તમારી બધી જ મુસીબતોનો ઈલાજ બનશે માત્ર ચપટીભર મીઠું, જાણો કેવી રીતે

ભોજનમાં મીઠું વધારે કે ઓછું પડી જાય તો ભોજનનો આનંદ કિરકીરો થઇ જાય છે તેથી જરૂરી છે કે મીઠાનો ઉપયોગ યોગ્ય પ્રમાણમાં જ કરવો જોઈએ. પરંતુ શું તમે જાણો છો કે વસ્તુમાં પણ મીઠું ખુબ જ મહત્વનું માનવામાં આવે છે જે તકલીફોને દૂર કરીને ઘરમાં સુખ-શાંતિ લાવે છે. જી હા ચપટીભર મીઠું તમારા જીવનમાં આવતી ઘણી સમસ્યાનું નિવારણ લાવે છે, તો આજે અમે તેમને જણાવીએ મીઠાના કેટલાક ખાસ ઉપાયો. પરંતુ ધ્યાન રાખજો આ ઉપાયોમાંથી કોઈપણ ઉપયો ગુરુવારે ન કરવા નહીં તો તેના વિપરીત પરિણામ પણ મળી શકે છે.

વાસ્તુદોષ દૂર કરે: ઘરમાં કોઈ પણ પ્રકારનો વસ્તુ દોષ હોય તો એક કાચની કટોરી અથવા તો ડબ્બામાં થોડું સાંધા મીઠું ભરીને તેને બાથરૂમના કોઈ ખૂણામાં મૂકી દો. આવું કરવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા સકારાત્મક ઉર્જામાં ફેરવાઈ જશે. દર 15 દિવસે મીઠું બદલતા રહેવું.

લગ્ન જીવનમાં મીઠાસ લાવે: જે ઘરમાં પતિ-પત્ની વચ્ચે સંબંધ સારો ન હોય તેમને પોતાના બેડરૂમના કોઈ ખૂણે સાંધા મીઠાનો એક ટુકડો રાખી દો. તેનાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. ઘરનો માહોલ ખુશનુમા બનશે, અને પતિ-પત્નીના ઝઘડા દૂર થઈને સંબંધમાં મીઠાસ આવશે.

નજરથી બચવા: કોઈ કામમાં અડચણ આવતી હોય અથવા બનેલું કામ બગડી જતું હોય તો તેની પાછળ નજર લાગવી પણ એક કારણ હોઈ શકે. એવામાં ચપટીભર મીઠું અને રાઈ લઈને સાત વાર માથા ઉપર ગુમાવીને વહેતા પાણીમાં નાખી દો.

નકારાત્મક ઉર્જા દૂર: ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર કરવા અઠવાડિયામાં એકવાર પાણીમાં મીઠું મિક્સ કરીને પોતા કરવા જોઈએ. તેનાથી ઘરમાં રહેલી નકારાત્મક ઉર્જા દૂર થશે અને ઘરમાં ખુશાલી આવશે. પરિવારના સભ્યોમાં એકતા વધે છે અને સાથે સાથે દેવી લક્ષ્મીનો વાસ પણ થાય છે. જેથી અનાજ, ધન અને તબિયતથી જોડાયેલી બધી જ તકલીફો દૂર થાય છે.

આર્થિક તકલીફ દૂર કરે: કાચના ડબ્બામાં સાંધા મીઠું અને 4-5 લવિંગ નાખીને ઘરે રાખવાથી ધનને લગતી સમસ્યા દૂર થાય છે. તેનાથી આર્થિક સમસ્યા દૂર થાય છે અને ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ થાય છે. નોકરી, ધંધામાં પ્રગતિ થાય છે સાથે સાથે અટકેલા પૈસા પણ પાછા આવે છે.

Team Dharmik