“મમ્મી, મારા માટે સાસરું એવું શોધ જે જ્યાં નણંદ ના હોય….” તમારા હૃદયને સ્પર્શી જાય એવી વાર્તા

આપણ દેશના મોટાભાગના પરિવારો સંયુક્ત કુટુંબમાં રહેતા હોય છે. લગ્ન બાદ જયારે કોઈ દીકરી પોતાના સાસરે જાય ત્યારે સાસુ, સસરા, દિયર, જેઠ, જેઠાણી અને નણંદના નવા સંબંધોમાં બંધાય છે. પોતાના પતિની જવાબદારીઓની સાથે તેને આ અબધાની જવાબદારીઓ પણ નિભાવવી પડે છે, ઘણા સંબંધોમાં સાસુ અને નણંદનો ત્રાસ પણ મળતો આપણે જોઈએ છીએ, અને તેના કારણે જ ઘણી છોકરીઓ એવું વિચારે છે કે જે ઘરમાં નણંદ ના હોય એ જ ઘરમાં લગ્ન કરવા, અને ઘણી છોકરીઓ આવા કારણોના લીધે સંયુક્ત કુટુંબમાં રહેવાનું પણ પસંદ નથી કરતી, આજે અમે તમને એક એવી જ પ્રેરણા દાયક વાર્તા સંભળાવવાના છીએ જે વાંચીને તમને પણ એક નવો અનુભવ થશે.

પ્રીતિના લગ્ન ખુબ જ ધામધૂમથી થયા, તેના માતા પિતાએ તેને કરિયાવરમાં ઘણું બધું આપ્યું, સાસરે પ્રીતિનો પહેલો જ દિવસ હતો. સાસરિયામાં સાસુ, સસરા અને એક નણંદ પણ હતી. માનસી. માનસીના પણ લગ્ન થઇ ગયા હતા પરંતુ ભાઈના લગ્નમાં તે તેની 8 વર્ષની દીકરી નવ્યા સાથે આવી હતી.

લગ્નમાં આવેલા સામાનથી પ્રીતિનો રમ ભરાઈ ગયો હતો. લગ્નના રિવાજ પ્રમાણે નણંદ જે પણ ઈચ્છે એ પોતાની ભાભીના સામાનમાંથી લઇ શકતી હતી. માનસીએ પ્રીતિની સામે મુકેલા સમાનમાંથી એક સાડી અને એક ચાદર લઇ લીધી. એ લેતા જ પ્રીતિની આંખો ઉભરાઈ આવી.

એ સાડી પ્રીતિને ખુબ જ પસંદ હતી પરંતુ સાડી માટે તેને એટલો મોહ નહોતો પરંતુ માનસીએ જે ચાદર લીધી તે તેની મમ્મીએ અંદર ભારત ભરીને ખાસ આપી હતી, અને તે તેના પિયરની એક તેને ગમતી યાદગીરી હતી, પરંતુ રિવાજ સામે કઈ તે કઈ બોલી શકી નહીં.

રૂમમાં જ બેઠેલા પ્રીતિના સાસુ સસરા અને તેના પતિએ પણ એ વાત ઉપ્પર ધ્યાન ના આપ્યું, પ્રીતિએ પણ પોતાના ચહેરાના ભાવ છુપાવી લીધા પરંતુ 8 વર્ષની નાવ્યાથી તેના મામીની હાલત છુપી ના રહી, પરંતુ તે કઈ સાંજે અને બોલે એ પહેલા જ માનસી તેને લઈને બીજા રૂમમાં સાડી અને ચાદર સાથે ચાલી ગઈ.

પોતાના રૂમમાં આવ્યા બાદ નાવ્યાએ તેની મમ્મીને તરત પૂછ્યું: “મમ્મી તે કેમ મામીની સાડી અને ચાદર લઇ લીધા? તેમને કેટલું દુઃખ પહોંચ્યું હશે?” પરંતુ માનસીએ તેને રિવાજ છે એવું સમજાવીને વાતને ત્યાં જ પુરી કરી દીધી, પરંતુ નાવ્યાના મનમાં ઘણા પ્રશ્નો જાગી ઉઠ્યા હતા.

થોડા જ દિવસમાં માનસી પણ પોતાના સાસરે પાછી જવા માટે નીકળી, પોતાના સમાન સાથે પ્રીતિની સાડી અને ચાદર પણ પેક કરી લીધા, નવ્યા સમજી શકતી હતી કે તેની મામીને ચાદર અને સાડી આપવાનું દુઃખ થયું છે પરંતુ તે કઈ બોલ્યા નહીં, અને નવ્યા પણ કી બોલી ના શકી અને તેની મમ્મી સાથે નીકળી ગઈ.

થોડા જ સમય બાદ રક્ષાબંધનનો તહેવાર આવતો હતો. પ્રીતિને પોતાના પિયર જવાનું મન હતું, પરંતુ માનસી આવતી હોવાના કારણે તેને પિયર જવાનું બંધ રાખવું પડ્યું, તેને પોતાના ભાઈને જ પોતાના સાસરે બોલાવી લીધો.

માનસી નાવ્યાને લઈને ભાઈના ઘરે આવી પહોંચી અને પ્રીતિના કામમાં વધારો થઇ ગયો, માનસી નંદનપણું ભોગવી રહી હતી, પ્રીતિને મદદ કરાવવાનું તો દૂર રહ્યું, પરંતુ કામમાં વધારો  કરવા લાગી હતી. બેઠા બેઠા ઓર્ડડ્રા કરતી અને પ્રીતિ તેને દરેક ફરમાઈશો પણ પુરી કરતી. નવ્યાની નજરમાં આ બધું આવી રહ્યું હતું, પરંતુ તે નાની હોવાના કારણે ચૂપ હતી. તે તેના મામીને કઈ મદદ કરવા માટે જાય તો પણ માનસી તેને બોલાવી લેતી.

રક્ષા બંધનનો દિવસ આવ્યો, માનસીએ પ્રીતિના પતિને રાખડી બાંધી, પ્રીતિના પતિએ તેને ઘણી બધી ભેટ આપી, માનસીએ તે લઇ લીધી. માનસીએ પ્રીતિને પણ ભાભી રાખડી બાંધી, પ્રતિએ તેને પણ એક સરસ મઝાની સાડી ભેટમાં આપી.

પ્રીતિનો ભાઈ પણ સમય થતા આવી પહોંચ્યો, પ્રતિએ તેને ચા નાસ્તો કરાવીને રાખડી બાંધી, તેના ભાઈએ તેને એક સરસ મઝાની સાડી ભેટમાં આપી, આ સાડી માનસીના નજરમાં આવી ગઈ, માનસીએ તેના સાસુની સામે ઈશારામાં વાત કરી અને પ્રીતિના ભાઈના ગયા બાદ તેના સાસુએ પ્રીતિને એ સાડી માનસીને આપી દેવા માટે જણાવ્યું.

પ્રીતિની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા, તેના ભાઈએ કેટલા હેતથી રક્ષા બંધનની ભેટ રૂપે એક સાડી આપી હતી અને તેના ઉપર પણ માનસીનો જીવ બગડ્યો, અને ના મન હોવા છતાં પણ એ સાડી માનસીને આપી દેવી પડી, નવ્યા પણ આ બધું જોઈ રહી હતી.

જયારે પોતાના પિયરથી માનસી પોતાના સાસરે જવા માટે નીકળી રહી હતી ત્યારે નવ્યાએ તેને કહ્યું: “મમ્મી તું મામી સાથે આવું કેમ કરે છે ? તારી પાસે તો કેટલીબધી સાડીઓ છે? તે છતાં પણ તું મામીની સાડી કેમ લઇ લે છે?” માનસીએ જવાબ આપતા કહ્યું કે: “બેટા આ તો રિવાજ છે, મારે લેવી પડે સાડી.”

પરંતુ આ વખતે નવ્યા એ કંઈક જુદો જ જવાબ આપ્યો અને કહ્યું: “મમ્મી મારા માટે પણ એવું સાસરું શોધજે જ્યાં નણંદ ના હોય, જો નણંદ હશે તો એ મારી સાડી લઇ લેશે, મારી પાસે ઘણું બધું કામ કરાવશે, મને ગમે તેમ સંભળાવશે, એના કરતા જે ઘરમાં નણંદ ના હોય એ જ ઘરમાં હું લગ્ન કરીશ, મરાઠી આટલું બધું કામ નહિ થઇ શકે? કે કોઈ મારી વસ્તુ લઇ લે એ પણ મને નહીં ગમે.!

નવ્યાની વાત માનસીને વિચારવા માટે મજબુર કરી ગઈ, તેને પણ પોતાના કરેલા ઉપર પછતાવો થયો અને પોતાની ભૂલ કબૂલવા પોતાના સાસરે જતા પહેલા નવ્યા સાથે સાડી લઈને પ્રીતિ પાસે પોહોચી ગઈ…….!!!!

Duniya Dharmik