કે શાકાહારી હોવું માંસાહારી કરતાં આરોગ્યપ્રદ છે. કરીનાને દાળ, રોટલી, શાકભાજી, ચોખા જેવા સાદા અને ઘરેલું ખોરાક પસંદ છે. કરીનાને દાળ, રોટલી, શાકભાજી, ચોખા જેવા સાદા અને ઘરેલું ખોરાક પસંદ છે. એક બાળકની માતા હોવા છતાં પણ કરીના પહેલા જેવી જ Sxyy અને સ્લિમ છે.

3.આલિયા ભટ્ટ

બોલિવૂડની ક્યૂટ અને સૌથી યુવા એક્ટ્રેસ આલિયા ભટ્ટે ટુંક સમયમાં ઇન્ડસ્ટ્રીમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. પરંતુ શું તમે જાણો છો કે તે સંપૂર્ણ શાકાહારી બની ગઈ છે અને તેણે ઘણા સમયથી માંસાહારી ભોજન છોડી દીધું છે. એવું કહેવામાં આવે છે કે તેણે ગરમીને કારણે નોનવેઝને છોડવાનું નક્કી કર્યું હતું.આલિયાએ જણાવ્યું હતું કે, શાકાહારી બનવાની પ્રેરણા તે તેના પિતા મહેશ ભટ્ટને આપે છે. આલિયાએ બોલીવુડમાં ‘ સ્ટુડન્ટ ઓફ ધ યર’થી ડેબ્યુ કર્યું હતું. આજે તે અલગ જ મુકામ પર પહોંચી ગઈ છે.

4.કંગના રનૌત

બોલિવુડ ક્વીન અને હંમેશા નિવેદનને લઈને ચર્ચામાં રહેનારી કંગના રનૌત પણ વેજ ખાય છે. કંગના માંસાહારી ખોરાકનું સેવન કરતી નથી.જણાવી દઈએ કંગના પહેલાથી જ વેજિટેરિયનના હતી. કંગના ભગવાનમાં ખૂબ જ વિશ્વાસ રાખે છે. તે ખૂબ પૂજા પાઠ કરે છે. તેથી તે નોન-વેજ ખાતી નથી.કંગના એરનું બોડી ફિટ રાખે છે. કંગનાનું Sxyy અને સ્લિમ બોડીથી કરોડો ફેન્સને તેના દીવાના બનાવ્યા છે.

5. અનુષ્કા શર્મા

અનુષ્કા શર્માએ ફિલ્મ ‘રબ ને બના દી જોડી’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યા બાદ ક્યારે પણ પાછળ વળીને જોયું નથી. અનુષ્કા શર્મા શાકાહારી છે. અનુષ્કાને PETA તરફથી પર્સન ઓફ ધ યરનો ખિતાબ પણ મળ્યો હતો. કારણ કે તે શુદ્ધ શાકાહારી ખોરાક ખાય છે. અનુષ્કાને લાગે છે કે નોનવેજ છોડ્યા બાદથી તેને પોતામાં એક તફાવત લાગ્યો છે. અનુષ્કાએ પોતે જ કહ્યું હતું કે, શાકાહારી બન્યા બાદ તે ખૂબ જ સ્વસ્થ અને સારી લાગે છે. તેણે કહ્યું, આપણે જે ખાઈએ છીએ, તે બધુ જ મહત્ત્વનું છે, કારણ કે તમારું ખાવાનું અને પીણું તમને વ્યાખ્યાયિત કરે છે. જણાવી દઈએ કે, અનુષ્કા શર્માની સાથે વિરાટ કોહલી પણ વેજ ફૂડ ખાય છે. લગ્ન બાદ વિરાટ પણ શાકાહારી બની ગયો છે.

Team Dharmik