તમારું ભાગ્ય ચમકાવી શકે છે એક ચપટી મીઠું, જાણો તેના ઉપાય

ભોજનમાં સ્વાદ વધારનારુ મીઠું(નિમક) જીવનમાં ખુશીઓ પણ ભરવા માટેનું કામ કરે છે. મીઠુંથી ભોજનને સ્વાદિષ્ટ બનાવી શકાય છે તેવી જ રીતે વાસ્તુશાસ્ત્રમાં જણાવેલા ઉપાયો દ્વારા જીવનનની પરેશાનીઓ પણ મીઠું દ્વારા દૂર કરી શકાય છે. આવો તો જાણીએ કેવી રીતે મીઠું દ્વારા ભાગ્યને ચમકાવી શકાય છે.

1. જો તમારા પરિવારના કોઈ સભ્ય પર કોઈની ખરાબ નજર લાગી હોય તો એક ચપટી મીઠું લઈને ત્રણવાર તેના માથા પરથી ફેરવીને બહાર ફેંકી દો. તેનાથી નજરદોષ દૂર થઇ જાય છે.

2. વાસ્તુવિજ્ઞાનના આધારે કાચના પ્યાલામાં મીઠું ભરીને શૌચાલય કે સ્નાન ઘરમાં રાખવું જોઈએ તેનાથી વાસ્તુદોષ દૂર થાય છે. તેનું કારણ એ છે કે મીઠું અને કાચ બંન્ને રાહુની વસ્તુઓ છે અને રાહુ કારાત્મક ઉર્જાને દૂર કરવાનું કામ કરે છે. રાહુ કીટાણુંનાશક પણ માનવામાં આવે છે. જેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય પર પ્રભાવ પડે છે.

3. કાચના વાસણમાં મીઠું ભરીને ઘરના કોઈ ખૂણામાં રાખવાથી સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે. રાહુ, કેતુની દશા ચાલી રહી હોય કે મનમાં ખરાબ વિચારો આવી રહ્યા હોય ત્યારે આ પ્રયોગ ખુબ જ લાભ આપે છે.

4. લાલ પોટલીમાં મીઠું ભરીને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં કોઈપણ ખરાબ શક્તિઓનો પ્રવેશ નથી થતો. કારોબારમાં ઉન્નતિ અને વ્યાપારમાં લાભ મેળવવા માટે મુખ્ય દરવાજા પર મીઠું ભરેલી આ પોટલી લટકાવવાથી લાભ મળે છે.

Team Dharmik