મહેનત કરવા છતા પણ નથી મળી રહ્યા પૈસા, તો કરો શનિદેવના આ ખાસ ઉપાય

આજના જમાનામાં પૈસાની જરૂરત કોને નથી હોતી. આ મોંધવારીના જમાનામાં થોડા પૈસામાં કોનું ઘર સારી રીતે ચાલે છે. આ જ કારણ છે કે લોકો પૈસા માટે દિવસ-રાત મહેનત કરે છે. જો કે, કેટલાક લોકો તેમની કિસ્મતને કારણે મહેનત કરે પરંતુ છતાં તેમને જોઇતા પૈસા નથી મળતા. ત્યાંજ બીજા લોકો જે થોડી મહેનતમાં પણ વધુ કમાણી કરે છે.

જો તમારી સ્થિતિ પણ કંઇક આવી જ છે તો, આજે શનિદેવના એવા ઉપાય જણાવીશું કે જે તમારા પૈસા આગમનના બધા જ રસ્તા ખોલી દેશે. આમ તો, કોઇ ધન સંબંધિત સમસ્યાઓ માટે લોકો ધનની દેવી લક્ષ્મી માંની આરાધના કરે છે. જો કે, તમારા ગ્રહનો પડછાયો અને દુર્ભાગ્ય પીછો ન છોડે તો પહેલા તમારે શનિદેવને મનાવીને તમારી કિસ્મતને દૂર ભગાવવી પડશે.

શનિવારના દિવસે તમે ઘરમાં લોટનો બનાવેલો એક દીપક તૈયાર કરો. આ દીપક માટે જયારે તમે લોટ બાંધો ત્યારે તેમાં હળદર પણ ઉમેરો. આવી રીતે તમારા લોટના બનેલા દીવા તૈયાર થઇ જશે. હવે આ દીવામાં તમારે કાળા તલના 3 દાણા અને સરસોનું તેલ નાખવાનું છે. આમાં તમે રૂની બનેલી દીવેટ મૂકો. હવે એક પીપળાનું પાન લો અને તેના ઉપર એક 10 રૂપિયાનો સિક્કો મૂકો. આ સિક્કા પર તમે તમારો દીવો મૂકો અને તેને શનિદેવની સામે પ્રજ્વલિત કરો.

તે બાદ શનિદેવની આરતી કરો અને હવે તેમની સામે માથું નમાવી અને હાથ જોડીને તેમને પોતાની સમસ્યા જણાવો. હવે જે-તે સિક્કો તમે પોતાના ઘરની તિજોરીમાં રાખો તેનાથી તમારા ઘરે પૈસાની કમી ક્યારેય નહી થાય. આ સાથે જ પૈસાથી જોડાયેલ ઘણા રસ્તા તમારા માટે ખુલી જશે. આ ઉપાય તમે 3મહિના પછી ફરીથી કરતા રહો. આવું કરવાથી તેનું અસર ખત્ન થતું નથી. આ ઉપરાંત તમે લક્ષ્મી માંની આરાધના પણ કરી શકો છો.

Team Dharmik