આ કામ કરવાથી શનિદેવ પ્રસન્ન થઇ તમારા પર કરશે ધનવર્ષા, જલ્દી જાણી લો ભગવાનમાં વિશ્વાસ હોય તો

શનિદેવ તમને ધનવાન બનાવી દેશે, જો તમે કરશો આ કામ…

નવ ગ્રહોમાં શનિ એક માત્ર એવો ગ્રહ છે જેને સૌથી વધારે ક્રૂર માનવામાં આવે છે. શનિની સાઢે સાતી કે શનિની ઢૈયાનું નામ સાંભળીને જ સારા એવા જાતકો પર પ્રતિકૂળ મનોવૈજ્ઞાનિક અસર પડે છે. ઘણા ઓછા લોકો જાણતા હશે કે શનિ ગ્રહ લોકો માટે યશ, ધન, પદ, અને સમ્માન માટેનો ગ્રહ છે. શનિ સંતુલન એટલેકે કે ન્યાયનો ગ્રહ છે. કહેવામાં આવે છે કે શનિની પૂજા સાચી રીતે કરવામાં આવે તો શનિદેવની કૃપા મળવાની સાથે ગ્રહોની દશા પણ સુધરે છે.

શનિ અર્થ, ધર્મ, કર્મ અને ન્યાયના પ્રતીક છે. શનિ ધન-સંપત્તિ, વૈભવ અને મોક્ષ પણ આપે છે. કહેવાય છે કે શનિદેવ પાપી વ્યક્તિઓ માટે અત્યંત કષ્ટકારક છે. શનિની દશા આવવા પર જીવનમાં ઘણા ઉત્તર ચઢાવ આવે છે જેનાથી જીવન પુરી રીતે ડગમગી શકે છે પરંતુ શનિ કેટલાક લોકો માટે અત્યંત શુભ અને શ્રેષ્ઠ ફળ આપતા હોય છે. કેટલાક ખાસ ઉપાય કરશો તો શનિ તમારી ઉપર મહેરબાન થઈને તમને ધનિક પણ બનાવી શકે છે.

શનિદેવ એ લોકોનું હંમેશા કલ્યાણ કરે છે જે લોકો હાથ-પગના નાખ સમય અંતરે કાપતા રહેતા હોય છે તે નખમાં મેલ નથી થવા દેતા. તે લોકો જે પૌષ મહિનામાં ગરીબ લોકોને કાળા ચણા, કાળા તલ, અડદ, કાળા કપડાં વગેરેનું નિઃસ્વાર્થ દાન કરે છે તેમની પર શનિ પ્રસન્ન રહે છે.

શનિદેવની મહેરબાની તેમની ઉપર પણ રહે છે જે લોકો જેષ્ઠ મહિનામાં તડકાથી બચવા માટે કાળી છત્રીનું દાન કરે છે શનિદેવ તેમની પર છત્ર છાયા બનાવી રાખી છે. જે લોકો કૂતરાની સેવા કરે છે કે પછી કૂતરાને ભોજન આપે છે અને તેમને હેરાન નથી કરતા તેમની પર શનિદેવ કષ્ટોમાંથી મુક્તિ આપે છે.

પ્રતિકાત્મક તસવીર

જે લોકો નેત્રહીન ને રસ્તો બતાવે છે તેમનો માર્ગ પ્રશસ્ત કરે છે શનિદેવ તે લોકો માટે ઉન્નતિના માર્ગ ખોલી દેતા હોય છે. શનિદેવ તેમના ભંડાર ભરી દે છે. જે લોકો શનિવારનો ઉપવાસ રાખીને તેમના ભાગનું ભોજન ગરીબોને દાન કરે છે તેમની પર શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે. જે લોકો માછલીનું સેવન નથી કરતા તથા માછલીઓને ખાવાનું આપે છે તેમની ઉપર પણ શનિદેવ હંમેશા પ્રસન્ન રહે છે.

Team Dharmik