જાણો કોને કોને છે શ્રાદ્ધ કરવાનો અધિકાર, ક્યાંક તમે તો નથી કરી રહ્યા કોઈ ભૂલ

ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમાથી શ્રાદ્ધ કર્મ શરુ થાય છે. શ્રાદ્ધમાં એવી માન્યતા છે કે આ દિવસોમાં પિત્તરોઈ ધરતી પર આવે છે અને આશીર્વાદ આપીને જાય છે. એવામાં પૂર્વજો અને પરિવાર જનોને તર્પણ કરવામાં આવે છે. પિતરોઈ સાથે તેમને પણ જળ આપીશક્ય  છે જેમનું જળ આપવાવાળું કોઈ ના હોય. આજે અમે તમને જણાવીએ કે કોને કોને શ્રાદ્ધ કરવાનો અધિકાર છે તો ચાલો જાણીએ.

1. પિતાનું શ્રાદ્ધ કરવાનો અધિકાર તેના મોટા દીકરાને હોય છે પરંતુ જો કોઈને પુત્ર ન હોય તો તેમના સગા ભાઈ અથવા તેમનો પુત્ર પણ શ્રાદ્ધ કરી શકે છે. જો કોઈ ના હોય તો તેમની પત્ની કરી શાક છે.

2. શ્રાદ્ધ કરવાનો અધીકાર પુત્રને મળે છે પરંતુ જો પુત્ર જીવિત ન હોય તો પૌત્ર, પ્રપૌત્ર અથવા વિધવા પત્ની પણ શ્રાદ્ધ કરી શકે છે.

3. પુત્રના ન રહેવા પર પત્નીનું શ્રાદ્ધ પતિ પણ કરી શકે છે.

4. જો કોઈ કુંવારો મારે તો તેનો શ્રાદ્ધ તેનો સાગા ભાઈ કરી શકે છે અથવા જેનો સગો ભાઈ ના હોય તો તેનું  શ્રાદ્વ જમાઈ અથવા પુત્રીનો પુત્ર(નાતી) કરી શકે અને જો પરિવારમાં કોઈ ન હોય તો તેને જેને પોતાનો ઉત્તરાધિકારી બનાયો હોય તે વ્યક્તિ તેનું શ્રાદ્ધ કરી શકે છે.

5. જો બધા ભાઈ અલગ અલગ રહેતા હોય તો તે પણ પોતપોતાને ઘરે અલગ અલગ શ્રાદ્ધનું કાર્ય કરી શકે છે. જો સંયુક્ત રીતે એક જ શ્રાદ્ધ કરે તો સારું થાય છે.

6. જો પરિવારમાં કોઈ ઉત્તરાધિકારી ના હોય તો પ્રપૌત્ર અથવા પિરવારના કોઈ પણ વ્યક્તિ શ્રાદ્ધ કરી શકે છે.

Team Dharmik