100 વર્ષ પછી શનિ-ગુરુનો દુર્લભ યોગ બની રહ્યો છે, આ શરદપૂર્ણિમાએ આ રાશિના જાતકો સાથે થશે ચમત્કાર

આ વર્ષે શરદપૂર્ણિમા નિમિત્તે એક અદભુત યોગ સધાઈ રહ્યો છે. શાસ્ત્રોમાં શરદ પૂર્ણિમનું મહત્વ ખાસ છે. આ વર્ષ 30 ઓક્ટોબરના રોજ શરદપૂર્ણીમાંની ઉજવણી કરવામાં આવશે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર પૂર્ણિમાની રાત્રીને સૌથી સુંદર માનવામાં આવે છે તેમજ પૂર્ણિમાની રાત્રે ભગવાન ધરતી ઉપર આવે છે. પૂર્ણિમાના રાત્રે અમૃતવર્ષા પણ થતી હોય છે. શરદપૂર્ણિમાના દિવસે ઘણા બધા લોકો વ્રત અને ઉપવાસ રાખે છે. પૌરાણિક માન્યતા અનુસાર દેવી લક્ષ્મીજીનો જન્મ આ દિવસે થયો તેવું માનવામાં આવે છે. આ દિવસે કોજાગર પૂર્ણિમા, રાસ પૂર્ણિમા અને કૌમુદી વ્રત વગેરે નામોથી ઓળખવામાં આવે છે.

Image Source

આ દિવસે માતા લક્ષ્મીજી અને ચંદ્રની પૂજા કરવામાં આવે છે. મા લક્ષ્મીજીની પૂજા માટે માની પ્રતિમાને મંદિરમાં સ્થાપિત કરી એક લાલ કપડા ઉપર મૂર્તિ સ્થાપિત કરવામાં આવે છે ત્યારબાદ પૂજાની સામગ્રી માતાને અર્પિત કરવામાં આવે છે. લાલ પુષ્પ કપૂર વિધિ-વિધાનથી પૂજા કરવામાં આવે છે આ દિવસે લક્ષ્મી ચાલીસા લક્ષ્મી મંત્રનો જાપ કરી પૂજા સંપન્ન કરવામાં આવે છે. રાત્રે ચંદ્ર ઉદય સમયે અધ્ય આપી પૂજા કરી ત્યારબાદ ભોજન ગ્રહણ કરવામાં આવે છે. તેમજ દૂધ પૌઆનો પ્રસાદ ચંદ્રમાને અર્પણ કરવામાં આવે છે.

આજની પૂનમે શનિ ગુરુની ધન રાશિમાં ભ્રમણ કરી રહ્યો છે અને ગુરુ ગ્રહ મંગળની વૃશ્ચિક રાશિમાં સ્થિત છે. તો ચાલો જોઈએ કઈ રાશિ પર શું અસર થશે

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે થોડો સમય પરિવાર માટે કાઢો પૈસા હંમેશા સાથે નથી રહેવાના તો આજે તમારા ઘરમાં ખુશીઓ રહે એવો પ્રયત્ન કરો. તમારા આ વ્યવહારથી તમારા માબાપ ખુશ થઇ જશે. આજે તમને ધનલાભ થવાના યોગ છે પણ થોડી સાવધાની અને સમજદારીથી. તમને ગમે ત્યારે અચાનક લાભ થઇ શકે છે આજે તમને તમારા જીવનસાથી તરફથી તમારા જીવનની અમુલ્ય ભેટ મળશે જે તમે જીવનભર ભૂલી નહિ શકો. બિઝનેસવાળા મિત્રોએ ભાગીદારથી સાવધાની રાખવી ક્યાંક એ તમારા કામને નુકશાન નથી કરી રહ્યા એની નોંધ રાખો. ચિંતા એ ચિતા સમાન છે એટલું યાદ રાખો અને આગળ વધતા રહો.

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે બહારના લોકોને તમારા જીવનમાં શું બની રહ્યું છે એ વાતો જાણવામાં વધુ રસ હશે. તમારા ઘરની વાતો કોઈ બહારના લોકોને જણાવવી નહિ તેનાથી તમારા પરિવારમાં નાના મોટા ઝઘડા થઇ શકે છે. પરિવારના વડીલને વચ્ચે રાખીને દરેક સમસ્યાનો અંત લાવો. તમારા બાળકો આજે તમારી ખુશીનું કારણ બનશે. તેમને વધુને વધુ લાડ પ્યાર આપો. વ્યસન મુક્ત થવા માટે જે દોસ્તો પ્રયત્ન કરી રહ્યા છે તેઓએ આજથી શરૂઆત કરવી.

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારા પતિ કે પત્ની કે ગર્લફ્રેન્ડ સાથે થોડી ખાટીમીઠી બોલાચાલી થશે તો એ પ્રેમભરી વાતોનો આનંદ માણો. આજની સાંજ પરિવાર સાથે આનંદથી વિતાવો, આજે વેપાર કરતા મિત્રો માટે પણ ઉત્તમ દિવસ છે. જો તેઓ પોતાનો બિઝનેસ વિદેશમાં કરવા માંગે છે તો આજથી શરૂઆત કરો. યોગ્ય અને અનીભાવી મિત્રોની સલાહ લેવાનું રાખો. આજે પૈસાનો વ્યવહાર કરતા પહેલા સો વાર વિચાર કરજો, તમારી નજીકના કોઈ વ્યક્તિને પૈસાની તાત્કાલિક જરૂરત ઉભી થશે અને એ તમને કોન્ટેક્ટ કરી શકે છે. આવનારો સમય તમારા દરેક દુખોને દૂર કરી દેશે. પોઝીટીવ રહો આજે કોઈપણ જાતનો નેગેટીવ વિચાર મનમાં લાવવાનો નથી.

4. કર્ક – ડ,હ (Cancer):
આજે દિવસ થોડો નિરાશાજનક છે તો જરા સાવધાન રહેવાની જરૂરત છે. આજે તમારા ઉપરી અધિકારી અને તમારા સાથી કર્મચારી તમારાથી નારાજ થઇ શકે છે. કોઈપણ અજાણ્યા પર વિશ્વાસ કરતા પહેલા સો વાર વિચાર કરજો. કોઈપણ પ્રકારનું રોકાણ આજે જોખમી સાબિત થઇ શકે છે. માટે જ્યાં સુધી બધી જ ચકાસણી જેમકે ફાયદાની અને નુકશાનની વાત જોઈ ના લો ત્યાં સુધી કોઈપણ નિર્ણય લેવાનો નથી. પરિવારમાં આજે નાની નાની વાતો મોટા ઝઘડાનું સ્વરૂપ ધારણ ના કરે તેની તકેદારી તમારે રાખવાની છે.

5. સિંહ – મ,ટ (Lio):
જો આજે સવારથી જ તમારું મન વિચલિત છે અને બહુ જ ગુસ્સો આવી રહ્યો હોય તો ઘરેથી નીકળતા પહેલા મંદિરે માથું નમાવીને જજો. તમારા બાળકો આજે તમારી મદદ માંગશે. આજે જે પણ મિત્રો શેર માર્કેટમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે તેમને કોઈપણ પ્રકારનું ઇન્વેસ્ટ કરતા પહેલા ભવિષ્યમાં થનારા લાભ અને નુકશાન વિષે વિચારી લેવું જોઈએ. તમારા પાર્ટનરની વાત શાંતિથી સાંભળો અને પછી જ કોઈ આખરી નિર્ણય કરજો. તમે ઘણા દિવસોથી જે વ્યક્તિને મળવા અને જાણવા માંગતા હતા એની સાથે તમારી આજની મુલાકાત પાક્કી સમજો. કોઈપણ કાર્યમાં ધીરજ રાખો અને ઉતાવળે કોઈપણ કાર્ય કરશો નહિ.

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
લાંબા સમયથી ચાલી રહેલા કામનો આજે અંત આવશે. કામના સમયમાંથી હવે થોડો આરામ કરવાના યોગ છે. કામની સાથે તમારું સ્વાસ્થ્ય પણ સાચવો. કોઈપણ રોકાણ કરવા માટેની સ્કીમ આજે તમારી સામે આવે તો પુરતી ચકાસણી કરીને યોગ્ય નિર્ણય કરો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડી શકે છે તો યોગ્ય ઉપચાર કરાવો અને તેમનું પુરતું ધ્યાન રાખો. દિવસનો અંત આજે થોડો થકવી દેનારો હશે. સાંજના સમયે થોડો ગુસ્સા પર કાબુ રાખો. તમારા સંબંધો બગડી શકે છે અજાણ્યા લોકો પર બહુ ભરોસો કરશો નહિ.

7. તુલા – ર,ત (Libra):
તમારે આજે તમારો દિવસ તમારા જીવનસાથીને સમર્પિત રહેવાનું છે. જો તમારા પાર્ટનર તમારાથી ખુશ હશે તો કોઈપણ જાતની પરેશાનીમાં તમે અડગ રહી શકશો. આજે તમારી અમુક સિક્રેટ વાતો બહાર જાય નહિ તેનું ધ્યાન રાખવું નહિ તો અમુક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. આજે પૈસા રોકાણ માટેનો સારો દિવસ છે આજે ઈશ્વર તમારા કાર્યમાં તમારો પુરતો સાથ આપશે તો કોઈપણ પ્રકારની ચિંતા અને પરેશાની વગર આગળ વધો. આજે સાંજના સમયે સારા સમાચાર મળવાના યોગ છે.

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):
આજનો દિવસ નવા કાર્ય કરવા માટે ખૂબજ યોગ્ય સમય છે તમને આજે તમારા ઉપરી અધિકારી તરફથી પુરતો સપોર્ટ મળશે જેના લીધે આજે ઘણા સમયથી અટકી પડેલા કામને તમે આગળ વધારી શકશો. આજે તમારે કોઈપણ વ્યક્તિ સાથે વાત કરો ત્યારે તમારી વાણી પર સંયમ રાખજો નહિ તો તમારું બનેલું કામ બગડી શકે છે. કોઈપણ નવા કાર્યની શરૂઆત કરતા પહેલા ઈશ્વરને યાદ કરવાનું ચુકતા નહિ. આજે બપોરનો સમય તમારી માટે લાભદાયી છે. આજે પરિવાર તરફથી પણ તમારા વખાણ થશે જેનાથી તમને ખૂબ આનંદ મળશે

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે તમે જો શરમમાં રહેશો તો એ તમને નુકશાનકારક છે માટે કોઈપણ વાત કે વસ્તુમાં શરમ કે સંકોચ રાખશો નહિ. વધારે પડતું બિન્દાસપણું તમને તમારા પરિવારજનોથી દૂર લઇ જશે માટે તેઓને પણ હંમેશા સાથે રાખો આજે કોઈપણ પૈસાના વ્યવહારમાં તમારા વડીલો અને મોટેરાઓની સલાહ લેશો તો સારું રહેશે. કોઈપણ પગલું ઉતાવળમાં ભરસો નહિ. તમારે થોડું ધ્યાન તમારા લગ્નજીવન પર આપવાની જરૂરત છે તો બહારના લોકો અને મિત્રોના કામમાંથી થોડો સમય તમારા જીવનસાથીને આપો.

10. મકર – જ, ખ (Capricorn):
પૈસા ઇન્વેસ્ટ કરવા માટે આજે સારો દિવસ છે. આજે અટકી ગયેલા પૈસા પરત મળશે. આજે તમારા જીવનમાં પ્રેમ અને સહાનુભૂતિની ઉણપ જણાશે. આજે અમુક વિદ્યાર્થી મિત્રો માટે થોડી મુશ્કેલીઓ સર્જાઈ શકે છે. સાંજના સમયે પરિવાર સાથે સમય વિતાવી શકો છો. આજે દિવસ દરમિયાન ખાવા પીવાને લીધે પેટમાં દુઃખાવો જેવી તકલીફ થઇ શકે છે. આજે બહારનું ખાવાનું અવગણજો. આજે પૈસા સંબંધિત કામમાં કોઈની ઉપર ભરોસો કરવો નહિ. આજે ભાગીદારીથી તમારા કામમાં નુકશાન થશે. આજે અમુક વિદ્યાર્થીઓને તેમના મનગમતા કોલેજમાં પ્રવેશ મળશે. આજે સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે. આજે સમાજમાં પણ તમારી નામના થશે.

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
વધુ વજન વાળા મિત્રોને આજે થોડી તકલીફ થશે. બહારનું ખાવાનું અને તીખું તળેલું ખાવાનું આજે ઇગ્નોર કરજો. જો તમે વજન ઘટાડવા માટે આજથી પ્રયત્ન કરશો તો તમને સફળતા જરૂર મળશે. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આજે તમારે તમારા દિવસનો થોડો સમય સામાજિક કાર્યોમાં વિતાવવાનો છે. આજે નજીકના પરિવારજનોના જીવનમાં આજે કોઈ સારો પ્રસંગ આવશે. તમારી લાગણીને તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરો ખૂબ આનંદ આવશે. તમારા જીવનસાથી તમારી માટે એક સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યા છે તો એમના ઉત્સાહમાં વધારો કરો. તમારા પોતાના નિર્ણયને બીજા પર થોપશો નહિ. કોઈની પણ ખાનગી વાતોને મગજમાં સંઘરવી નહિ. સમય મળે મિત્રો અને પરિવારને સાથ આપો એન તેમના થોડા વખાણ પણ કરજો. આજે ઘરના વડીલો સાથે થોડી વાતો કરો અને તેમને અનુભૂતિ કરાવો કે તમે એમની કેર કરો છો.

Dharmik Duniya Team