જે લોકોના હાથમાં હોય છે કંઈક આવી ખાસ રેખા, એ લોકો હોય છે ધનવાન

હાથ રેખાથી ભવિષ્યથી સબંધિત બધી વાતો જાણી શકાય છે. જેમકે વિવાહ, સંતાન અને પૈસા. કોઈ પણ વ્યક્તિ હોય એમને પૈસાને લગતી બાબતો જરુર જાણવા માંગે છે. કેટલાક લોકો જોડે પૈસા હોવા છતાં પણ ભવિષ્યમાં પૈસા કેવી રીતે આવશે એની ચિંતા થતી હોય છે.

આજે આપડે પૈસાને લગતી કેટલીક હાથની રેખા યોગ વિશે જાણીશુ. જે કંઈક આ રીતે છે.. 1. જો શનિ પર્વતની નીચે વાળો ભાગ અને શુક્ર પર્વત વધારે ઉપસેલો હોય, સુંદર હોય અને ભાગ્ય રેખા શુક્ર રેખા પર્વત અગુંઠાની આજુ બાજુથી શરુ થઇને શનિ પર્વતના મધ્ય સુધી પહોંચે તો એવા લોકોના જીવનમાં ક્યારેય પૈસાની કમી નથી પડતી. એવા લોકો જીવનમાં  થોડાક પૈસા કમાય છે.

2. જો વ્યક્તિના બંને હાથમાં ભાગ્ય રેખા મણીબંધથી શરુ થઈને સીધો પર્વત સુધી જતી હોય, સૂર્ય રેખા પણ પતલી અને લાંબી હોય, માથાની રેખા અને ઉંમર રેખા સારી હોય તો એવા વ્યક્તિના હાથમાં લક્ષ્મી યોગ બને છે. આ યોગથી વ્યક્તિને અચાનક પૈસાનો લાભ થાય છે.3. જો વ્યક્તિના હાથમાં ભાગ્ય રેખા અને ચંદ્ર રેખા એક સાથે મળતી હોય તો શનિ પર્વત પર પહોંચે તો એવા વ્યક્તિ પણ જીવનમાં  ખુબ જ ધનવાન થાય છે.

4. જો ભાગ્ય રેખા નાની આંગળીની નીચેના ભાગથી શરુ થતી હોય અને કોઈ પણ રેખાને કાપ્યા વગર શનિ પર્વત સુધી પહોંચે તો તેને પણ શુભ કહેવાય  છે. એવા વ્યક્તિ પણ જીવનમાં સારા એવા પૈસા કમાય છે.

Team Dharmik