શરીરના આ અંગ ફરકી રહ્યું છે તો આપી રહ્યો છે જીવનમાં કોઈ સુંદર સ્ત્રી આવવાનો સંકેત, તમે પણ વાંચીને માની જશો

જો શરીરનું આ અંગ હલતું દેખાઈ તો સમજી જાઓ કે તમને એક સુંદર સ્ત્રીઓ સાથ મળશે

આપણો દેશ એક ધાર્મિક દેશ છે. આપણે શુભ અશુભ અને શુકન અપશુકનમાં પણ માનીએ છીએ, સમુદ્રશાસ્ત્રમાં પણ એવા ઘણા ઉલ્લેખો મળે છે. આપણા શરીર સાથે પણ આપણા ભાગ્ય અને શુકન અપશુકન સાથે લેવાદેવા હોય છે. પુરુષોમાં ડાબી આંખ કે ડાબું અંગ ફરકતું હોય ત્યારે માનવામાં આવે છે કે કોઈ અપશુકન થવાના છે. તો એવી જ રીતે જમણી આંખ કે જમણું અંગ ફરકવું શુભ સંકેત આપે છે. તો આજ વસ્તુ સ્ત્રીઓમાં ઉલ્ટી રીતે જોવા મળે છે, તેમનું ડાબું અંગ ફરકવું શુભ અને જમણું અંગ ફરકવું અશુભ માનવામાં આવે છે.

આ ઉપરાંત પણ શરીરના ઘણા અંગો ફરકવાને ઘણા બધા સંકેતો સાથે જોડવામાં આવે છે, ચાલો જોઈએ આવા જ કેટલાક સંકેતો. કાન ફરકવાની નિશાની તમારી ઈચ્છા પૂર્ણ થવાની નિશાની છે. તેવી જ રીતે જો તમારું કપાળ ફરકશે તો તમને ભૌતિક સુવિધાઓ પ્રાપ્ત થવાના સંકેત મળી રહ્યા છે. જો તમારી ડાબી આંખ સતત ફરકી રહી છે તો તમારે વધારે સાવચેત રહેવું જોઈએ, જે તમને શારીરિક પીડા થવાનો સંકેત આપે છે. હાથની હથેળી જો ફરકે છે તો તે તમારા જીવનમાં થોડી સમસ્યા આવવાનો સંકેત આપે છે. જો પીઠ ફાટી રહી છે તો એ સંકેત પણ આવનારી મુસીબતનો છે.

તેવી જ રીતે જો કોઈ વ્યક્તિના માથાની અંદર હલચલ થઇ રહી છે તો તેના જીવનમાં ભૌતિક સુખ સુવિધા આવવાનો સંકેત આપી રહી છે અને જો કાનપટ્ટી ફરકી રહી છે તો તે ધન લાભ થવાનો સંકેત આપે છે. માણસની જમણી આંખ ફરકવું શુભ માનવામાં આવે છે પરંતુ ઘણા દિવસો સુધી ફરકી રહી છે તો તે લાંબી બીમારીનો સંકેત આપે છે. જો કોઈ વ્યક્તિના હોઠ ફરકી રહ્યા હોય તો આ સંકેત જીવનમાં નવા મિત્ર આવવાનો સંકેત આપી રહ્યો છે.

તમારી આંગળીઓ ફરકવાનો મતલબ થાય છે કે કોઈ જુના મિત્ર સાથે તમારી મુલાકાત થઇ શકે છે. તમારી હથેળીમાં હલચલ થવી એ કોઈ મોટી મુસીબત તરફ ઈશારો કરે છે. જમણા ખભાનું ફરકવું એ ધનનો સંકેત આપે છે. તો ડાબા ખભાનું ફરકવું એ સફળતાં મળવાની નિશાની છે. બે ખભા જો સાથે ફરકે છે તો કોઈ સાથે લડાઈ થવાનો સંકેત આપે છે.

ડાબી કોણી ફરકવી એ તમારી સમાજમાં માન પ્રતિષ્ઠા વધવાનો સંકેત છે તો જમણી કોણી ભવિષ્યમાં કોઈની સાથે લડાઈ થવાનો સંકેત આપે છે. પીઠ ફરકવી એ પણ કોઈ મોટી સમસ્યાનો સંકેત આપે છે. જમણી જાંઘનું ફરકવું તમને શરમીંદગીનો અનુભવ કરાવવાનો સંકેત આપે છે જયારે ડાબી જાંઘ ફરકવાથી ધનલાભ થાય છે.

Team Dharmik