વાસ્તુના આધારે આ મૂર્તિઓ ઘરમાં રાખવાથી થઇ જશો માલામાલ, જાણો ક્યાં દિશામાં રાખવાથી ઘરમાં આવશે સુખ શાંતિ

લોકોને પોતાના ઘરની સજાવટ કરવાનો ખુબ જ શોખ હોય છે. જેના માટે લોકો પોતાના ઘરમાં જાત જાતની મૂર્તિઓ, પેન્ટિંગ, છબી, પ્લાન્ટ્સ વગેરે લગાવે છે.આ સિવાય દેવી દેવતાઓની મૂર્તિ અને પ્રાણીઓની મૂર્તિ  પણ ઘરમાં રખામાં આવે છે. વાસ્તુશાસ્ત્રના આધારે અમુક મૂર્તિઓ ઘરમાં રાખવાથી જીવનમાં તેની નકારાત્મક અસર થઇ શકે છે.આવો તો વાસ્તુશાસ્ત્રના આધારે તમને જણાવીએ કે ઘરમાં કોની મૂર્તિઓ રાખવાથી વાસ્તુદોષ દૂર થાય છે અને ઘરમાં સકારાત્મક્તા આવે છે.

1. હંસની જોડી: હંસની જોડી પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે.વાસ્તુના આધારે ઘરમાં હંસની જોડી રાખવાથી દામ્પત્ય જીવનમાં પણ ખુશીઓ આવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.માટે જ વિવાહિત કપલ પોતાના રુમમા હંસની જોડીઓ રાખે છે. આ સિવાય તેનાથી જીવનમાં આર્થિક લાભ પણ થાય છે.

2. પોપટ: વાસ્તુશાસ્ત્રના આધારે સ્ટડી રૂમમાં પોપટની તસવીર લગાવવાથી એકાગ્રતા વધે છે.ખાસ કરીને ઉત્તર દિશામાં પોપટની તસ્વીર લગાવવાથી ઘરમાં સુખ-શાંતિ બનેલી રહે છે અને વિવાહિત જીવનમાં પણ મધુરતા આવે છે અને પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે.ફેંગશુઈના આધારે પોપટને પૃથ્વી,અગ્નિ, પાણી, લાકડું, અને ધાતુનું પ્રતીક માનવામા આવે છે. એવામાં ઘરમાં પોપટની તસ્વીર કે મૂર્તિ લગાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે.

3.હાથી: વાસ્તુશાસ્ત્રના આધારે હાથીને ઐશ્વર્યનું પ્રતીક માનવામાં આવે છે.એવામાં ઘરમાં ચાંદી કે પિતળની હાથીની મૂર્તિ રાખવી ખુબ જ શુભ માનવામાં આવે છે.બેડરૂમમાં હાથીની મૂર્તિ રાખવાથી રાહુ સાથે સંબંધિત દરેક દોષ દૂર થાય છે, આ સિવાય ફેંગશુઈના આધારે ઘરમાં હાથીની તસ્વીર કે મૂર્તિ રાખવાથી ઘરમાં સકારાત્મક્તા આવે છે ને ધન-સમૃદ્ધિમાં વૃદ્ધિ થાય છે.

4.ગાય: વાસ્તુશાસ્ત્રના આધારે ઘરમાં ગાયની મૂર્તિ રાખવી ખુબ જ શુભ માનવામાં આવે છે. ધ્યાન રાખો કે આ ગાયની મૂર્તિ પીતળની હોવી જોઈએ.પિતળની બનેલી ગાયની મૂર્તિ ઘરમાં રાખવાથી ઘરમાંથી વાસ્તુદોષ દૂર થાય છે અને સાથે સાથે ઘરનું વાતાવરણ પણ સકારાત્મક રહે છે.સંતાન સુખની પ્રાપ્તિ માટે ઘરમાં ગાયની મૂર્તિ રાખવાની પણ સલાહ આપવામાં આવે છે.

5.કાચબો: ધાર્મિક માન્યતાઓના આધારે કાચબો ભગવાન વિષ્ણુનું રૂપ માનવામાં આવે છે. વાસ્તુના આધારે કાચબો ઘરના પૂર્વ કે ઉત્તર દિશામાં રાખવો જોઈએ. ફેંગશુઈના આધારે ઘરમાં કાચબો રાખવાથી ઘરમાં સકારાત્મક્તા આવે છે. ડ્રોઈંગ રૂમમાં ધાતુનો કાચબો રાખવાથી ધનમાં અપાર વૃદ્ધિ આવે છે.

6.માછલી: ફેંગશુઈ અને વાસ્તુશાસ્ત્રના આધારે માછલીને ધન અને ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે.  ઘરના ઉત્તર-પૂર્વ દિશામાં પીતળ કે ચાંદીની માછલી રાખવાથી ઘરમાં સુખ શાંતિ બનેલી રહે છે અને ધનમાં પણ વૃદ્ધિ આવે છે. આવા ઘરમાં હંમેશા લક્ષ્મીજીનો વાસ રહે છે.

Team Dharmik