તુલસીના પાન પૂજા માટે ખુબ જ શુભ હોય છે, તોડવાથી પહેલા આ જાણવું ખુબ જ જરૂરી છે

તમે તો જાણતા જ હશો કે હિન્દૂ ધર્મમાં તુલસીનું ખુબ જ મહત્વ હોય છે. હિન્દૂ ધર્મમાં દેરક ઘરમાં તમને તુલસીનો છોડ તો જોવા મળી જ જશે, જેની દરરોજ પૂજા કરવામાં આવે છે અને તુલસીના પાનને ભગવાનની પૂજામાં રાખવામાં આવે છે. જે ઘરમાં દરરોજ તુલસીની પૂજા થાય છે તે ઘરમાં દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે. ભગવાન વિષ્ણુને તુલસી ખુબ જ પ્રિયા છે અને તેમને પ્રસાદમાં પણ ઉપયોગ થાય છે જેનાથી તંદુરસ્તી પણ બની રહે છે. તુલસીનો છોડ આંગળામાં હોય તો ઘર અને પરિવારનું વાતાવરણે સારું થાય છે.

પરંતુ તુસલીના પાન તોડતી વખતે શાસ્ત્રોમાં જણાવેલી કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. આમે તમે તેનાથી જોડાયેલી કેટલીક માહિતી જણાવવા જઈ રહ્યા છીએ કે આ પરિત્રા છોડના પાન ક્યારેય તોડવા જોઈએ અને ક્યારે ન તોડવા જોઈએ.

આ તિથિઓમાં ના તોડવી જોઈએ તુલસીની દાળ: શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તુલસીની દાળ વૈધૃતિ અને વ્યતિપાત આ બંને યોગમાં ન તોડવી જોઈએ. તેમ જ રવિવાર, મંગળવાર અને શુક્રવારના દિવસે ના તોડવી જોઈએ. એકાદશી, દ્વાદશી તિથિ, અમાવસ્યા અને પૂર્ણિમાન આ તિથિઓમાં પણ તુલસી ના તોડવી જોઈએ.

આ સમયે ના તોડવી તુલસી દાળ: તુલસીને સંક્રાંતિના દિવસે અને જયારે ઘરમાં કોઈનો જન્મ થયો હોય તો તેના નામકરણ ન થાય ત્યાં સુધી તોડવી ન જોઈએ. તેમ જ કોઈની મૃત્યુ થાય તે દિવસથી લઈને તેરમી સુધી તુલસીના પાન ના તોડવા જોઈએ. તેમ જ સૂર્યાસ્ત અને સૂર્યોદય સમયે પણ તુલસી ના તોડવી જોઈએ.

આ રીતે ના તોડવી તુલસી: શાસ્ત્રોમાં જણાવ્યું છે કે તુલસીના પાન નાહ્યા વગર અથવા તો અશુદ્ધ હાથે ના તોડવા જોઈએ, પૂજામાં આવા પાન ભગવાન સ્વીકારતા નથી. તુલસી પર ક્યારેય નખ, ચાકુ અથવા કાતરનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. તુલસીના એક એક પણ ન તોડવા પરંતુ પાન સાથે તેનો  આગળનો ભાગ પણ તોડવો જોઈએ.

આટલા દિવસ સુધી વાસી નથી થતી તુલસી: શાસ્ત્રો અનુસાર જો તમે શાલિગ્રમાની પૂજા કરતા હોવ તો નિષિદ્ધ તિથિમાં પણ તુલસી તોડી શકાય છે. તુલસીના પાન સાત દિવસ સુધી વાસી નથી થતા. જો તમારી જોડે તાજા પાન ન હોય તો વાસી પાનને ગંગાજળમાં ધોઈને તેનો ઉપયોગ કરી શકો છો. પડી ગયેલી તુલસીના પાનથી પૂજા કરવી જોઈએ.

તુલસીની માંજરીનું મહત્વ: શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે તુલસીની ઉપર મંજરી આવી જાય તો તેને ભગવાન વિષ્ણુને ચડાવી દેવી જોઈએ. એવું કરવાથી તુલસી પણ પ્રસન્ન થાય છે. કેમ કે તુલસીની મંજરી બધા ફૂલોથી ચડિયાતી માનવામાં આવે છે. પરંતુ ધ્યાન રાખજો કે મંજરી તોડતી વખતે પાનનું રહેવું આવશ્યક છે. માંજરીને ભગવાન વિષ્ણુને ચડાવવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે.

Team Dharmik