ભગવાન શ્રી કૃષ્ણના આ 5 મંત્રો જે કરે છે દરેક સમસ્યાનું સમાધાન, તમે પણ આજે જ કરવાના શરૂ કરી દો

ભગવન શ્રી કૃષ્ણની પૂજા આપણે સૌ કરીએ છીએ, કૃષ્ણ ભગવાનની પૂજા કરી અને આપણે તેમની પાસે ઈચ્છીત ફળ પણ માંગીએ છીએ, અને ભગવાન શ્રી કૃષ્ણ આપણી મનોકામનાઓ પૂર્ણ પણ કરે છે. પરંતુ જ્યોતિષના જણાવ્યા અનુસાર કેટલાક ખાસ મંત્રો દ્વારા ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવામાં આવે તો જીવનની ઘણી બધી સમસ્યાઓનું સમાધાન થઇ જાય છે. ચાલો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણના એવા ચમત્કારિક મંત્રો….

ॐ नमो भगवते श्री गोविन्दाय’
માન્યતા છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ દ્વાદ્દશાક્ષર  (12) મંત્રોનો જે પણ સાધક જાપ કરે છે, તેને સુખ સમૃદ્ધિ અને સૌબજી પ્રાપ્ત થાય છે. પ્રેમ વિવાહ કરવાની ઈચ્છા રાખનારા લોકો માટે આ મંત્ર રામબાણ સાબિત થાય છે.

‘कृं कृष्णाय नमः’
આ પાવન મંત્રને સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા બનાવવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે તેનો જાપ કરવાથી જીવનથી જોડાયેલી તમામ સમસ્યાઓ દૂર થઇ જાય છે અને ઘર પરિવારમાં સુખ અને સમૃદ્ધિનો વાસ થાય છે.

ॐ श्री कृष्णाय शरणं मम्।
કહેવામાં આવે છે કે જીવનમાં આવેલી સમસ્યાઓથી બહાર આવવામાં માટે ભગવાન શ્રી કૃષ્ણનો આ ખુબ જ સરળ અને પ્રભાવી મંત્ર છે. આ મહામાંત્રનો જાપ કરવાથી ભગવાન શ્રી કૃષ્ણ મદદ કરવા માટે એવી રીતે દોડી આવે છે જે રીતે દ્રૌપદીના ચીર પુરવા માટે દોડી આવ્યા હતા.

लीलादंड गोपीजनसंसक्तदोर्दण्ड बालरूप मेघश्याम भगवन विष्णो स्वाहा।
ધનની પ્રાપ્તિ કરવા માટે શ્રી કૃષ્ણનો આ મંત્ર ખુબ જ લાભકારી છે. આ મંત્રનો એક લાખ વાર જાપ કરવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

क्लीं ग्लौं क्लीं श्यामलांगाय नमः
ભગવાન શ્રી કૃષ્ણનો દશાક્ષર મંત્રનો જાપ કરવાથી સંપૂર્ણ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. આ મંત્રના જાપ દ્વારા સફળતાનાં દ્વારા ખુલ્લા થાય છે. તેનાથી ઘરની અંદર ધન ધાન્યમાં પણ વૃદ્ધિ થાય છે.

Dharmik Duniya Team