જો કુંડળીમાં ન હોય રાજયોગ તો પણ ચિંતા કરવાની જરૂર નથી, આ યોગ પણ અપાવશે યશ-કીર્તિ- જાણી લ્યો

જ્યોતિષ શાસ્ત્રમાં અનેક યોગોનું વર્ણન આવે છે, આપણે ઘણી વાર સાંભળીએ છીએ કે કુંડળીમાં ગજકેસરી યોગ થયેલો છે, બુધાદિત્ય યોગ થયેલો છે વગેરે…ગ્રહો જયારે એકબીજા સાથે ‘યોગ’ કરે છે ત્યારે એક અલગ પ્રકારની ઊર્જા અને શુભ યોગ તો અશુભ યોગ તકલીફોનો અનુભવ જાતકને કરાવે છે.

જીવનમાં અનેક સંઘર્ષ હોય છે પણ કેટલાક લોકો એવી કુંડળી લઇને જન્મે છે કે, તેમની આખી જિંદગી આરામ, શાસન અને ઠાઠમાં પસાર થાય છે. આવા લોકો માટે કહેવાય છે કે તેઓ રાજયોગ લઇને જન્મ્યાં છે.

કોઈ ખુબ જ સુખી માણસને જોઈએ એટલે આપણે તરત જ કહીએ છીએ કે આ માણસ કેટલો ભાગ્યશાળી છે. ક્યારેક કહીએ છીએ કે રાજયોગ કુંડળીમાં લઈને આવ્યો છે આ વ્યક્તિ એટલે જ આટલો સુખી છે.

જ્યોતિષશાસ્ત્રમાં હજારો યોગ બતાવવામાં આવ્યા છે. જેમાંથી કેટલાક શુભ ફળ આપતાં તો કેટલાક અશુભ ફળ આપતા હોય છે. આજે એવા યોગ વિશે તમને જાણવા મળશે જેના કારણે વ્યક્તિ ધનવાન બને છે. તમે જાતે જ જાણી શકશો કે તમારી કુંડળીમાં આ યોગ છે કે નહીં.

ગજકેસરી યોગ : ગુરુથી ચંદ્રમાં કેન્દ્રમાં કે પછી બંને એકસાથે કેન્દ્રસ્થ હોય તો ગજકેસરી યોગ બને છે. ગજકેસરી એક મહાન રાજયોગ હોય છે. એવા જાતક જીવનમાં કોઇ મોટું કામ કરી શકે છે. તે વિદ્વાન હોય છે અને ધન, પદ અને પ્રતિષ્ઠા પ્રાપ્ત કરે છે.

સુનફા યોગ : જેની કુંડળીમાં ચંદ્રથી બીજા ઘરમાં કોઈ શુભ ગ્રહ જેવા કે ગુરુ, શુક્ર, બુધ હોય છે ત્યારે આ યોગ બને છે. જેના નસીબમાં આ યોગ હોય છે તેમને પણ નોકરીમાં સારી તકો પ્રાપ્ત થાય છે. ધન સંપત્તિના મામલે પણ તેઓ ભાગ્યશાળી હોય છે.

બુધાદિત્ય યોગ : સૂર્ય અને બુધ એકસાથે હોય તો બુધાદિત્ય યોગ બને છે. આવા જાતક સૂર્ય સમાન તેજસ્વી હોય છે. રાજકારણમાં બહુ સફળ થાય છે. મેનેજમેન્ટમાં અધિકારી બને છે.

શશ યોગ : કુંડળીમાં શનિ જ્યારે પોતાની રાશિ મકર અથવા તો કુંભમાં હોય છે ત્યારે શશ નામનો યોગ બને છે. શનિની ઉચ્ચ રાશિ તુલા છે. શનિ જ્યારે તુલામાં હોય છે ત્યારે પણ આ યોગ બને છે. આ યોગમાં જેનો જન્મ થાય છે તે ધીરે ધીરે સફળતાના પગથિયાં ચડતાં ચડતા આગળ વધતાં જાય છે.

કર્ક લગ્નના જાતક બહુ સફળ રાજકારણી હોય છે. ગુરુ જો ચંદ્રની સાથે લગ્નમાં સ્થિત હોય અને સૂર્યની સ્થિતિ મજબૂત હોય તો એવા જાતક બહુ લોકપ્રિય નેતા હોય છે. ભારતના ઘણાં વડાપ્રધાન અને દેશ-વિદેશના મોટા નેતાઓ કર્ક લગ્નવાળા જ છે.

ભદ્ર યોગ : જ્યારે બુધ પોતાની રાશિ મિથુન અથવા કન્યામાં હોય છે ત્યારે ભદ્ર નામનો રાજયોગ બને છે. આ યોગ જેની કુંડળીમાં હોય છે તે બુદ્ધિમાન અને વ્યવહાર કુશળ હોય છે. તેઓ પોતાના વ્યવહાર અને કુશળતાથી લોકોની પ્રશંસા મેળવે છે.

શુક્ર પણ રાજયોગ બનાવે છે. ફિલ્મ અને સંગીતમાં લોકપ્રિયતા અને સફળતા માટે શુક્રનું મજબૂત હોવું જરૂરી છે. આ માટે જરૂરી છે કે કેન્દ્રનો શુક્ર હોય, સ્વરાશિનો હોય, ત્રિકોણમાં હોય અને તુલા કે વૃષમાં સ્થિત હોય. પોતાની ઉચ્ચ રાશિમાં કેન્દ્રમાં કે ત્રિકોણમાં હોય તો આવા જાતક કલા, ફિલ્મ, સંગીત અને સાહિત્યમાં વિશ્વસ્તરે નામના મેળવે છે.

Team Dharmik