વર્ષ 2022નું સૂર્ય ગોચર વધારી શકે છે તમારી મુશ્કેલીઓ, આવનારા 30 દિવસ સુધી આ રાશિના જાતકોને રહેવું પડશે ખુબ જ સાવધાન

આ 4 રાશિના જાતકોને  રહેવું પડશે સાવધાન, સૂર્યનું ગોચર તમારા જીવનમાં લાવી શકે છે મુશ્કેલીઓ, જાણો તમારી રાશિ તો નથી ને..

દરેક ગ્રહ ચોક્કસ સમય પછી પોતાની સ્થિતિ બદલે છે.16 નવેમ્બર 2022ના રોજ સાંજે 07:15 કલાકે સૂર્ય ભગવાન વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. વૃશ્ચિક રાશિમાં સૂર્યના સંક્રમણને કારણે તમામ 12 રાશિઓ પ્રભાવિત થશે, પરંતુ કેટલીક ખાસ રાશિઓ છે જેના પર આ સંક્રમણની અશુભ અસર થવા જઈ રહી છે. તો ચાલો જાણીએ આ સમય દરમિયાન કઈ કઈ રાશિના જાતકોએ સાવધાન રહેવાની જરૂર છે.

મીન:
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મીન રાશિના જાતકોને સૂર્ય રાશિ પરિવર્તનના કારણે નવી યાત્રાઓ થવાનો યોગ બની શકે છે. તમે કોઈ ધાર્મિક યાત્રા પર પણ જઈ શકો છો. આ દરમિયાન તમારા ખર્ચમાં પણ વૃદ્ધિ થવાની આશંકા છે. જો તમે મોબાઈલ વધુ સમય સુધી વાપરો છો તો તમારા આંખોની સમસ્યા પણ થઇ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ નવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારું સ્વાસ્થ્ય આ દરમિયાન સારું રહેશે પરંતુ જેને હૃદય સંબંધિત સમસ્યા છે તેમને સાવધાન રહેવું પડશે.

ધન:
સૂર્ય રાશિનું ગોચર તમારા માટે કેટલાક સારા ફળ લાવી શકે છે. પરંતુ પ્રેમ સંબંધોમાં તકલીફો આવી શકે છે. જો તમે પ્રેમ સંબંધોને લગ્ન તરફ આગળ લઇ જવા માંગો છો તો એવામાં થોડું સમજી વિચારીને આગળ વધવું જોઈએ. આ સમય દરમિયાન તમારા સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું જરૂરી છે.

મિથુન:
સૂર્યનું ભ્રમણ આ રાશિ માટે નવી સમસ્યા લાવી શકે છે. એવામાં તમારે ખાસ સાવધાની રાખવાની જરૂર છે. આ ગોચર મિથુનરાશિના છઠ્ઠા ભાવમાં થવા માટે જઈ રહ્યું છે. આ સમય દરમિયાન તમારે ઓફિસમાં સાવચેત રહેવાની જરૂર છે. તો સાસરી પક્ષમાં પણ તમારા સંબંધોને મજબુર તખવાના પ્રયત્ન કરવા.

મેષ:
મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન વાહન ચલાવતી વખતે સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે આ સમય દરમિયાન અકસ્માતનો યોગ પણ બની રહ્યો છે. જો તમે કોઈ નવો કોર્સ કરવાનું વિચારી રહ્યા છો તો આ સારો સમય છે. આ સમય દરમિયાન વિવાદોથી બચીને રહેવું નહિ તો નુકશાન થઇ શકે છે.

Dharmik Duniya Team