ક્યારેય નહિ રહે પૈસાની તંગી,શુક્રવારે જો રાશિ અનુસાર કરશો આ ખાસ ઉપાય તો ખીલી જશે તમારી જિંદગી

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શુક્રવારના દિવસે કેટલાક ખાસ ઉપાય શુક્ર ગ્રહની શાંતિ માટે કરવામાં આવતા હોય છે. શુક્રવારના ઉપાય જીવનમાં ધન-સમૃદ્ધિને લાવે છે. બધા પ્રકારના ભૌતિક સુખ માટે આ ઉપાય ખુબ જ કારગર માનવામાં આવે છે. જ્યોતિષમાં શુક્ર ગ્રહને સૌંદર્ય, એશ્વર્ય, વૈભવ, કલા, સંગીત અને કામ વાસનાનો કારક માનવામાં આવે છે.

શુક્ર ગ્રહ વૃષભ અને તુલાનો માલિક છે. મીન રાશિમાં આ ઉચ્ચ અને કન્યા રાશિમાં નીચ અવસ્થામાં હોય છે. જે જાતકોની કુંડળીમાં શુક્ર ગ્રહ પ્રબળ હોય છે તેના વ્યક્તિત્વને શુક્ર આકર્ષક બનાવે છે. પ્રબળ શુક્રના જાતક ધન અને વૈભવથી સંપન્ન હોય છે. તેમનું જીવન ખુબ જ વૈભવશાળી હોય છે.

ધનની દેવી મા લક્ષ્મીને શુક્રવારનો દિવસ સમર્પિત છે. મા લક્ષ્મીની કૃપાથી વ્યક્તિના જીવનમાં ધન-દોલતની પ્રાપ્તિ થાય છે. જે ઘરમાં મા લક્ષ્મીનો વાસ નથી હોતો તે ઘરમાં દરિદ્રતાનો વાસ હોય છે.

 1. તુલા રાશિ: તુલા રાશિના જાતક જો મા લક્ષ્મીની કૃપા મેળવવા ઇચ્છતા હોય છે તો “ઓમ હ્રીમ ક્લીમ શ્રીમ” મંત્રનો જાપ શુભ ફળદાયી છે.
 2. વૃશ્ચિક રાશિ: આ રાશિના જાતકોને ‘ઓમ ઐં ક્લિમ સોમ:’ મંત્રનો જાપ કરવાથી લાભ થાય છે.
 3. ધનુ રાશિ: “ઓમ હ્રીમ ક્લીમ સૌન:” મંત્રનો જાપ ધનુ રાશિના જાતકો માટે લાભકારી હોય છે.
 4. મકર રાશિ: મકર રાશિના જાતકો માટે મા લક્ષ્મીની કૃપા મેળવવા માટે આ મંત્ર “ઓમ ક્લીમ હ્રીમ શ્રી સોન:” નો જાપ કરવો જોઈએ.
 5. કુંભ રાશિ: આ રાશિના જાતક “ઓમ હ્રીં ઐં ક્લીમ શ્રીમ” મંત્રનો જાપ કરવો જોઈએ.
 6. મીન રાશિ: મા લક્ષ્મીની કૃપા મેળવવા ઇચ્છતા હોવ તો “ઓમ હ્રીમ ક્લીમ સૌન:” મંત્રનો જાપ કરવો જોઈએ.
 7. કર્ક રાશિ: મા લક્ષ્મીની કૃપા મેળવવા ઇચ્છતા હોવ તો આ રાશિના જાતકોએ “ઓમ ઐં ક્લીં શ્રીં” મંત્રનો જાપ કરવો જોઈએ.
 8. સિંહ રાશિ: સિંહ રાશિના જાતકો માટે મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે “ઓમ હ્રીં શ્રી સોન:” મંત્રનો જાપ કરવો જોઈએ.
 9. કન્યા રાશિ: આ રાશિના જાતકો માટે મા લક્ષ્મીનો મંત્ર “ઓમ શ્રીમ ઐં સૌન:”નો જાપ વિશેષ ફળદાયી છે.
 10. મેષ રાશિ: આ રાશિના જાતકોએ મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે “ઓમ ઐં ક્લીં સૌન:” મંત્રનો જાપ કરવો જોઈએ.
 11. વૃષભ રાશિ: જો આ રાશિના જાતકો મા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગે છે તેવા લોકોએ “ઓમ ઐં ક્લીં શ્રીમ”મંત્રનો જાપ કરવો જોઈએ.
 12. મિથુન રાશિ: આ રાશિના જાતકોએ મા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે “ॐ ક્લીં ઐં સોન:” મંત્રનો જાપ કરવો જોઈએ.

ધાર્મિક માન્ય છે કે કોઈ પણ દેવી દેવતાના મંત્રનો જાપથી તેમની કૃપા મેળવી શકાય છે. જો તમે તમારી રાશિ પ્રમાણે મંત્રોનો જાપ કરો છો તો તે વધારે ફળદાયી માનવામાં આવે છે. એવું કરવાથી વ્યક્તિ પાસે પૈસાની તંગી નથી રહેતી.

Team Dharmik