આવતી કાલથી આ 3 રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી? સંકટ ટાળવા પર કરો આ ઉપાય

આજકાલ દરેક લોકો બહેતર જિંદગીની શરૂઆત કરવા માંગતા હોય છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, બધા લોકો માટે આ સંભવ નથી. કાલથી ઘણી રાશિઓ સાડાસાતીથી પ્રભાવિત છે. બધા ગ્રહમાં શનિના ગોચરનો સમય સૌથી વધુ હોય છે. આ ગ્રહ લગભગ અઢી વર્ષે રાશિ પરિવર્તન કરે છે. આ કારણે શનિના ગોચરની માનવજીવન પર સૌથી વધુ અસર પડે છે. કંઇ રાશિઓ પર શનિની ખરાબ નજર પડશે.

મેષ રાશિ આ રાશિના જાતકોને શનિથી ગભરાવવાની જરૂરત નથી. આ રાશિના જાતકો પર સાડાસાતીનો પ્રભાવ નહીં રહે.

વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકોએ ચિંતા કરવાની જરૂરત નથી. સાડાસાતીની પ્રભાવ તમારા પર નહીં પડે.

મિથુન રાશિ મિથુન રાશિ પણ શનિના પ્રભાવથી મુક્ત છે. તેમની કુંડળીમાં શનિની સાડાસાતીનો પ્રકોપ નથી.

કર્ક રાશિ શનિના સાડા સાતીની અસર કર્ક રાશિ પર રહેશે નહીં.

 

સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને શનિની સાડાસાતી પરેશાન કરશે નહીં. કન્યા રાશિ લોકો પર શનિની સાડાસાતીની અસર દેખાશે નહીં. શનિના દૃષ્ટિથી આ રાશિના જાતકો માટે બધુ બરાબર હશે.

તુલા રાશિ તુલા રાશિના લોકોમાં પણ શનિથી કોઈ ખબર નજર રહેશે નહીં. એટલે કે શનિનું કોઈ સંકટ નહીં રહે. વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકોની કુંડળીમાં શનિની સાડાસાતીની અસર નહીં થાય.

ધન રાશિ ધન રાશિના લોકોએસાવચેત રહેવાની જરૂર છે. 2021એમમાં શનિની સાડાસાતીની અસરો ધનુ રાશિના લોકો પર પડશે. સાડાસાતી આ રાશિના અંતિમ તબક્કામાં છે. મકર રાશિ 2021માં શનિનું ગોચર મકર રાશિમાંથી થવા જઈ રહ્યું છે. વર્ષ 2021માં આ રાશિમાં શનિની સાડાસાતી બીજા તબક્કામાં હશે.

કુંભ રાશિ આગામી વર્ષ કુંભ રાશિ માટે પણ ચિંતાજનક બની શકે છે. 2021માં તમારી સાડાસાતીનું પ્રથમ ચરણ શરૂ થવા જઈ રહ્યું છે. આ આગામી 5 વર્ષ સુધી તમારી કુંડળીમાં રહેશે, તેથી તમારે બહુ જ ધ્યાન રાખીને ચાલવાની જરુરત છે.

મીન રાશિ આ રાશિના જાતકોએ પણ ગભરાવવાની કે ચિંતા કરવાની જરૂરિયાત નથી.  મીન રાશિના જાતકોની કુંડળીમાં શનિની સાડાસાતી નથી.

શનિનની સાડાસાતી શું છે ? સાડાસાતીનો અર્થ થાય છે સાડા સાત વર્ષ, એટલે કે જન્મ ચંદ્રના એક ભાવ પહેલા ચંદ્ર રાશિ અને ચંદ્ર રાશિથી એક ભાવ આગળ સુધી શનિના ભ્રમણમાં સાડા સાત વર્ષ લાગે છે કારણ કે શનિ અઢીવર્ષ સુધી એક રાશિમાં રહે છે.

સાડાસાતીમાં વ્યક્તિને ઘણી વખત માનસિક હતાશા અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જોકે શનિની સાડાસાતીની અસર હંમેશાં ખરાબ હોતી નથી. શનિની સાડાસાતી વ્યક્તિને કેવી ફળ આપે છે તે વ્યક્તિના જન્મકુંડળીના યોગ પર આધારિત છે. જન્મ કુંડળીની સાથે યોગ સાથે કયો ગ્રહ આગળ વધી રહ્યો છે અને કુંડળીની ભાવનાઓ સાથે દશનાથનો કેવો સંબંધ છે જેવી ઘણી વાતો શનિની સાડાસાતી દરમિયાન મહત્વપૂર્ણ છે.

આ સિવાય જન્મ કુંડલીમાં શનિ મહારાજ કંઇ હાલતમાં છે. શનિની કુંડલી માટે શુભદાયક છે કે અશુભ ફળ દેનારું અને શનિ ક્યાં યોગમાં શામેલ છે. પીડિત છે કે નહીં જેવી બાબતો શનિ માટે જોવામાં આવે છે. આ સિવાય ઘણી એવી વાતો છે જેનું વિશ્વ્લેષણ કર્યા બાદ શનિની સાડાસાતીનું પરિણામ સુનિશ્ચિત કરવામાં આવે છે.

સાડાસાતીનો શું છે ઉપાય ? શનિની સાડાસાતી અને ઢૈયા દરમિયાન જીવનમાં ઘણા બદલાવ જોવા મળે છે. આ બદલાવ સારો અથવા ખરાબ તે તમારી જન્મકુંડળીના આધાર પર હોય છે. સારી દશાની સાથે શનિની ઢૈયા અને સાડાસાતીની ખરાબ અસર નથી થતી.

જો અશુભ ભાવ અથવા અશુભ ગ્રહની સ્થિતિ ચાલે છે તો ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. સમસ્યાઓથી બચવા માટે શનિ મહારાજને ખુશ રાખવો જરૂરી છે.

શનિની સાડાસાતી અને ઢૈયાના પ્રભાવથી બચવા માટેશનિનું દાન, મંત્ર જાપ અને પૂજા કરવાથી ઘણી રાહત મળે છે. શાસ્ત્રોમાં શનિનું સ્નાન ઔષધિ સ્નાન વિષે પણ બતાવવામાં આવ્યું છે. શનિની શાંત રાખવા માટે શનિના બીજ મંત્રની ઓછામાં ઓછી 3 માળા અવશ્ય કરવી જોઈએ. મંત્ર જાપ કર્યા પહેલા સંકલ્પ કરવો જોઈએ.

બીજ મંત્ર બાદ શનિ સ્ત્રોતનો પાઠ કરવો લાભદાયક માનવામાં આવે છે. આ દરમિયાન તમે બીજ મંત્ર “ऊँ प्रां प्रीं प्रौं स: शनये नम:” ના જાપ કરો તો ફાયદો થશે. શનિની સાડાસાતીના અશુભ ફળોને શાંત કરવા માટે બીજ મંત્ર સિવાય વૈદિક મંત્રના 23 હજાર જાય કરવા જોઈએ. જાપ પુરા થયા બાદ દશાંશ હવન કરવો જોઈએ.

Team Dharmik