આ વિધિ વિધાન સાથે કરો સોમ પ્રદોષ વ્રતની પૂજા, પુરી થશે તમારી દરેક મનોકામનાઓ

હિન્દૂ ધર્મની અંદર આગિયારસનું જેટલું મહત્વ છે તેટલું જ મહત્વ સોમ પ્રદોષ વ્રતનું છે. આશ્વીની મહિનાના શુક્લ પક્ષના સોમવારના દિવસે આ વ્રત આવે છે. તેના કારણે તેને સોમ પ્રદોષ વ્રત તરીકે ઓળખવામાં આવે છે.

ભગવાન શિવજી અને માતા પાર્વતીની પૂજા આ દિવસે કરવામાં આવે છે. માન્યતા પ્રમાણે જે વ્યક્તિ આ વ્રતને કરે છે તેને ભગવાન ભોલેનાથના આશીર્વાદ મળે છે. ચાલો આજે અમે તમને સોમ પ્રદોષ વ્રતની પૂજા વિધિ અને તેના મહત્વ વિશે જણાવીશું.

સોમ પ્રદોષ વ્રતનું મહત્વ:
શિવ શંકરની કૃપા અને તેમને પ્રસન્ન કરવા માટે ભક્તો સોમ પ્રદોષ વ્રત રાખે છે. હંમેશા પોતાના ભક્તો ઉપર શિવજી આ વ્રત કરવાના કારણે પ્રસન્ન રહે છે. અને પોતાના આશીર્વાદ પણ આપે છે. હિન્દૂ ધર્મમાં શિવજીની પૂજા અર્ચનાનો દિવસ સોમવાર જણાવવામાં આવ્યો છે. મંદિરમાં જઈને શિવલિંગ ઉપર આજના દિવસે દૂધ અર્પણ કરવામાં આવે છે.

એટલું જ નહીં, વિધિ વિધાન સાથે શિવજીની પૂજા પણ કરવામાં આવે છે. સાથે જ માતા પાર્વતીની પૂજા પણ આ દિવસે વિધિ વિધાન સાથે કરવામાં આવે છે. જેનાથી ભક્તો ઉપર હંમેશા શિવજી અને માતા પાર્વતીની કૃપા બનેલી રહે છે. એક માન્યતા અનુસાર જે વ્યક્તિ આ વ્રત કરે છે તેના બધા જ રોગો દૂર રહે છે.

સોમ પ્રદોષ વ્રતની પૂજા વિધિ:

  • સવારે વહેલા ઉઠીને સ્નાન અને નિત્યક્રમ પૂર્ણ કરી સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા.
  • ત્યારબાદ પ્રદોષ વ્રતનો સંકલ્પ પોતાના હાથમાં જળ ધારણ કરીને કરવો.
  • આ વ્રતમાં વ્યક્તિએ ફળાહાર આખો દિવસ કરવાનું રહે છે. ત્યારબાદ ભગવાન શિવજીની પૂજા સાંજના સમયે પ્રદોષ કાળમાં શુભ મુહૂર્તમાં કરવી જોઈએ.
  • ત્યારબાદ ગંગાજળ, ચોખા, ફૂલ, ધતુરો, ધૂપ, ફળ, ચંદન, ગાયનું દૂધ, ભાંગ વગેરે ભોલેનાથને ચઢાવવું.
  • ત્યારબાદ ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરવો.
  • ત્યારબાદ શિવ ચાલીસાનો પાઠ કરવો અને આરતી કરવી.
  • ત્યારબાદ ભોગને પ્રસાદના રૂપમાં પૂજા પૂર્ણ થયા બાદ ઘરના સભ્યોમાં વહેંચી દેવું.
  • આ દિવસે જાગરણ આખી રાત કરવાની રહે છે અને ત્યારબાદ મહાદેવની પૂજા બીજા દિવસે સવારે નાહીને કરવી.
  • ત્યારબાદ બ્રાહ્મણને દાન-દક્ષિણા પોતાના સામર્થ્ય અનુસાર આપવી.
  •  ત્યારબાદ પોતાનું વ્રત પારણા કરીને પૂર્ણ કરવું.
Dharmik Duniya Team