સોમવારના દિવસે આ રીતે કરો ભગવાન શિવજીની પૂજા, જીવનમાં આવશે સુખ સમૃદ્ધિ

મહાદેવને ભગવાન ભોળા શંભુ પણ કહેવામાં આવે છે, કારણ કે ભોલેનાથ તેમની કૃપા પોતાના ભક્તો ઉપર હંમેશા વરસાવતા હોય છે. ભોલેનાથની પૂજા કરવા માટે સોમવારનો દિવસ ખાસ માનવામાં આવે છે. જો તમે પણ સોમવારના દિવસે ભગવાન ભોલેનાથી પૂજા નીચે જણાવ્યા પ્રમાણે કરશો તો તમને પણ તેમના આશીર્વાદ મળશે અને તમારા જીવનમાં પણ સુખ સમૃદ્ધિનો વાસ થશે.

1. સોમવારના દિવસે સવારે વહેલા બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી જઈને, પહેલા પોતાનું નિત્યક્રમ પૂર્ણ કરી લીધા બાદ સ્વચ્છ કપડાં ધારણ કરી લેવા.

2. તૈયાર થયા બાદ શિવ મંદિરમાં અથવા પોતાના પૂજા ઘરની અંદર જઈને ભગવાન શિવજી, માતા પાર્વતી અને નંદી દેવને ગંગાજળ અને દૂધ ચઢાવવું.

3. ત્યારબાદ ધતુરો, ભાંગ, બટાકા, ચંદન, ચોખા શિવલિંગ ઉપર ચઢાવવા. ત્યારબાદ બધાને તિલક કરવું. ત્યારબાદ ધૂપ અને દિપક કરવા. પૂજામાં સૌથી પહેલા ગણેશજીની આરતી કરવી ત્યારબાદ શિવજીની આરતી કરવી.

4. ત્યારબાદ ઘી, સાકર અથવા પ્રસાદનો ભોગ ભોલેનાથને લગાવવો. ત્યારબાદ એ ભોગને પ્રસાદના રૂપમાં બધાને વહેંચી દેવો.

5. ભગવાન શિવજીની બીલી પત્ર ખુબ જ પસંદ છે. શિવજીને પ્રસન્ન કરવા માટે તેમને બિલિપત્ર અર્પણ કરવા જોઈએ.

6. ભોલેનાથની પૂજા કરતી વખતે 108 વાર મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવો જેના કારણે શાંતિ અને સુખ સમૃદ્ધિ આવે છે.

7. પૂજા દરમિયાન સતત ૐ નમઃ શિવાય મંત્રનો જાપ કરતા રહેવું, જેના કારણે ભગવાન શિવમાં મન એકાગ્ર રહે.

8. સોમવારના દિવસે આખો દિવસ વ્રત રાખવું. પૂજા કર્યા બાદ તમે વ્રત ખોલી શકો છો. જો તમારાથી ભૂખ્યા નથી રહી શકાતું તો ફળાહાર કરીને પણ વ્રત પૂર્ણ કરી શકો છો.

Dharmik Duniya Team