આ હોલિકા દહન પર કરો આ ઉપાય, થશે પૈસાની તંગી દૂર

હોલિકા દહન પર કરો આ ખાસ ઉપાય, ધન સાથે જોડાયેલ સમસ્યા થશેે દૂર, મળશે માતા લક્ષ્મીનો આશીર્વાદ

હોળીએ રંગોનો તહેવાર છે. દેશભરમાં હોળીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવવામાં આવે છે. હિંદુ ધર્મ અનુસાર, આ પર્વ 2 દિવસ મનાવવામાં આવે છે. પહેલા હોલિકા દહન કરવામાં આવે છે અને પછી બીજા દિવસે રંગોથી હોળીને સેલિબ્રેટ કરવામાં આવે છે.

હિંદુ પંચાંગ અનુસાર, હોળીનો તહેવાર ફાગમ માસની પૂર્ણિમાએ આવે છે. હોલિકા દહના દિવસે લાકડીની પૂજા કરી તેની પરિક્રમા કરવામાં આવે છે. ધનનો લાભ મેળવવા હોલિકા દહન સમયે પરિક્રમા લઇએ ત્યારે અગ્નિમાં ચણા, વટાણા, ઘઉં, અળસી અવશ્ય નાખો. તેનાથી ધન લાભ અચૂક મળશે.

હોલિકા દહન બાદ તેની રાખને ઘરે લઇ આવો, તેને ટીકાના રૂપમાં લગાવી શકો છો. આમ કરવાથી આમદનીમાં સુધારો થાય છે.

હોલિકા દહનની રાત્રે 21 ગોમતી ચક્રને શિવલિંગ પર ચઢાવવા અને સવારે તેને ઉઠાવીને તિજોર કે દકાનમાં રાખી દેવા. આવું કરવાથી આર્થિક સમસ્યાઓથી છૂટકારો મળી શકે છે.

હોલિકા દહન દિવસે ઘરના મુખ્ય અગ્નિમાં એક લિંગ એક પાનનું પત્તુ અને એક બતાશા ચઢાવવા જોઇએ. તે બાદ અગ્નિની પરિક્રમા કરતા તેમાં સૂકા નારિયળની આહૂતી આપવી જોઇએ.

Team Dharmik