શનિની અવળી ચાલ, આ 4 રાશિઓને રહેશે તકલીફો, જાણી લો તમારા ઉપર કેટલી થશે અસર

શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. રાશિચક્ર ઉપર પણ તેમની નજર રહે છે. બદલાતા રાશિચક્ર સાથે ગ્રહોની સ્થિતિ પણ બદલાય છે ત્યારે હવે શનિની પણ સ્થિતિ બદલાવવાની છે જેના કારણે શનિની અવળી ચાલના કારણે ચાર રાશિઓના જીવનમાં તકલીફો આવશે. ચાલો જોઈએ શનિની અવળી ચાલથી કઈ કઈ રાશિઓ ઉપર અસર થવાની છે.

1. મેષ રાશિ:
શનિદેવની ચાલ બદલાવની સાથે જ મેષ રાશિના જાતકોને મોટો ફાયદો થવાનો છે. જીવનમાં ચાલી રહેલા આર્થિક સંકટોમાંથી મુક્તિ મળશે. વેપાર ધંધામાં પણ પ્રગતિ થશે. દરેક કામમાં સફળતા હાથ લાગશે. દેવું, રોગ જેવી વસ્તુઓથી મુક્તિ મળશે. પાર્ટનર સાથે પણ સારો સમય વીતશે.

2. વૃષભ રાશિ:
શનિની વક્રી થવાના કારણે આ રાશિના જાતકોને થોડું સાચવીને રહેવાની જરૂર છે. કેટલાક મામલામાં તમને નુકશાન થઇ શકે છે. લાભાન્વિત યાત્રાઓ વિશે વિચારીને નિર્ણય લેવો. આ સમયે યાત્રા કરવી તમારા માટે યોગ્ય નથી. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.

3. મિથુન રાશિ:
શનિની અવળી ચાલ મિથુન રાશિના જાતકો માટે સારા સંકેત લઈને આવી છે. વ્યાપારી વર્ગના લોકોને સારો ફાયદો મળશે અને સફળતાનાં દ્વારા ખુલશે. નોકરી કરતા લોકોને પણ સમાન રૂપે ફાયદો થશે. પ્રેમ જીવન પણ તમારું સારું વીતશે.

4. કર્ક રાશિ:
લાંબા સમયથી હતાશ થયેલા આ રાશિના જાતકો માટે સારો સમય આવવાનો છે. શનિની અવળી ચાલ તમારા કેરિયરમાં ખુબ જ ફાયકારક રહેશે. તમે તમા પ્રતિધ્વંધીને પાછળ છોડીને સફળતા પ્રાપ્ત કરી શકશો. અભ્યાસ કરતા વિધાર્થીઓને સારા ફળ મળશે.

5. સિંહ રાશિ:
સિંહ રાશિના જાતકો માટે શનિની અવળી ચાલ નુકશાનીનો સંકેત આપી રહી છે. નોકરી કરતા લોકોનો આ સમય થોડો કઠિન રહેવાનો છે. પરિવાર ઉપર પણ આર્થિક તંગી ઘેરાઈ શકે છે. તમારે ખુબ જ ધીરજથી કામ લેવાનું છે. હિંમત સાથે ચુનોતીઓનો સામનો કરવો.

6. કન્યા રાશિ:
કરિયરના મામલામાં આ રાશિના જાતકોની શનિની અવળી ચાલ ફાયકારક બનશે. કર્જ લેવા દેવાના મામલામાં હાથ યોગ્ય રહેશે. રોકાયેલા પૈસા હાથ લાગશે. જમીન અને પ્રોપર્ટીના મામલામાં લાંબા સમયનું રોકાણ ફાયદાકારક થશે. અજણ્યા વ્યક્તિઓથી સાચવીને રહેવું અને કોઈપણ નિર્ણય લેતા પહેલા શુભચિંતકોની રાય લેવી.

7. તુલા રાશિ:
શનિના વક્રી થવાના કારણે આ રાશિનો ભાગ્યોદય થવાનું નક્કી છે. તમે સામાજિક અને આર્થિક રૂપે મજબૂત બનશો. કઠિન સમય હોવા છતાં પણ શનિદેવ મહેરબાન રહેશે. તમને તમામ સંકટોમાંથી કાઢવાનું કામ કરશે. ખર્ચ સંતુલિત થશે અને સ્વાસ્થ્ય પણ ઠીક રહેશે.

8. વૃશ્ચિક રાશિ:
શનિની અવળી ચાલનો વૃશ્ચિક રાશિના જાતકો ઉપર કોઈ પ્રભાવ નહીં થાય. જાન્યુઆરીમાં થયેલા રાશિ પરિવર્તન બાદ તમારે સ્થિતિ જેવી હતી એવી જ રહેવાની છે. જો કે ઓફિસ અને ઘરના મામલામાં સમજદારીથી કામ લેવાની જરૂર છે. શનિ તમને કોઈપણ પ્રકારે નુકશાન નહિ પહોચાવે.

9. ધન રાશિ:
શનિની અવળી ચાલ ધન રાશિવાળાની મુશ્કેલીમાં વધારો કરી શકે છે. તમારે ધનના મામલામાં સંઘર્ષ કરવો પડી શકે છે. વ્યાપારમાં નુકશાન અને નોકરીમાં તકલીફો વધી શકે છે. પિતા અથવા સાસરી પક્ષ તરફથી આર્થિક સહાયતા મળશે. માનસિક ચિંતા તમને ઘેરી શકે છે. સફળતા માટે ઘણી જ મહેનત કરવી પડશે.

10 મકર રાશિ:
ધનના મામલામાં શનિની અવળી ચાલ સારા સંકેત લઈને આવે છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે. દેવામાંથી મુક્તિ મળશે. અને ખર્ચમાં પણ નિયંત્રણ રહેશે. સ્વાસ્થ્ય અને વાહન ચલાવવામાં સાવધાની રાખવી. વિદેશ યાત્રા દરમિયાન આ સમયમાં નુકશાન થઇ શકે છે.

11. કુંભ રાશિ:
આ રાશિના જાતકોએ શનિની બદલતી ચાલના કારણે કેટલાક નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર છે. નહિ તો તમને મોટું નુકશાન થઇ શકે છે. જમીનનો સોદો, નવો વ્યવસાય અને નવું વાહન ખરીદતા પહેલા નજીકના લોકોની સલાહ લેવી. પારિવારિક કલેશ સાથે આર્થિક મામલામાં પણ ઉત્તર ચઢાવ આવશે.

12. મીન રાશિ:
શનિની અવળી ચાલ છેલ્લા કેટલા સમયથી ચાલી રહેલી પૈસાની તંગીને દૂર કરી શકે છે. વૈવાહિક જીવન માટે પણ આગળના દિવસો ખુબ જ સારા છે. સામાજિક ડાયરો વધશે. લોકોની વચ્ચે સારી છાપ બનશે. જો કે આળશ તમને થોડા મુશ્કેલીમાં મૂકી શકે છે.

Dharmik Duniya Team