શિવ પૂરાણના આ 4 ઉપાયથી બધી સમસ્યા થશે દૂર, શનિ દોષથી પણ મળશે મુક્તિ

શાસ્ત્રો અને પુરાણોમાં ઘણા એવા ઉપાય છે જેની સહાયતાથી વ્યક્તિ તેના જીવનની પરેશાનીઓથી છુટકારો મેળવી શકે છે. શિવ પુરાણ શિવજી સંબંધીત છે. શિવ પુરાણમાં ભગવાન શિવજીના મહિમાનું વર્ણન ર્ક્યું છે. આ મહા પુરાણની અંદર મનુષ્યના જીવનની બધી જ પરેશાનીઓના સમાધાનનો ઉપાય બતાવવામાં આવ્યો છે. માનવામાં આવે છે કે, જે ભક્ત સાચા મનથી ભોલેનાથને યાદ કરે છે તેની ઉપર શિવજીની કૃપા દ્રષ્ટિ રહે છે.

ભગવાન શિવ સ્વભાવના ભોળા હોય છે અને તે ભક્તોની પુકાર જલ્દી જ સાંભળી લે છે. તેની પૂજા બેહદ સરળ છે. ભગવાન શિવજી ગુપ્ત ભક્ત જો એક લોટો જળ અર્પણ કરે છે તો તેની બધું મનોકામના પૂર્ણ થાય છે. આજે અમે તમને શિવપુરાણના થોડી ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે ધનપ્રાપ્તિ કરી શકો છો અને જીવન સુખ-સમૃદ્ધિથી ભરપૂર રહેશે.

શિવ પૂરાણના ઉપાય

સ્વાસ્થ્ય લાભ હેતુથી કરો આ ઉપાય

આપણે ઘણીવાર જોઈએ છીએ કે, વ્યક્તિ કોઈક રોગને લઈને ખૂબ ચિંતિત હોય છે. દરેક શક્ય પ્રયત્નો અને સારવાર છતાં રોગ દૂર થતો નથી. આ સ્થિતિમાં વ્યક્તિ ખૂબ નિરાશ થાય છે, પરંતુ તમારે ચિંતા કરવાની જરૂર નથી. શિવ પુરાણમાં તેનું સમાધાન બતાવવામાં આવ્યું છે. જો કોઈ વ્યક્તિ શારિરીક રીતે નબળુ છે, તો દરરોજ ભગવાન શિવને ગાયના ઘીથી અભિષેક કરો, આ વ્યક્તિની શારીરિક નબળાઇને દૂર કરશે. આ સિવાય ટીબીના દર્દીઓએ ભગવાન શિવનો અભિષેક મધથી કરવો જોઈએ. આ ઉપાયથ જલ્દી જ બીમારી દૂર થઇ જાય છે.

શનિ દોષથી છુટકારો મેળવવા માટે કરો આ ઉપાય
શિવપુરાણમાં આ વાતનું વર્ણન કરવામાં આવ્યું છે કે, જો કોઈ વ્યક્તિ અખંડ ચોખા અર્પણ કરીને ભગવાન શિવની પૂજા કરે છે, તો ધનની પ્રાપ્ત થાય છે. જો તમે ભગવાન શિવ પર તલ અર્પણ કરીને તેમની પૂજા કરો છો, તો તમારા બધા પાપોનો નાશ થાય છે. એટલું જ નહીં, પરંતુ ભગવાન શિવને કાળા તલ ચડાવવાથી તમે શનિ દોષોથી પણ મુક્તિ મેળવી શકો છો.

સંતાન સુખ પ્રાપ્તિ માટે કરો આ ઉપાય

શિવ પુરાણ અનુસાર, મનુષ્ય જવથી ભગવાન શિવની પૂજા કરે છે, તો તે સ્વર્ગીય આનંદને આપવાનું માનવામાં આવે છે. ઘઉંમાંથી બનેલી વાનગીથી ભગવાન શિવની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. જો કોઈ સંતાન સુખની ઇચ્છા રાખે છે, તો તમારે ઘઉંથી દેવોના દેવ મહાદેવની પૂજા કરવી જોઈએ. આ ઉપાય કરવાથી તમે સંતાન પ્રાપ્તિની ખુશી મેળવી શકો છો.

આ ઉપાય કરવાથી સુખ-સમૃદ્ધિની થાય છે પ્રાપ્તિ

જો તમે ઈચ્છતા હોય તોતમારા જીવનમાં બધું સુખ મળે તો ભગવાન શિવની મગથી પૂજા કરવી જોઈએ. આ કરવાથી તમને સુખ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

આ બધી જાણકારી તમને શિવપુરાણ અનુસાર આપવામાં આવી છે. જો તમે આ ઉપાય કરો છો તો તમે લાભ મળશે. શાસ્ત્રો અનુસાર, બતાવવામાં આવ્યું છે કે કોઈ પણ ઉપાય કરતા પહેલા મનમાં વિશ્વાસ ખુબ જ જરૂરી છે. તેથી તમારે શ્રદ્ધાની ઉપાય કરવો જોઈએ.

Team Dharmik