જો મહેનત કરવા છતાં મળતી ના હોય પ્રગતિ તો ઘરે લગાવો આ પક્ષીની તસવીર, થશે પ્રગતિ અને ખુલશે સફળતાનાં નવા દ્વાર

વાસ્તુ શાસ્ત્રમાં ઘરે મોજૂદ દરેક વસ્તુની દિશા અને સ્થાનનું મોટું મહત્વ બતાવવામાં આવ્યું છે. તમારી આજુ બાજુ મોજૂદ વસ્તુઓ તમારા જીવન પર સકારાત્મક અને નકારાત્મક બંને રીતે પ્રભાવ પાડે છે. આ પ્રકારે ઘરે લાગેલી તસવીરનું પણ તમારા જીવનમાં શુભ કે અશુભ પ્રભાવ પાડી શકે છે. પરંતુ વાસ્તુ શાસ્ત્ર અનુસાર જો ઘરના દક્ષિણ ભાગમાં એવું પક્ષી છે જેની તસવીર લગાવવાથી તમારા જીવનની સમસ્યાઓને દૂર કરી શકે છે.

વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક પશુ પક્ષીઓને ખુબ શુભ માનવામાં આવે છે. તેમનું ઘરમાં હોવું સૌભાગ્ય લાવે છે. આ પશુ પક્ષી- પક્ષીઓની તસવીર, મૂર્તિ ઘરમાં સકારાત્મકતા લાવે છે અને સુખ સમૃદ્ધિના નવા દ્વાર ખોલે છે. એક એવા જ પક્ષી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેને ના ખાલી ભારતીય વાસ્તુ શાસ્ત્ર પરંતુ ચીની વાસ્તુ શાસ્ત્ર ફેંગશુઈમાં પણ ખુબ જ શુભ માનવામાં આવે છે. ફેંગશુઈમાં પણ આ પક્ષીની તસ્વીરોને ઘરે રાખવાની સલાહ આપવામાં આવી છે જેના કારણે તરક્કી મેળવી શકાય.

ઘરમાં ફિનિક્સ પક્ષીની તસવીર હોવી ચમત્કારિક પરિણામ આપે છે. આ આસપાસના માહોલમાં નવી ઉર્જાનું સંચાર કરે છે. ખુશી અને સકારાત્મકતા લાવે છે. તરક્કીના નવા રસ્તા ખોલે છે. તેને ઘરના લિવિંગ રૂમમાં લગાવવું ખુબ સારા સંકેત આપે છે. ત્યાં ઘરના લોકો તેને વારંમ વાર જોતા હોય છે. ફિનિક્સ પક્ષીની તસવીર ઘરે હોવી તમારી ઘણી બધી મુશ્કેલીઓને દૂર કરે છે.

ફિનિક્સ પક્ષીની તસવીર ઘરની દક્ષિણ દિશામાં લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે. ફિનિક્સ પક્ષી અગ્નિ, પ્રસિદ્ધિ, તરક્કી અને ઉર્જાનું પ્રતિનિધત્વ કરે છે. તેના સિવાય દક્ષિણ દિશામાં લાગેલી ફિનિક્સની તસવીર તે દિશાના બધા વસ્તુ દોષને પણ દૂર કરે છે અને કારકિર્દીમાં ઝડપથી તરક્કી આપે છે. ફિનિક્સ પક્ષીને ક્યારેય જોવામાં આવ્યું નથી પરંતુ તેને સફળતાનું પ્રતીક માનવામાં આવે છે.

વસ્તુ શાસ્ત્રમાં ઘરે ફક્ત થોડાક પશુ પક્ષીઓની તસવીરો-મૂર્તિને લગાવવાની સલાહ આપવામાં આવી છે. તેમજ જંગલી અને હિંસક પશુ પક્ષીઓને ઘરે સ્થાન આપવું એ સખત મનાઈ છે. આવા હિંસક જાનવરો-પક્ષીઓની તસવીર ઘરમાં નકારાત્મકતા અને અશાંતિ લાવે છે. આવી તસવીરો તણાવ પણ આપે છે.

Team Dharmik