જીવનમાં દરેક બીમારી અને ગરીબીથી છુટકારો મેળવવા માંગો છો ? કરો શનિદેવનો ફક્ત આ એક ઉપાય

જીવનમાં બધા જ લોકો સફળતા મેળવવા માંગતા હોય છે, સફળતા મેળવવા માટે મહેનત પણ કરે છે તે છતાં પણ તેમને જોઈએ એટલી સફળતા નથી મળતી ત્યારે એવું પણ કહેવામાં આવે છે કે તેમની ગ્રહ દશા સારી નથી ચાલી રહી અથવા તો શનિદેવના પ્રભાવના કારણે એવું થઇ રહ્યું છે. ઘણા લોકો લાંબી બીમારીમાં હોય છે તેની પાછળ પણ શનિદેવનો પ્રભાવ હોય છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવ્યા છે. જો શનિદેવની પૂજા સાચા તન મનથી કરવામાં આવે તો તે તમારું ભાગ્ય ઉજ્જવળ કરવામાં અને તમારી બીમારી દૂર કરવામાં સાથ આપે છે. આજે અમે તમને એવો જ એક ઉપાય જણાવીશું.

શનિદેવને રાજી કરવા માટે સૌથી સરળ ઉપાય છે સવારે વહેલા ઉઠીને લાલ કે પીળા રંગના વસ્ત્રો ધારણ કરી રુદ્રાક્ષની માળા લઈને શનિદેવના નામનો જાપ કરવો અને પૂજા કર્યા બાદ તેમની મૂર્તિ ઉપર કાળા ચણાનો ભોગ ચઢાવવો. તેનાથી તે ખુબ જ પ્રસન્ન થશે અને તમને સુખી રહેવાના આશીર્વાદ આપશે.

જો તમે શનિદેવની વિશેષ કૃપા મેળવવા માંગતા હોય તો શનિવારના દિવસે કોઈપણ શનિદેવની મૂર્તિ જે પથ્થરની બનેલી હોય.તેના ઉપર તેલ અર્પિત કરો અને ત્યારબાદ તેમના ચરણસ્પર્શ કરીને અનાથ બાળકોને ગળ્યું અને કુતરાઓને રોટલી ખવડાવો. તેનાથી શનિ મહારાજ પ્રસન્ન થશે અને તમારા ઉપર તેમની વિશેષ કૃપા વરસાવશે.

આ ઉપરાંત પણ તમે બીજો એક ઉપાય કરી શકો છો. જેમાં તમારે કાળા દોરાની માળા પહેરી શકો છો. માછલીઓને લોટ ખવડાવી શકો છો. કે પછી ઘરની અંદર શનિ યંત્ર સ્થાપિત પણ કરી શકો છો. જેના કારણે તમારા ઘરની અંદર હંમેશા પ્રસન્નતા રહેશે અને ગરીબી તેમજ બીમારીઓ પણ દૂર થશે.

Dharmik Duniya Team