ઘરમાં રાખો હનુમાનજીની આવી તસવીર, થશે આ લાભ અને દૂર થશે પરેશાનીઓ

હનુમાન જયંતિ પર મંદિરોમાં જઇને તેમની વિધિવત પૂજા આરાધના કરી તેમનો આશીર્વાદ પ્રાપ્ત કરવામાં આવે છે. હનુમાનજીની મૂર્તિઓ પર સિંદૂર અને ચાંદીના વર્ક ચઢાવવાની પરંપરા છે. કહેવામાં આવે છે કે,

રામજીની લાંબી ઉંમર માટે એકવાર હનુમાન જીએ તેમના પૂરા શરીરમાં સિંદૂર ચઢાવી લીધુ હતુ અને તે કારણે તેમને અને તેમના ભક્તોને સિંદૂર ચઢાવવાનું ઘણુ સારુ લાગે છે, જેને ચોલા કહે છે.

જીવનમાં સફળતા, ઉમંગ અને ઉત્સાહ પામવા માટે હનુમાનજીની હવામાં ઉડતી તસવીર લગાવવાથી ઘણો ફાયદો મળી શકે છે. કરિયરમાં સફળતા માટે ઘર પર આ તસવીર લગાવવી ઘણી શુભ માનવામાં આવે છે.

ઘરમાં રામજીના પગમાં બેઠા હનુમાનજીની તવીર લગાવવી જોઇએ. તેનાથી પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ અને વિશ્વાસ વધે છે. ઘરની દક્ષિણ દિશામાં લાલ રંગના હનુમાનજીની બેઠી મુદ્રામાં તસવીર લગાવવાથી નકારાત્મક ઉર્જા દૂર રહે છે. આ સાથે ઘરમાં સુખ શાંતિ આવે છે.

પરિવારના સભ્યોમાં ધાર્મિક ભાવનાઓ બનાવી રાખવા માટે શ્રીરામની આરાધના કરતા કે પછી રામનું કિર્તન કરતા હનુમાનજીની તસવીર લગાવવી ઘણી શુભ હોય છે.

ઘરમાં પર્વત ઉઠાવેલ હનુમાનજીની તસવીર લગાવવાથી ઘરમાં સભ્યોમાં સાહસ અને આત્મવિશ્વાસ પેદા થાય છે.

Team Dharmik