આજ દંડાધિકારી શનિદેવ થયા માર્ગી, કોને મળશે સુખ? કોણ રહેશે દુઃખી, જાણો રાશિઓ પર પ્રભાવ

જ્યોતિષશાસ્ત્રના આધારે જો કોઈ વ્યક્તિની કુંડળીમાં શનિ ગ્રહની સ્થિતિ ઠીક હોય તો જીવનના દરેક સુખ મળે છે પણ શનિની ખરાબ સ્થિતિ જીવનને ખુબ જ કઠિન બનાવી દે છે. જ્યોતિષશાસ્ત્રમાં શનિ ગ્રહને સૌથી પ્રભાવી ગ્રહ માનવામાં આવે છે.

એવામાં દંડાધિકારી શનિદેવ આજથી માર્ગી થવા જઈ રહ્યા છે જેની અસર દરેક રાશિઓ પર પડવાની છે. આવો તો જાણીએ કઈ રાશિઓ પર તેની શુભ અસર થવાની છે.

1. મેષ રાશિ:
મેષ રાશિમાં શનિદેવ દશમ કર્મભાવમાં માર્ગી થઇ રહ્યા છે. આ પરિવર્તન મેષ રાશિ માટે શુભ રહેવાનું છે. વ્યાપાર ક્ષેત્રમાં ખુબ નફો થશે અને આર્થિક તંગીથી છુટકારો મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધાર આવશે. તમે તમારી જવાબદારીઓને ખુબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો.

2. વૃષભ રાશિ:
વૃષભ રાશિમાં શનિદેવ ભાગ્ય ભાવમાં ગોચર કરશે, જેનાથી વૃષભ રાશિના ભાગ્યમાં નિખાર આવશે. ઉન્નતિના ઘણા રસ્તાઓ મળશે અને તમારા વિચારો પણ સકારાત્મક બનશે. વ્યાપાર ક્ષેત્રમાં મોટી સફળતા મળવાની સંભાવના છે. ઘણા સમયથી રોકાયેલા કામ પૂર્ણ થઇ શકશે. વિદેશ યાત્રા પર જવાના પણ યોગ બની રહ્યા છે.

3. સિંહ રાશિ:
સિંહ રાશિમાં શનિદેવ છઠ્ઠા શત્રુ ભાવમાં ગોચર કરી રહ્યા છે જેને લીધે તમને શુફ ફળની પ્રાપ્તિ થશે. તમે લગાતાર કામિયાબી તરફ આગળ વધશો. સ્વાસ્થ્યને લગતી સમસ્યાઓ દૂર થશે અને કાર્યમાં આવતી અડચણો પણ દૂર થતી જણાશે.

4. કન્યા રાશિ:
કન્યા રાશિમાં શનિદેવ વિદ્યા ભાવમાં ગોચર કરશે, જેને લીધે શનિદેવનું માર્ગી થવું તમારા માટે શુભ રહેવાનું છે. સંતાનને લગતી સમસ્યાઓ દૂર થશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેવાનો છે. પ્રેમ સંબંધિત બાબતોમાં પણ તમને રોમાંચક અનુભવ થશે.

5. તુલા રાશિ:
તુલા રાશિમાં શનિદેવ ચતુર્થ ભાવમાં ગોચર કરશે. સરકારી કામકાજમાં તમને લગાતાર સફળતા મળશે. તમે તમારા અટકાયેલા કામ પણ નિપટાવી શકશો. ધન સંબંધિત બાબતોમા પણ તમે ભાગ્યશાળી રહેશો. મકાન કે વાહન જેવી વસ્તુઓ ખરીદી શકશો.

6. વૃશ્ચિક રાશિ:
વૃશ્ચિક રાશિમાં શનિદેવ પરાક્રમ ભાવમાં માર્ગી થયા છે જેને લીધે આ રાશિના લોકો કમિયાબીના શિખર મેળવી શકશે. નોકરી ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરી શકશો. ધર્મ કર્મની બાબતમાં સારી રુચિ રહેશે. સામાજિક કાર્યોમાં પૈસા ખર્ચાઈ શકે છે.

7. ધનુ રાશિ:
શનિદેવ ધનુ રાશિમાં ધન ભાવમાં માર્ગી થઈને ગોચર કરી રહ્યા છે. જેને લીધે આ રાશિની આર્થિક સ્થતિ મજબૂત બનશે. તમારા ઉધાર આપેલા પૈસા પણ પાછા મળી જશે. પરિવારના લોકોનો પૂરો સહિયોગ મળશે.

8. મીન રાશિ:
મીન રાશિમાં શનિદેવ લાભ ભાવમાં માર્ગી થઇ રહ્યા છે. સંતાનના તરફથી તમારી ચિંતાઓ દૂર થશે. આવકના સાધનો વધશે. પ્રેમ સંબંધિત બાબતોમાં વિશ્વાસ બનેલો રહેશે. મોટા અધિકારીઓ સાથે તમારા સંબંધો સારા બનશે.

આવો જાણીએ બાકીની રાશિઓનો હાલ કેવો રહેશે

1. મિથુન રાશિ:
મિથુન રાશિમાં અષ્ટમ ભાવમાં શનિદેવ ગોચર કરી રહ્યો છે, જેને લીધે તમારો સમય કઠિન રહેશે. ઘણા ક્ષેત્રોમાં તમને હાનિ થઈ શકે છે. નોકરી ક્ષેત્રમાં મોટા અધિકારીઓ સાથે સંબંધ ખરાબ થઇ શકે છે. કોર્ટ કચેરીની બાબતમાં સાવધાન રહેવાની જરૂર રહેશે.

2. કર્ક રાશિ:
કર્ક રાશિમાં શનિદેવ સપ્તમ ભાવમાં ગોચર કરી રહ્યો છે, જેને લીધે વિવાહને લગતી બાબતમાં રુકાવટો ઉત્પન્ન થવાની સંભાવના બની રહી છે. વ્યાપાર ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને ઠીક-ઠાક ફાયદો મળશે. તમારે જરૂરી કામોમાં ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે.

3. મકર રાશિ:
મકર રાશિમાં શનિદેવનું માર્ગી થવું ઠીકઠાક સાબિત થશે. મહેનતના પ્રમાણે જ તમને ફળ મળશે. ખોટા કામ કરવાથી બચો. ઘર પરિવારનું વાતારવરણ ઠીક રહેશે. અમુક કાર્યોમાં સફળતા મળવાની સંભાવના છે. શત્રુઓથી સતર્ક રહેવાની જરૂર રહેશે.

4. કુંભ રાશિ:
કુંભ રાશિમાં શનિનું માર્ગી થવું કઠિન રહેવાનું છે. કુંભ રાશિમાં શનિ હાનિ ભાવમાં માર્ગી થઇ રહ્યા છે, જેને લીધે તમારે વધારે ભાગદોડ કરવાની જરૂરિયાત રહેશે. વધારાના બિન જરૂરી ખર્ચા કરવાથી બચો. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. પૈસાની લેવળ-દેવળ કરવાથી બચો નહિતર તમારું જ ધન વેડફાઈ શકે છે.

Team Dharmik