ઝૂલતા ઉલમાં બિચારા સગા ભાઈ-બહેનનાં કરુણ મૃત્યુ, પરિવારજનોના આખો દિવસ અને આખી રાત રડી રહ્યા છે

30 ઓક્ટોબર રવિવારના રોજ સાંજે 6.30 વાગ્યે માતમના સમાચાર મોરબીથી સામે આવ્યા. મોરબીની શાન ગણાતો કેબલ બ્રિજ એટલે કે ઝૂલતો પુલ તૂટી ગયો, જેને કારણે અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા. ઘણા પરિવારો આ દુર્ઘટનામાં વીખાઇ ગયા. ઘણાએ પોતાના બાળકો તો ઘણા બાળકોએ પોતોના પેરેન્ટ્સ આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે.

રવિવારના રોજ સાંજે સાડા છ વાગ્યાના અરસામાં બનેલી આ દુર્ઘટનાને કારણે ચારે બાજુ અંધારું પથરાઈ ગયુ હતું. આ દુર્ઘટનામાં કોયલીના એક ભાઇબહેનની જોડી પણ હંમેશ માટે આ દુનિયાને છોડી ચાલી ગઇ છે. મચ્છુના પાણીમાં ડૂબીને કોયલી ગામના ભાઈબહેનનું મોત પણ આ દુર્ઘટનામાં થયું હતુ.

પ્રાપ્ત વિગત અનુસાર કોયલી ગામે રહેતા ભૂમિકા સોઢિયા અને તેનો નાનો ભાઇ ભૌતિક પણ બીજા સહેલાણીઓની જેમ ઝૂલતા પુલ પર ફરવા ગયા હતા અને ત્યારે જ પુલ તૂટી જતા મોટી દુર્ઘટના સર્જાઇ હતી. તેમને ક્યાં ખબર હતી કે આ પુલ તેમનો જીવ લઇ લેશે. બંન્નેના કરુણ મોતથી સોઢિયા પરિવારમાં માતમ છવાયો છે.

મોરબીની આ ગોઝારી ઘટનામાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા છે અને દરેક મૃતકની હૃદયદ્રાવક કહાની છે. લોકોના ઘણા સ્વપ્નો રોળાઇ ગયાં છે. જેમણે સ્વજનો ગુમાવ્યા છે એ પરિવારોની વેદનાનું તો કોઇ વર્ણન પણ ન કરી શકે. તેમનું સર્વસ્વ છીનવાઈ ગયું. હસતા, રમતા પરિવારોમાં માતમ છવાઇ ગયો.

Team Dharmik